પ્રમુખ યૂન સત્તાભ્રષ્ટ થયા : હવે દક્ષિણ કોરિયા કયા માર્ગે જશે ?
અંતરિય પ્રમુખ હાન-ડકસૂએ અમેરિકાના પ્રમુખ બાયડેન સાથે ફોન પર વાત કરી ઃ કહ્યું કે દ.કોરિયા અને યુ.એસ.ના સંબંધો યથાવત્ જ રહેશે
શનિવારે પ્રમુખ યૂનને મહિભિયોગ દ્વારા સત્તા પરથી દુર કરાયા પછી વડાપ્રધાન હાન ડક-સૂને અંતરિય પ્રમુખપદ સંસદે સોંપ્યુ હતું. આ સાથે મુખ્ય વિપક્ષ તેમજ અન્ય નાના વિપક્ષોએ પણ કહ્યું હતું કે તે સમયે વડાપ્રધાન પદે રહેલા, હાને, પ્રમુખ યૂનના ડિસેમ્બર ૩ ના લશ્કરી કાયદાના આપેલા આદેશમાં સાથ આપવા માટે સંસાદ પ્રમુખ હાન ડકસૂ ઉપર ઈમ્પીયમેન્ટ (મહાભિયોગ) નહીં કરે.
દરમિયાન પ્રમુખ હાને, અમેરિકાના પ્રમુખ જો બાયડેન સાથે ફોન ઉપર વાત કરી હતી અને કહ્યું હતું કે દક્ષિણ કોરિયા, તેની વિદેશ નીતિ અને સંરક્ષણ નીતિ યથાવત્ ચાલુ રાખશે અને બંને દેશો વચ્ચેના સંબંધો સતત વિકસતા રહેશે.
તેના ઉત્તરમાં જો બાયડેને કહ્યું હતું કે અમેરિકા અને દક્ષિણ કોરિયાના સંબંધો તો બખ્તર બંધ છે. તે હજી વધુ વિકસશે. હવે દક્ષિણ કોરિયામાં કાયદાનું અનુશાસન આવી ગયું છે અને કાર્યવાહી પ્રમુખ હાનના સમયમાં પણ તે મજબૂત બનશે. તેમજ બંને દેશો ઈન્ડો-પેસિફિક વિસ્તારમાં શાંતિ સલામતી અને સમૃદ્ધિ વિકસાવામાં પરસ્પરને સહાયક બની રહેશે.