પાકિસ્તાનમાં 'લઘુમતી' હિન્દુઓની વસતી ઘટી, ખ્રિસ્તીઓની વધી, વસતી ગણતરીના રિપોર્ટમાં ખુલાસો
The population of Hindus in Pakistan declined: ઈસ્લામિક રાષ્ટ્ર પાકિસ્તાનમાં હિન્દુઓની વસતી 2017માં 35 લાખથી વધીને 2023માં 38 લાખ થઈ છે. આ સાથે તે દેશમાં સૌથી મોટો લઘુમતી સમાજ છે તેમ ગયા વર્ષની વસતી ગણતરીના સત્તાવાર ડેટામાં જણાવાયું છે.
પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક રિપોર્ટ જાહેર
પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક (પીબીએસ)એ ગુરુવારે 7મો વસતી અને મકાન ગણતરી 2023 રિપોર્ટ જાહેર કર્યો હતો તેમ ડૉન અખબારે જણાવ્યું હતું. દેશની કુલ વસતી 2023માં 24.04 કરોડ છે.
અન્ય ધર્મોની વસતીમાં છેલ્લા છ વર્ષમાં વધારો
આ વસતી ગણતરી અહેવાલ મુજબ ઈસ્લામિક રાષ્ટ્રમાં મુસ્લિમોની વસતી 2017માં કુલ વસતીને 96.47 ટકાથી ઘટીને 2023માં 96.35 ટકા થઈ હતી, જ્યારે બધા જ અન્ય મહત્વના ધર્મોની વસતીમાં છેલ્લા છ વર્ષમાં વધારો થયો છે.
આ પણ વાંચો: અમેરિકાની ચાલબાજીનો જવાબ રશિયા પરમાણુ હુમલાથી આપશે, પાછા નહીં હટીએ
જોકે, કુલ વસતીની ટકાવારીમાં તેમના હિસ્સામાં મિશ્ર ચિત્ર જોવા મળી રહ્યું છે. પાકિસ્તાનમાં હિન્દુઓની વસતી વર્ષ 2017માં 35 લાખથી વધીને 2023માં 38 લાખ થઈ હતી, પરંતુ કુલ વસતીમાં તેમનો હિસ્સો 1.73 ટકાથી ઘટીને 1.61 ટકા થયો હતો, જે દર્શાવે છે કે ઈસ્લામિક દેશમાં અન્ય લઘુમતી સમાજોની વસતીમાં સૌથી વધુ ઝડપી વધારો થયો છે.