અજબ-ગજબ: કેન્સરના દર્દીને લાગી રૂ. 11,000 કરોડની લોટરી; અડધા પૈસા કરી દીધા દાન
Powerball winners: મહેનત કરીને વ્યક્તિ પોતાની કિસ્મતને પણ બદલી શકે છે. ક્યારેક વ્યક્તિની કિસ્મત બની જાય તો તેને લાખો કે કરોડો રૂપિયાની લૉટરી પણ લાગી જતી હોય છ. જો ક્યારેક લાખો રૂપિયાની લૉટરી લાગી જાય તો તો લોકો પોતાની કિસ્મત પર ભરોસો પણ નથી કરી શકતા કે તે તેમના પર આટલી મહેરબાન થઇ શકે. આવી જ એક લૉટરી લાગી છે. પોર્ટલેન્ડના ચેંગ ચાર્લી સૈફનને (46 વર્ષ) કરોડો રૂપિયાની લૉટરી લાગી છે.
અડધા પૈસા મિત્રને દાન કરશે
ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર, ચાર્લીએ પાવરબોલ લોટરી રમી હતી. આ કારણે તેનું નસીબ ખુલ્યું અને તે જીતી ગયો. લોટરીની ઈનામી રકમ 1.3 અબજ ડોલર છે. જો ભારતીય રૂપિયામાં વાત કરીએ તો તે 10,845 કરોડ રૂપિયા છે. ટેક્સ બાદ તેમને કુલ 3,522 કરોડ રૂપિયા મળશે.
કેન્સરથી પીડિત ચાર્લી
ચાર્લી 8 વર્ષથી કેન્સરથી પીડિત છે. ઓરેગોન લોટરી દ્વારા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં તેણે આ તમામ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, હું અને મારી 37 વર્ષીય પત્ની ડુઆન પેન સેફન અડધા પૈસા લઈ રહ્યા છે. બાકીના પૈસા મારા મિત્ર 55 વર્ષની લાઇઝા ચાઓને આપવા માંગુ છું. જેણે $100 સાથે લોટરીની ટિકિટ ખરીદવામાં મદદ કરી હતી.
લાઇઝાએ ચાર્લીને એક દિવસ પહેલા ટિકિટોની તસવીર શેર કરી હતી અને કહ્યું હતું કે, તે હવે અબજોપતિ બની ગયો છે. ચાર્લી ત્યારે આના મજાક સમજી રહ્યો હતો.
ચાર્લી સૈફન પોતાના અને પોતાના પરિવાર માટે સારા ડૉક્ટરની શોધમાં છે. ચાર્લી વિચારી રહ્યો છે કે બધા પૈસા ખર્ચવા માટે સમય કેવી રીતે કાઢવો. તેઓ એ બાબતે પણ ચિંતિત છે કે, કેટલો સમય જીવી શકશે. અને આ બઝા જ પૈસા ખર્ચ કરી શકાશે કે નહીં?
ઓરેગોન લોટરી અનુસાર, $1.3 બિલિયનની લોટરી ઇતિહાસનો ચોથો સૌથી મોટો પાવરબોલ જેકપોટ છે. અમેરિકન લોટરી રમતોમાં આઠમું સૌથી મોટું ઇનામ છે. 2022માં કેલિફોર્નિયામાં જીતવામાં આવેલી સૌથી મોટી અમેરિકન લોટરી જેકપોટની કિંમત 2.04 બિલિયન ડોલર એટલે કે, 16 હજાર કરોડ રૂપિયા હતી.