જલાલીને 48 લાખ મત, પેઝેશ્કીયાનને 53 લાખ મત મળ્યા છતાં ઈરાનમાં પ્રમુખપદની ચૂંટણીના પરિણામો અનિર્ણિત
- ઈરાક સામેના યુદ્ધ અને હુથીનાં તોફાનો વચ્ચે ચૂંટણી થઈ
- ઈરાનનાં સંવિધાન પ્રમાણે પ્રમુખપદ માટે ઓછામાં ઓછા ૫૦ ટકા મત મળવા જરૂરી છે ૧ કરોડ ૨૦ લાખ મતમાંથી ૬૦ લાખ કે તેથી વધુ મત મળે તે જ પ્રમુખપદે આવી શકે છે
દુબઈ : એક તરફ ઈરાન-ઈઝરાયલ સામે યુદ્ધે ચઢ્યું છે, બીજી તરફ હુથી રમખાણકારોનો આતંક વધી રહ્યો છે તેની વચ્ચે ઈરાનમાં યોજાયેલી પ્રમુખપદની ચૂંટણીમાં બે મુખ્ય હરીફો કટ્ટરવાદી સઈદ જલીલી અને સુધારાવાદી મસૂદ પેઝેશ્કીયાન વચ્ચે 'કાંટે કી ટક્કર' જામી હતી. તેમાં શનિવારે પ્રાપ્ય ગણતરી પ્રમાણે કટ્ટરવાદી જલીલીને ૪૮ લાખ મત મળ્યા છે. જ્યારે સુધારાવાદી પેઝેશ્કીયાનને ૫૩ લાખ મત મળ્યા છે તેમ છતાં તેઓ પ્રમુખ તરીકે જાહેર થઈ શક્યા નથી કારણ કે, ઈરાનના સંવિધાન પ્રમાણે પ્રમુખપદ માટે ઓછામાં ઓછા ૫૦ ટકા કે તેથી વધુ મત મળવા અનિવાર્ય છે. એટલે કે ૧ કરોડ ૨૦ લાખ મતમાંથી ઓછા ૬૦ લાખ મત મળવા અનિવાર્ય છે.
આ ઉપરથી સીધુ તારણ તે છે કે, હવે આગામી સપ્તાહે કે તે પછી ઈરાનમાં પ્રમુખપદની ફેર ચૂંટણી કરવી જ પડશે.
આ ચૂંટણીમાં એક અન્ય ઉમેદવાર કટ્ટરપંથી મોહમ્મદ બધેર કૈફને ૧૬ લાખ મત મળ્યા છે, જ્યારે શિયા-પંથી ધર્મગુરૂ મુસ્તફા પૌર મોહમ્મદીને ૯૫,૦૦૦ મત મળ્યા છે.
ઈરાનના પૂર્વ પ્રમુખ રાયસીનું મે ૧૯, ૨૦૨૪ના દિને હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યું થયું હોવાથી આ ચૂંટણીઓ યોજવી પડી છે.
ઈરાન બે વિરોધાભાસી પરિબળોથી ચકરાવે ચઢેલું છે. એક તરફ તેણે એટમિક રીએકટર્સ બનાવ્યાં છે અને એટમ બોમ્બ બનાવી રહ્યું છે. એવું પણ કહેવાય છે કે તેણે ૩ એ-બોમ્બ જેટલું સમૃદ્ધ યુરેનિયમ (યુ-૨૩૦) પ્રાપ્ત કરી લીધું છે. (બનાવી લીધું છે) તો બીજી તરફ મહિલાઓને ત્યાં મતાધિકાર નથી, તેમજ બુરખા ફરજિયાત છે.
ઈરાન અમેરિકાનું કટ્ટર દુશ્મન છે, રશિયાએ તેણે બનાવેલાં ડ્રોન વિમાનો વેચે છે.