Get The App

20 થી વધુ દેશોમાં ભગવાન રામની ટપાલ ટિકિટ, માનવતાના આદર્શ રામનું દુનિયાને પણ આકર્ષણ

વિવિધ દેશોની સંસ્કૃતિ પર રામાયણનો ઉંડો પ્રભાવ રહયો છે.

સ્ટેમ્પ ઐતિહાસિક ઘટનાઓને ભાવિ પેઢી સુધી પહોંચાડવાનું માધ્યમ

Updated: Jan 22nd, 2024


Google NewsGoogle News
20 થી વધુ દેશોમાં ભગવાન રામની ટપાલ ટિકિટ,  માનવતાના આદર્શ રામનું દુનિયાને પણ આકર્ષણ 1 - image


નવી દિલ્હી,22 જાન્યુઆરી,2024,સોમવાર 

રામ જન્મભૂમિ મંદિર પર ૬ સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી છે જેમાં રામમંદિરની ડિઝાઇન, ચોપાઇ મંગલ ભવન, સૂર્ય, સરયૂ નદી અને મંદિર આસપાસની મૂર્તિઓ દ્વષ્યમાન થાય છે,

આ ઉપરાંત વિશ્વ ભરમાં ભગવાન રામ પર ટપાલ ટિકિટો જોવા મળે છે જેમાં અમેરિકા, ન્યૂઝીલેન્ડ, સિંગાપુર, કેનેડા, ઓસ્ટ્રેલિયા,ફિજી, ઇન્ડોનેશિયા, શ્રીલંકા, ગુયાના, સિંગાપુર અને કંબોડિયા સહિતના ૨૦ થી વધુ દેશોનો સમાવેશ થાય છે. ભગવાન શ્રીરામ, માતા સીતા અને રામાયણની કથાઓ સમય, સમાજ,જાતિ,ધર્મ અને ક્ષેત્રની સીમાઓથી પર રહી દરેક વ્યકિત સાથે જોડાયેલી છે. સૌથી મુશ્કેલ સમયમાં ત્યાગ, બલિદાન,એકતા અને હિંમતની પ્રેરણા રામાયણમાંથી મળે છે. રામાયણ સમગ્ર માનવતાને પોતાની સાથે જોડે છે.

20 થી વધુ દેશોમાં ભગવાન રામની ટપાલ ટિકિટ,  માનવતાના આદર્શ રામનું દુનિયાને પણ આકર્ષણ 2 - image

આથી જ તો માનવતાના આદર્શ રામની રામાયણનું સમગ્ર વિશ્વને આકર્ષણ રહયું છે. વિશ્વના વિવિધ દેશો  અને સંસ્કૃતિઓમાં રામાયણને લઇને ઉત્સાહ જોવા મળી રહયો છે.જયાં ભારતીયો વસે છે તે દેશોની સંસ્કૃતિ પર રામાયણનો ઉંડો પ્રભાવ રહયો છે. પોસ્ટેજ સ્ટેમ્પ ઐતિહાસિક ઘટનાઓને ભાવિ પેઢી સુધી પહોંચાડવા માટેના માધ્યમ તરીકે પણ કામ કરે છે.તેથી જયારે કોઇ પોસ્ટેજ સ્ટેમ્પ સાથે પત્ર અથવા વસ્તુ મોકલશો છો ત્યારે ઇતિહાસનો એક ભાગ પણ મોકલો છો. સ્ટેમ્પ માત્ર કાગળનો ટુકડો નથી પરંતુ ઇતિહાસના પુસ્તકો,કલાકૃતિઓ અને ઐતિહાસિક સૌથી નાનું સ્વરુપ પણ છે.  



Google NewsGoogle News