શક્તિશાળી સૌર તોફાન પૃથ્વી સાથે અથડાયું, કમ્યુનિકેશન સેટેલાઈટ અને પાવર ગ્રિડ્સને નુકસાનની ભીતિ
Image Source: Twitter
Solar Storm: શુક્રવારે એક શક્તિશાળી સૌર તોફાન પૃથ્વી સાથે અથડાયું હતું. છેલ્લા બે દાયકામાં આ પૃથ્વી સાથે અથડાયેલું આ સૌથી શક્તિશાળી સૌર તોફાન હતું. તેના કારણે તસ્માનિયાથી લઈને બ્રિટન સુધી આકાશમાં જોરદાર વીજળી ત્રાટકી હતી. આ સૌર તોફાનની અસર સપ્તાહના અંત સુધી રહેશે અને તેની અસરથી ઘણી જગ્યાએ કમ્યુનિકેશન સેટેલાઈટ અને પાવર ગ્રીડને નુકસાન થઈ શકે છે. નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (NOAA) ના સ્પેસ વેધર પ્રિડિક્શન સેન્ટર પ્રમાણે અનેક કોરોનલ માસ ઈજેક્શનના કારણે પૃથ્વી પર આ તોફાન આવ્યું છે. સૂર્યની સપાટી પરથી પ્લાઝ્મા અને ચુંબકીય ક્ષેત્રને નીકળવાને કોરોનલ માસ ઈજેક્શન કહેવામાં આવે છે.
છેલ્લી વાર ઓક્ટોબર 2003માં ધરતી સાથે અથડાયુ હતું શક્તિશાળી તોફાન
આ પહેલા ઓક્ટોબર 2003માં એક સૌર તોફાન પૃથ્વી સાથે અથડાયુ હતું. આ સૌર તોફાનને હેલોવીન તોફાન નામ આપવામાં આવ્યું હતું અને તેના કારણે આખા સ્વીડનમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને આ સાથે જ દક્ષિણ આફ્રિકામાં પાવર ગ્રિડ્સને પણ મોટા પાયે નુકસાન થયું હતું. NOAAનું અનુમાન છે કે, આવનારા દિવસોમાં વધુ સૌર તોફાનો આવી શકે છે. સૌર તોફાનના કારણે ઓસ્ટ્રેલિયા અને ઉત્તર યુરોપમાં ધ્રુવીય જ્યોતિ (Auroras)ઘટનાઓ જોવા મળી હતી. ધ્રુવીય જ્યોતિની ઘટનામાં સૂર્યમાંથી આવતા પાર્ટિકલ્સ જ્યારે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશ કરે છે ત્યારે તેના કારણે જે પ્રતિક્રિયા આવે છે તેની અસરથી સૂર્યમાંથી આવતા પાર્ટિકલ્સ ચમકદાર રંગ-બેરંગી રોશનીના રૂપમાં નજર આવે છે.
આ વિસ્તારો પર થશે તોફાનની અસર
રીડિંગ યુનિવર્સિટીમાં અંતરિક્ષ ભૌતિકીના પ્રોફેસરનું કહેવું છે કે, સૌર તોફાનની અસર સૌથી વધુ પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ અક્ષાંશો પર અનુભવાશે પરંતુ તે કેટલી દૂર સુધી ફેલાશે તે તોફાનની અંતિમ તાકાત પર નિર્ભર રહેશે. અમેરિકામાં ઉત્તરી કેલિફોર્નિયા અને અલબામા જેવા રાજ્યોમાં આ સૌર તોફાનની અસર જોવા મળશે. સૌર તોફાન પૃથ્વી પરના ચુંબકીય ક્ષેત્રને પ્રભાવિત કરે છે અને તેના કારણે ઉર્જા કેન્દ્રોને નુકસાનની આશંકા છે. આ સાથે જ વિમાનોમાં પણ રેડિયેશનની અસરને કારણે સમસ્યા થઈ શકે છે. અતંરિક્ષ યાત્રીઓની સુરક્ષાનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને તમામ જરૂરી સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. નાસા અતંરિક્ષ યાત્રીઓને સ્ટેશનની અંદર જ રહેવા માટે કહેવામાં આવી શકે છે.
અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી તોફાન જેને કેરિંગટન ઈવેન્ટના નામથી ઓળખાય છે. આ તોફાન સપ્ટેમ્બર 1859માં ધરતી સાથે અથડાયુ હતું. આ તોફાનની અસરથી ટેલિગ્રાફ લાઈનોમાં અત્યધિક કરંચના કારણે ટેકનિશિયનોને વીજળીને જોરથી ઝટકો લાગ્યો હતો અને કેટલાક ટેલિગ્રાફ સાધનોમાં આગ પણ લાગી ગઈ હતી.