લોસ એન્જલસની આગથી ભયભીત થઈ પ્રીતિ ઝિન્ટા, કહ્યું- ક્યારેય નહોતું વિચાર્યું આવો દિવસ આવશે
Preity Zinta Gives Update on ongoing los Angeles Wildfires : Los Angelesમાં છેલ્લા છ દિવસથી ભયંકર આગ લાગી છે. વિનાશના આ દ્વશ્યો દેશ અને દુનિયાના મીડિયા દ્વારા આપણા સુધી પહોંચી રહ્યા છે. LA માં લાગેલી આગ અંગે તાજેતરમાં પ્રીતિ ઝિન્ટાએ પ્રત્યક્ષદર્શીનું વર્ણન કર્યું છે. પ્રીતિએ લોસ એન્જલસ સ્થિત નાણાકીય વિશ્લેષક જીન ગુડઈનફ સાથે લગ્ન કર્યા છે. પ્રીતિ આ દિવસોમાં ત્યાં છે. જો કે, પ્રીતિએ પોતાની પોસ્ટમાં જણાવ્યું કે, તે તેના પરિવાર સાથે સુરક્ષિત છે.
મેં ક્યારેય વિચાર્યું ન હતું કે, હું આવો દિવસ પણ જોઈશ
12 જાન્યુઆરીએ સવારે પ્રીતિએ ટ્વિટર પર એક લાંબી પોસ્ટમાં લખ્યું હતું કે, 'મેં ક્યારેય વિચાર્યું ન હતું કે, હું એવો દિવસ પણ જોઈશ કે, LAમાં અમારી આસપાસના વિસ્તારોમાં આગ લાગશે. મારા મિત્રો અને પરિવારોને કાં તો ઘર ખાલી કરવા પડી રહ્યા છે અથવા તેમને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. આકાશ ધુમાડા જેવા રંગનું થઈ ગયું છે અને બરફની જેમ રાખ જમીન પર પડી રહી છે. એ વાતનો ડર લાગી રહ્યો છે કે, આ પવન અને આ આગ બંધ નહીં થાય તો શું થશે?
પ્રીતિએ આગળ લખ્યું છે કે,
"મારી આસપાસનું દ્રશ્ય જોઈને મને ખૂબ જ દુઃખી છું. પણ હું ભગવાનનો આભાર માનવા માંગુ છું કે, અમે હજુ સુધી સુરક્ષિત છીએ. આ આગમાં જેમણે કંઈક ગુમાવ્યું છે, અથવા પોતાના સ્થાનથી વિસ્થાપિત થયા છે, તેમની સાથે મારી સંવેદના છે. આશા છે કે ટૂંક સમયમાં આ પવન ધીમો પડી જશે અથવા બંધ થઈ જશે અને આગ કાબુમાં આવી જશે. ફાયર વિભાગ અને તે દરેક લોકોનો પણ આભાર કે જેઓએ બીજાઓના જીવ બચાવવાના પ્રયાસમાં લાગી ગયા છે. તમે બધા પણ તમારી જાતને સુરક્ષિત રાખો.
12000 થી વધુ ઇમારતો બળીને ખાખ થઈ ગઈ છે
અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના લોસ એન્જલસ શહેરના જંગલોમાં લાગેલી આગ સતત ફેલાઈ રહી છે. મૃત્યુઆંક વધીને 16 થયો છે. તેમજ 5 લોકોના પેલિસેડ્સની આગના કારણે 5 મૃત્યુ થયું છે. અને ઇટન આગને કારણે 11ના મોત થયા છે, તો 12000 થી વધુ ઇમારતો બળીને ખાખ થઈ ગઈ છે. 2 લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા છે અને 36,000 એકરથી વધુ જમીન આગમાં લપેટાઈ ગઈ છે. કેલાબાસાસ નજીક કેનેથની આગ 80 ટકા અને સાન ફર્નાન્ડો ખીણમાં હર્સ્ટની આગ 76 ટકા કાબુમાં આવી ગઈ છે.
આ પણ વાંચો : લોસ એન્જલસમાં 12000 ઈમારતો રાખ, મૃત્યુઆંક 16, હવામાન વિભાગની ડરામણી આગાહીથી ટેન્શન!
દુનિયાભરના લોકો આ આગ ઓલવાઈ જાય તેના માટે સતત પ્રાર્થના કરી રહ્યા છે. ઘણા સ્ટાર્સ અને રાજકારણીઓ પણ આ આગથી અસરગ્રસ્ત લોકોને દરેક શક્ય રીતે મદદ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કેટલીક જગ્યાએથી દાન પણ આપવામાં આવી રહ્યું છે.