Get The App

ઈરાનમાં ગેસ લીક થતાં ભયંકર વિસ્ફોટ, 50 લોકોનાં મોતથી હાહાકાર, 20થી વધુ ઈજાગ્રસ્ત થયા

Updated: Sep 22nd, 2024


Google NewsGoogle News
ઈરાનમાં ગેસ લીક થતાં ભયંકર વિસ્ફોટ, 50 લોકોનાં મોતથી હાહાકાર, 20થી વધુ ઈજાગ્રસ્ત થયા 1 - image


Explosion In Iran: લેબેનોનમાં ઈરાન સમર્થિક હિઝબુલ્લાહ સંગઠન અને ઈઝરાયલ વચ્ચે છંછેડાયેલા ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાનથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં પૂર્વ ઈરાનમાં મિથેન ગેસ લીક થવાને કારણે એક કોલસાની ખાણમાં ભયંકર વિસ્ફોટ થયો હતો. જેમાં 50થી વધુ લોકો અત્યાર સુધીમાં જીવ ગુમાવી ચૂક્યા છે જ્યારે અન્ય 20 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. 

ઈરાનમાં ગેસ લીક થતાં ભયંકર વિસ્ફોટ, 50 લોકોનાં મોતથી હાહાકાર, 20થી વધુ ઈજાગ્રસ્ત થયા 2 - image

ખાણમાં 70થી વધુ લોકો કામ કરી રહ્યા હતા

સરકારી મીડિયાના અહેવાલો અનુસાર, આ દુર્ઘટના ઈરાનની રાજધાની તહેરાનથી લગભગ 540 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં સ્થિત તાબાસમાં બની હતી. શનિવારે મોડી રાત્રે થયેલા પ્રચંડ વિસ્ફોટ બાદ ઇમરજન્સી કર્મચારીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. વિસ્ફોટ સમયે લગભગ 70 લોકો ત્યાં કામ કરી રહ્યા હતા. સરકારી ટીવી અનુસાર ખાણમાં 24 લોકો ફસાયેલા છે.

આ પણ વાંચો: અમેરિકામાં ગોળીબારની ભયાનક ઘટના, 4 લોકોનાં મોત, ડઝનેકથી વધુ ઈજાગ્રસ્ત થયા

રાષ્ટ્રપતિએ આપ્યા મદદના આદેશ 

પ્રાંતીય ગવર્નર મોહમ્મદ જાવેદ કેનાતે સરકારી ટીવીને જણાવ્યું હતું કે, 50 લોકો મૃત્યુ પામી ચૂક્યા છે અને 20 ઈજાગ્રસ્ત થયા છે. ઈરાનના નવા રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાને ફસાયેલા લોકોને બચાવવા અને તેમના પરિવારોને મદદ કરવાનો આદેશ આપ્યો હતો. આ સાથે ઘટનાની તપાસ ચાલુ છે એવી પણ તેમણે જાણકારી આપી હતી.

ઈરાનમાં ગેસ લીક થતાં ભયંકર વિસ્ફોટ, 50 લોકોનાં મોતથી હાહાકાર, 20થી વધુ ઈજાગ્રસ્ત થયા 3 - image



Google NewsGoogle News