શું બાઈડન પ્રમુખ તરીકે નિર્ણયો લેવા માટે સક્ષમ છે? ડોકટરોની ટીમે અઢી કલાક સુધી ચેક અપ બાદ આપ્યો આવો રિપોર્ટ

Updated: Feb 29th, 2024


Google NewsGoogle News
શું બાઈડન પ્રમુખ તરીકે નિર્ણયો લેવા માટે સક્ષમ છે? ડોકટરોની ટીમે અઢી કલાક સુધી ચેક અપ બાદ આપ્યો આવો રિપોર્ટ 1 - image

image : Twitter

વોશિંગ્ટન,તા.29 ફેબ્રુઆરી 2024,ગુરૂવાર

અમેરિકામાં આ વર્ષે થનારી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા વર્તમાન રાષ્ટ્રપતિ અને ડેમોક્રેટિક પાર્ટીના સંભવિત ઉમેદવાર જો બાઈડનની વધતી વયનો મુદ્દો જોર પકડી રહ્યો છે. કારણકે ઘણી વખત જોવા મળ્યુ છે કે, બાઈડન સ્પીચ આપતી વખતે નામ ભુલી જતા હોય છે અથવા ભળતા જ નામનો ઉલ્લેખ કરતા હોય છે. વિમાનની સીડી પરથી કે સાયકલ પરથી પણ તેઓ પડી ગયા હોવાના દ્રશ્યો ભૂતકાળમાં જોવા મળ્યા હતા.

એ પછી ...શું અમેરિકા જેવા દેશ માટે મહત્વના નિર્ણયો લેવા માટે બાઈડન ફિટ છે ખરા? તેવા પૂછાઈ રહેલા સવાલો વચ્ચે હવે ડોકટરોએ તેનો જવાબ મેળવવા માટે રાષ્ટ્રપતિનુ ચેક અપ કર્યુ છે. મેડિકલ ચેક અપ દરમિયાન બાઈડને ટકોર પણ કરી હતી કે, મને લાગે છે કે હું હજી યુવાન લાગુ છું. બાઈડનનુ અઢી કલાક સુધી વોલ્ટર રીડ નેશનલ મિલટરી મેડિકલ સેન્ટરમાં ચેક અપ કરવામાં આવ્યુ હતુ.

વ્હાઈટ હાઉસના ડોકટરોએ મેડિકલ ચેક અપ બાદ બાઈડનને ફિટ જાહેર કરી દીધા છે. દર વર્ષે થતા ચેક અપના ભાગરુપે થયેલી શારીરિક તપાસ બાદ ડોકટરોએ આપેલા રિપોર્ટમાં કહેવાયુ છે કે, રાષ્ટ્રપતિ સ્વસ્થ છે અને પોતાની ફરજો અદા કરવા માટે સક્ષમ છે.

ડોકટરોએ રિપોર્ટમાં કહ્યુ છે કે, 81 વર્ષીય બાઈડન સ્વસ્થ, સક્રિય અને શારીરિક રીતે મજબૂત છે અને રાષ્ટ્રપતિ તરીકેની  પોતાની ફરજ નિભાવવા માટે સંપૂર્ણપણે ફિટ છે.


Google NewsGoogle News