Get The App

વધુ એક મહાયુદ્ધના ભણકારા? USની ચેતવણી છતાં પીછેહટ કરવા તૈયાર નથી ઈરાન, ઈઝરાયલ પણ તૈયાર

Updated: Oct 27th, 2024


Google NewsGoogle News
વધુ એક મહાયુદ્ધના ભણકારા? USની ચેતવણી છતાં પીછેહટ કરવા તૈયાર નથી ઈરાન, ઈઝરાયલ પણ તૈયાર 1 - image


Israel-Iran War : ઈઝાયલે ઈરાન પર હુમલો કર્યા બાદ બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. ઈઝરાયલે 25 ઓક્ટોબરે ઈરાનના અનેક સૈન્ય ઠેકાણાંઓ અને મિસાઈલ ઉત્પાદન કરતા એકમોને નિશાન બનાવ્યા હતા. આ હુમલામાં ઈરાનના ઘણા સૈન્ય અધિકારીઓના મોત હોવાના અહેવાલો સામે આવ્યા હતા. આ હુમલા બાદ હવે અમેરિકાનું નામ ચર્ચાઈ રહ્યું છે.

મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધના ભણકારા

હુમલા બાદ અમેરિકા (America)એ ઈરાનને બદલો ન લેવાની ચેતવણી આપી છે, તો બીજીતરફ ઈરાન પણ બદલો લેવા માટે કુદમકુદ કરી રહ્યું છે. ઈરાને કહ્યું છે કે, અમે અમારી સુરક્ષા માટે કાર્યવાહી કરતા રહીશું. ઈરાનના નિવેદન બાદ મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે.

આ પણ વાંચો : અમેરિકા વધુ બે દેશો વચ્ચે યુદ્ધ ભડકાવશે? હથિયારોનું મોટું ભંડાર આપતાં 'ડ્રેગન' અકળાયું, આપી ધમકી

અમેરિકાએ શું કીધું

ઈરાનની ધમકી બાદ અમેરિકાના સંરક્ષણ સચિવ લૉયડ જે.ઑસ્ટિને ચેતવણી આપતા કહ્યું છે કે, ઈરાને ઈઝરાયેલના હુમલાનો વળતો જવાબ આપવાની બચવું જોઈએ, કારણ કે આ મોટી ભૂલ સાબિત થઈ શકે છે. અમેરિકાએ એવી પણ ચેતવણી આપી છે કે, તે બંને દેશો વચ્ચેનો તણાવ વધારશે.

ઈરાને પરમાણુ કાર્યક્રમની બિલ્ડિંગને નિશાન બનાવ્યું

ઈઝરાયલના હુમલાની કેટલીક સેટેલાઈટ તસવીરો સામે આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ ઈઝરાયેલી સેનાએ પરમાણુ હથિયાર વિકાસ કાર્યક્રમ હેઠળના બંધ બિલ્ડિંગને નિશાન બનાવ્યું છે. અન્ય અહેવાલો મુજબ ઈરાનના બેલેસ્ટિક મિસાઈલ માટેના સૉલિડ ફ્યૂલનું ઉત્પાદન કરતી બિલ્ડિંગને પણ નિશાન બનાવાયું છે. ઈઝરાયેલે ઈરાનના એક વિશાળ સૈન્ય પરિસર પર હુમલો કર્યો છે.

આ પણ વાંચો : ઈઝરાયલનો કહેર યથાવત્, શરણાર્થીઓના કેમ્પ પર હવાઈ હુમલો, 36 પેલેસ્ટિનીઓના મોત

ઈઝરાયેલનું 'ઓપરેશન ડેઝ ઓફ રેપેન્ટન્સ'

ઈઝરાયલી સેનાએ શનિવારે સવારે તેહરાન નજીક અને પશ્ચિમ ઈરાનમાં મિસાઇલ ફેક્ટરીઓ અને અન્ય સાઈટ્સ પર આક્રમક હુમલો કર્યો હતો. સેનાએ કહ્યું કે, તહેરાન દ્વારા પહેલી ઓક્ટોબરના રોજ 200થી વધુ મિસાઈલથી ઈઝરાયેલ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેનો અમે બદલો લીધો. ઈઝરાયલે આ ઓપરેસનને 'ઓપરેશન ડેઝ ઓફ રેપેન્ટન્સ' નામ આપ્યું હતું.


Google NewsGoogle News