AQI 1900 ને વટાવી જતાં હોસ્પિટલમાં દર્દીઓનો ખડકલો, પાકિસ્તાનના લાહોરમાં પ્રદૂષણ જીવલેણ બન્યું
Worst Air Quality in Pakistan: એક તરફ ભારતમાં દિલ્હી પ્રદૂષણની બાબતમાં પ્રથમ સ્થાને છે, તો પાકિસ્તાનનું લાહોર હાલમાં વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર બની ગયું છે. જ્યાં સર્વત્ર ઝેરી ધુમ્મસના કારણે લોકો પરેશાન છે. એક રિપોર્ટ અનુસાર, અહેવાલો અનુસાર, શ્વાસ લેવામાં તકલીફ, અસ્થમા અને અન્ય શ્વસન સમસ્યાઓના કારણે લગભગ 15,000 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
એક સમયે હરિયાળી અને સુંદર બગીચાઓ માટે જાણીતું લાહોર હવે વાયુ પ્રદૂષણને કારણે શ્વાસ લેવું મુશ્કેલ બની રહ્યું છે. આ સમસ્યાના મુખ્ય કારણોમાં વાહનોનો ધુમાડો, બાંધકામના સ્થળો પરથી ઉડતી ધૂળના કણો અને ઔદ્યોગિક પ્રદૂષણ છે.
સ્થિતિ ન સુધરે ત્યાં સુધી એર પ્યુરિફાયરનો ઉપયોગ કરવો
આરોગ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો સ્થિતિ વધુ વણસી શકે છે. આથી સરકારે પ્રદૂષણના મુખ્ય સ્ત્રોતોની ઓળખ કરીને તેના પર નિયંત્રણ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.
આવી સ્થિતિમાં, માસ્ક પહેરવું, ઘરની અંદર રહેવું અને એર પ્યુરિફાયરનો ઉપયોગ કરવો જરૂરી છે. લાહોરના લોકો અને વહીવટીતંત્રે સાથે મળીને આ સંકટનો સામનો કરવો પડશે જેથી કરીને શહેરની હવાની ગુણવત્તા સુધરી શકે અને રહેવાસીઓના સ્વાસ્થ્યને સુરક્ષિત કરી શકાય.
બાળકો અને હૃદયરોગના દર્દીઓને વધુ સમસ્યા
રિપોર્ટ્સ અનુસાર લાહોરની હોસ્પિટલો સૂકી ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, ન્યુમોનિયા અને છાતીમાં ચેપથી પીડિત દર્દીઓથી ભરેલી છે.
પાકિસ્તાનના તબીબી નિષ્ણાત અશરફ ઝિયાએ ચેતવણી આપી છે કે અસ્થમા અને હૃદય રોગથી પીડિત બાળકો અને દર્દીઓ ધુમ્મસના સીધા સંપર્કમાં ન આવે. 10 નવેમ્બરના રોજ પાકિસ્તાનના પંજાબ પ્રદેશના ભાગોમાં હવાની ગુણવત્તા સૂચકાંક 1900થી ઉપર નોંધાયો હતો. જોકે, 12 નવેમ્બરે હવાની ગુણવત્તા સૂચકાંક 604 માપવામાં આવ્યો હતો, જે ખૂબ જ સંવેદનશીલ છે.
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટમાં એક પછી એક બે બોમ્બ ધડાકા, બ્રાઝિલમાં મચ્યો ખળભળાટ
લગ્નો પર 3 મહિનાનો પ્રતિબંધ
નાસાના મોડરેટરે કહ્યું કે, નવેમ્બરની શરૂઆતમાં ઉત્તર પાકિસ્તાનમાં ધુમ્મસની જાડી ચાદર છવાઈ ગઈ છે. જેના કારણે હવાની ગુણવત્તા બગડી છે, શાળાઓ બંધ કરી દેવામાં આવી અને સેંકડો લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. પાકિસ્તાન સ્મોગ સંકટને પહોંચી વળવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યું છે. જેના ભાગરૂપે ત્યાંની સરકારે લગ્નો પર 3 મહિનાનો પ્રતિબંધ લાદ્યો છે.