Get The App

પોપ ફ્રાંસિસનું 88 વર્ષની વયે નિધન, વેટિકન સિટીમાં લીધા અંતિમ શ્વાસ

Updated: Apr 21st, 2025

GS TEAM


Google News
Google News
પોપ ફ્રાંસિસનું 88 વર્ષની વયે નિધન, વેટિકન સિટીમાં લીધા અંતિમ શ્વાસ 1 - image


Pope Francis Passes Away: ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું 88 વર્ષની વયે નિધન થયું. તેમને ફેફસાની બીમારીને કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોપ ફ્રાન્સિસ ન્યુમોનિયાથી પીડિત હતા. તેમણે વેટિકન સિટીમાં અંતિમ શ્વાસ લીધા છે. તેમના નિધનથી કેથલિક સમુદાયમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પોપ ફ્રાન્સિસને 14મી ફેબ્રુઆરીએ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમની સ્થિતિમાં સુધારો થયો ન હતો.

પોપ ફ્રાન્સિસ જેસુઇટ ઑર્ડરના પ્રથમ પોપ હતા. તે 8મી સદી પછી યુરોપની બહારના પ્રથમ પોપ હતા. આર્જેન્ટિનાના બ્યુનોસ એરેસમાં જોર્જ મારિયો બર્ગોગ્લિયો તરીકે જન્મેલા પોપ ફ્રાન્સિસને 1969માં કેથોલિક પાદરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 28મી ફેબ્રુઆરી 2013ના રોજ પોપ બેનેડિક્ટ XVIના રાજીનામા બાદ એક પોપ કોન્ક્લેવે કાર્ડિનલ બર્ગોગ્લિઓને તેમના અનુગામી તરીકે ચૂંટાયા હતા. તેમણે 13મી માર્ચે સેન્ટ ફ્રાન્સિપાલના સન્માનમાં તેમના નામની પસંદગી કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોપ ફ્રાન્સિસના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X'પર પોસ્ટ કરીને લખ્યું કે, 'પોપ ફ્રાન્સિસના નિધનથી મને ખૂબ જ દુઃખ થયું છે. આ દુઃખની ઘડીમાં વિશ્વભરના કેથલિક સમુદાય પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. પોપ ફ્રાન્સિસને વિશ્વભરના લાખો લોકો હંમેશા કરુણા, નમ્રતા અને આધ્યાત્મિક હિંમતના પ્રતીક તરીકે યાદ રાખશે.'


Tags :