Get The App

તાઈવાન બાદ જાપાનમાં ફરી ધરા ધ્રુજી, 6.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો

Updated: Apr 4th, 2024


Google NewsGoogle News
તાઈવાન બાદ જાપાનમાં ફરી ધરા ધ્રુજી, 6.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો 1 - image


Earthquake News: તાઈવાનમાં બુધવારે વિનાશક ભૂકંપ બાદ હવે જાપાનની ફરી એકવાર ધરા ધ્રૂજી છે. આજે જાપાનના પૂર્વ કિનારે 6.3ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપનો આંચકો અનુભવાયો છે. અગાઉ બે દિવસ પહેલા જ ઉત્તરી જાપાનના ઇવાતે અને ઓમોરી (Iwate and Aomori) પ્રાંતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

તાઈવાનમાં ભૂંકપથી અનેક ઈમારતો ધરાશાયી થઈ હતી

તાઈવાનમાં બુધવારે સવારે 7.7નો ભૂકંપ આવ્યો હતો. જેમાં પાટનગર તાઈપેમાં અનેક ઇમારતો ધરાશાયી થઇ હતી. ત્યારે હવે જાપાનમાં જાપાનના પૂર્વ કિનારે 6.3ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપ બાદ ફરીવાર  પેસિફિક પ્રદેશમાં સિસ્મિક પ્રવૃત્તિમાં વધારો થવાની ચિંતા વધી છે. જો કે હજુ સુધી  કોઈ મોટી જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી. જાપાનમાં, ભૂકંપ પ્રતિરોધક ઇમારતો અને નિયમિત આપત્તિ કવાયત દ્વારા આવી ઘટનાઓ માટે વ્યાપક તૈયારીઓ કરવામાં આવે છે. તેમ છતાં, કુદરતની અણધારીતા સામે હંમેશા સજાગ રહેવું જરૂરી છે. આ ઘટના માત્ર તાઈવાન અને જાપાન માટે જ નહીં પરંતુ સમગ્ર પ્રશાંત ક્ષેત્રના દેશો માટે ચેતવણી સમાન છે.

તાઇવાનમાં ભૂકંપથી તબાહી

તાઈવાનમાં 25 વર્ષમાં આવેલા સૌથી ભયાનક ભૂકંપમાં બુધવારે નવ લોકોના મોત થયા હતા અને એક હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા. એક મહિલા સહિત બે ભારતીયો ગુમ થયાના સમાચાર છે. ભૂકંપ મોનિટરિંગ એજન્સીએ જણાવ્યું હતું કે ભૂકંપની તીવ્રતા 7.7 હતી, જ્યારે યુએસ સર્વેમાં તેને 7.4 દર્શાવવામાં આવી હતી. ભૂકંપને કારણે 70 લોકો વિવિધ સ્થળોએ અટવાયા હતા. આ ભૂકંપનું કેન્દ્ર હુઆલીનમાં જમીનથી 35 કિમી નીચે નોંધાયું હતું.

તાઈવાન બાદ જાપાનમાં ફરી ધરા ધ્રુજી, 6.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો 2 - image


Google NewsGoogle News