બાઈડેને લોથ મારી, ઝેલેન્સ્કીને 'પુતિન' તો કમલા હેરિસને 'ટ્રમ્પ' ગણાવ્યાં, NATOની બેઠકમાં બની ઘટના
Joe Biden News | અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેને NATOની બેઠક દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને રાષ્ટ્રપતિ પુતિન તો એક પ્રેસ કોન્ફરન્સમાં કમલા હેરિસને ટ્રમ્પ ગણાવી દીધા હતા. તેમણે આ પ્રકારની લોથ એવા સમયે મારી છે જ્યારે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં તેમની ઉમેદવારી સામે પહેલાંથી જ સવાલો ઊઠી રહ્યા છે.
🚨🇺🇸🇺🇦 Holy shit! Biden just introduced Zelensky as “PRESIDENT PUTIN.”
— Jackson Hinkle 🇺🇸 (@jacksonhinklle) July 11, 2024
“And now I want to hand it over to the President of Ukraine... ladies and gentlemen - President Putin.”
pic.twitter.com/0E2NPDbVAq
ઝેલેન્સ્કીને પુતિન ગણાવ્યાં
બાઈડેનની આ પ્રકારની ભૂલોને કારણે જ હવે તેમના સમર્થકો પણ તેમણે રાષ્ટ્રપતિ પદની રેસમાંથી ખસી જવા અપીલ કરી રહ્યા છે. અમેરિકામાં વોશિંગ્ટનમાં નાટો દેશોની એક બેઠક ચાલી રહી હતી. આ બેઠકમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી પણ આવ્યા હતા. બાઈડેને બેઠક દરમિયાન જ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને ભૂલથી રાષ્ટ્રપતિ પુતિન કહી દીધા હતા. જોકે થોડીક જ વારમાં ભાન થતાં તેમણે પોતાની ભૂલ સુધારી હતી. તેમની આ ભૂલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો.
પુતિનને હરાવવા પર સમગ્ર ધ્યાન : બાઈડેન
જો બાઈડેન નાટોના મંચ પર ઊભા થઈને ભાષણ આપી રહ્યા હતા ત્યારે બાજુમાં જ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી ઊભા હતા. ત્યારે ઝેલેન્સ્કીનું સ્વાગત કરતાં બાઈડેને તેમને રાષ્ટ્રપતિ પુતિન ગણાવી દીધા. પછી માઈક છોડીને જવા લાગ્યા. એટલામાં પાછા આવ્યા અને પછી ભૂલ સ્વીકારતાં કહ્યું કે મારું સમગ્ર ધ્યાન પુતિનને હરાવવા પર છે.