પ્રમુખ રાનીલ વિક્રમ સિંઘેએ શ્રીલંકાના તમામ રાજકીય પક્ષોને રાષ્ટ્રીય સરકાર રચવા આમંત્ર્યા
- સાંસદોને લખેલા પત્રમાં જણાવ્યું : આર્થિક કટોકટીને લીધે જે રાજકીય અને સામાજિક અશાંતિ ઊભી થઈ છે તે દૂર કરવી જ પડે
કોલંબો : શ્રીલંકાના પ્રમુખ રાનીલ વિક્રમ સિંઘેએ તમામ રાજકીય પક્ષોના સાંસદોને પત્ર લખી સર્વપક્ષીય સરકાર રચવા આમંત્રણ આપ્યું છે અને દેવાળીયા થઈ ગયેલા દેશને સૌથી ખરાબ આર્થિક કટોકટીમાંથી બહાર કાઢવા સહભાગી પ્રયત્નો કરવા અનુરોધ કર્યો છે.
શુક્રવારે લખેલા આ પત્રમાં તેઓએ જણાવ્યું હતું કે દેશમાં ઊભી થયેલી સૌથી ગંભીર આર્થિક કટોકટીને લીધે ઉભી થયેલી રાજકીય અને સામાજિક અશાંતિમાંથી દેશને બહાર કાઢવા અને ધીમે ધીમે યથાવત્ પરિસ્થિતિ સ્થાપવા માટે સરકાર સતત પ્રયત્નો કરી જ રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સૌથી પહેલી જરૂરિયાત સુવ્યવસ્થિત, આર્થિક કાર્યક્રમનો અમલ કરવાની છે. આર્થિક સ્થિરતા માટે કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે, સાથે પ્રાથમિક પગલાંઓ પણ લેવામાં આવી રહ્યાં છે.
રેનિલ વિક્રમ સિંઘેએ આ સાથે જણાવ્યું હતું કે તે માટે સંસદમાંના તમામ રાજકીય પક્ષોના સાંસદો તથા એક્સપર્ટ-ગૂ્રપ્સ અને સિવિલ સોસાયટીનું પ્રદાન પણ અનિવાર્ય છે.
આ ઉપરાંત દેશનાં સંવિધાનમાં કરાયેલા ૧૯માં સુધારાને ફરી અમલી કરવાનો પણ અનુરોધ કરતાં તેઓએ તે માટે પ્રત્યેક પક્ષ સાથે મંત્રણા કરવા સૂચન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ૨૦૧૫માં સંવિધાનમાં કરાયેલો આ સુધારો ૧૯-A-પ્રમુખના એક્ઝિક્યુટીવ પાવર્સને ...... નાખે છે. વાસ્તવમાં વિક્રમ સિંઘેએ જ આ સુધારો રજૂ કર્યો હતો.