દારૂ God Gift છે, તે એટલા માટે આપવામાં આવ્યું કારણ કે....: પોપ ફ્રાન્સિસનું ચોંકાવનારું નિવેદન

- અગાઉ 2016માં ધર્મગુરુએ કહ્યું હતું કે દારૂ લગ્ન સમારોહનો મહત્વપૂર્ણ ભાગ છે

Updated: Jan 27th, 2024


Google NewsGoogle News
દારૂ God Gift છે, તે એટલા માટે આપવામાં આવ્યું કારણ કે....: પોપ ફ્રાન્સિસનું ચોંકાવનારું નિવેદન 1 - image


નવી દિલ્હી, તા. 27 જાન્યુઆરી 2024, શનિવાર

કેથોલિક ચર્ચના વર્તમાન પ્રમુખ, રોમના બિશપ અને વેટિકન સિટી રાજ્યના સાર્વભૌમ પોપ ફ્રાન્સિસનું તાજેતરનું નિવેદન ખૂબ ચર્ચામાં છે. પોપ ફ્રાન્સિસે દારૂ ને ઈશ્વરની ભેટ ગણવી છે.

87 વર્ષીય પોપે કહ્યું કે, દારૂ ભગવાન દ્વારા આપવામાં આવેલી એક ભેટ છે અને તે આપણને એટલા માટે સોંપવામાં આવી કારણ કે, આપણે તેને ખુશીનો સાચો સ્ત્રોત માનીએ છીએ. તેમણે આગળ લોકોને મજાકમાં કહ્યું કે, આ નશામાં ધૂત પોપ જેવી વાત લાગે છે. ઈટાલિયન શરાબ ઉત્પાદકોએ વેટિકનમાં તેમની સાથે એક ખાનગી બેઠક દરમિયાન યુરોપિયન આરોગ્ય ચેતવણીઓ વિરુદ્ધ લડાઈ દરમિયાન તેમના નિવેદનની પ્રશંસા કરી હતી.

અગાઉ યૌન સુખને ભગવાનની ભેટ ગણાવી હતી

થોડા દિવસો પહેલા તેમણે કહ્યું હતું કે યૌન સુખ પણ ભગવાનની ભેટ છે. પોપે વેટિકનમાં ભીડને કહ્યું હતું કે સેક્સનો આનંદ માળવો અને પ્રેમની રક્ષા કરવી તેમનું કર્તવ્ય છે કારણ કે તેના વિના જીવન દુ:ખદ અને એકલતાથી ભરપૂર બની જશે. તેમણે આગળ કહ્યું હતું કે, ખ્રિસ્તી ધર્મમાં સેક્સયુઅલ ઈન્સ્ટિંક્ટની કોઈ નિંદા કરવામાં નથી આવી. 

પોપે કહ્યું કે, દારૂ, જમીન, કૃષિ કૌશલ્ય અને ઉદ્યોગસાહસિકતા એ ભગવાનની ભેટ છે. તે આપણને સોંપવામાં આવ્યા છે કારણ કે, આપણી સંવેદનશીલતા અને પ્રામાણિકતાથી આપણે તેને ખુશીના સાચા સ્ત્રોત બનાવીએ છીએ. તેમણે તેમને પર્યાવરણ અને પોતાના મજૂરો સાથે આદર સાથે વર્તન કરવાની સાથે-સાથે હેલ્ધી ડ્રિન્કિંગ હેબિટને પ્રોત્સાહિત કરવા પણ જણાવ્યું હતું.

અગાઉ 2016માં ધર્મગુરુએ કહ્યું હતું કે દારૂ લગ્ન સમારોહનો મહત્વપૂર્ણ ભાગ છે. તેણે કહ્યું હતું કે, એક લગ્નની પાર્ટીમાં શરાબ ન હોવાથી નવપરિણીત કપલને શરમ અનુભવવી પડે છે. કલ્પના કરો કે તમે ચા પીતા પીતા લગ્નની પાર્ટી પૂરી કરો થો તો કેવું હશે.


Google NewsGoogle News