Get The App

હત્યા કરવી કે નહીં? સિક્કો ઉછાળી નક્કી કર્યું અને પછી દુષ્કર્મ આચર્યું, પોલેન્ડની ચોંકાવનારી ઘટના

Updated: Feb 2nd, 2025


Google NewsGoogle News
હત્યા કરવી કે નહીં? સિક્કો ઉછાળી નક્કી કર્યું અને પછી દુષ્કર્મ આચર્યું, પોલેન્ડની ચોંકાવનારી ઘટના 1 - image


Poland  Women Murder : પોલેન્ડથી એક ભયાનક ઘટના સામે આવી છે જેને સાંભળીને તમે આશ્વર્યચકિત પામશો. પોલિશ વ્યક્તિએ એક છોકરીને મારવા માટે સિક્કો ઉછાળ્યો, પછી તેના મૃતદેહ સાથે દુષ્કર્મ આચર્યું. સ્થાનિક વેબસાઇટ એસ્કાના રિપોર્ટ અનુસાર આરોપીએ જે ખુલાસો કર્યો કે તે વધુ આશ્વર્યચકિત કરી દેનારો હતો. તે વ્યક્તિએ ખુલાસો કર્યો કે છોકરી તેને રસ્તામાં મળી હતી, જેને ઘરમાં બોલાવીને લાવ્યો, જ્યાં તેની હત્યા કરીને તેની લાશ સાથે દુષ્કર્મ આચર્યું હતું. 

યુવતીના મર્ડર પહેલાં આરોપીએ ઉછાળ્યો સિક્કો

પોલેન્ડની સ્થાનિક વેબસાઇટ એસ્કાના રિપોર્ટ અનુસાર 18 વર્ષની છોકરીનું નામ વિક્યોરિયા કોઝીલ્સ્કા છે. જે એક દિવસ પોલિશ શહેર કૈટોવિસમાં એક પાર્ટીથી ઘરે પરત ફરી રહી હતી, જ્યારે તેની પાસે માટેઉઝ હેપા આવી, જેણે હમણાં હમણાં એક કાર ગેરેજમાં પોતાની શિફ્ટ પુરી કરી હતી. 

ડેલી મેલના રિપોર્ટ અનુસાર હેપા વિક્ટોરિયાને ફોસલાવીને પોતાના એપાર્ટમેન્ટમાં લઇ ગયો, જ્યાં તે સુઇ ગઇ. પછી આરોપીએ યુવતી સાથે નિર્દયતાપૂર્વક મારઝૂડ કરી અને પછી દોરડાં વડે ગળું દબાવીને તેને મારી નાખી, ત્યારબાદ તેના મૃતદેહને પ્લાસ્ટિકની થેલીમાં  પેક કર્યો અને પોલીસનો સંપર્ક કર્યો હતો. 

બેસ્ટસેલિંગ પુસ્તક 'ધ ડાઇસ મેન' ની કહાનીને પુનરાવર્તિત કરતાં 20 વર્ષીય હત્યારાએ કહ્યું કે મેં એક સિક્કો ઉછાળ્યો, જે હેડ પડ્યો, એટલે મે તેને મારી નાખી. જો તે ટેલ પડ્યો હોત તો તે પણ જીવતી હોત. યુવતીની લાશ મળ્યાના થોડા કલાકો પછી તે વ્યક્તિને પકડી લીધો. તેણે પોલીસે કહ્યું કે મને હત્યા કરવાની જરૂરિયાત જણાઇ.  

મેં તેને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે...

ગત અઠવાડિયે ગ્લિવિસની કોર્ટમાં ગેરેજમાં કામ કરનાર કર્મચારીએ જણાવ્યું કે ઓગસ્ટ 2023ની હત્યા પહેલાં તે કોઇની હત્યા કરવાનો પ્લાન બનાવી રહ્યો હતો અને તેને શિકારની શોધમાં શહેરમાં સમય વિતાવ્યો હતો. યુવતીના દુખી માતા-પિતાની વાત સાંભળ્તાં તેણે જણાવ્યું કે મેં તેને ઘર જવાનો અથવા મારી સાથે રહેવાનો આપ્યો હતો. તેણે મારી સાથે રહેવાનો નિર્ણય કર્યો. અમે બેસ્યા અને વાતો કરી, પછી તે સુઇ ગઇ. 

હું રૂમમાં આમતેમ આંટા મારતો રહ્યો, પછી તેને જગાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ હું જગાડી શક્યો નહી. પછી મેં એક સિક્કો ઉછાળ્યો, જે હેડ તરફ જમીન પર પડ્યો, એટલા માટે તેને મારી  નાખી. મને ખબર ખબર નથી કે મેં આમ કેમ કર્યું. કેટલીક વસ્તુઓ બસ થઇ જાય છે અને મારો તેના પર કોઇ કાબૂ હોતો નથી. 

તેને માર્યા બાદ મેં તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો: આરોપી

ક્યારેક-ક્યારેક હું મુશ્કેલ નિર્ણયો લેવા માટે સિક્કાનો ઉપયોગ કરું છું. હું તેની છાતી પર બેસી ગયો અને તેનું ગળું દબાવવા લાગ્યો. મેં ગળું દબાવવાનો વિકલ્પ પસંદ કર્યો કારણ કે તેમાં લોહી નીકળતું નથી. તેણે શ્વાસ લેવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેની પાસે લડવાની તાકાત ન હતી. તેણે સંઘર્ષ કર્યો, પરંતુ ઘણું મોડું થઇ ગયું હતું. 

તેની હત્યા કર્યા બાદ, મેં તેના કપડાં ઉતાર્યા અને પછી તેની સાથે દુષ્કર્મ આચર્યું. પછી મેં કપડાં પહેર્યા અને લાશને સંતાડવાનો પ્રયત્ન કર્યો. હું વિચારી શકતો ન હતો. મેં લાશને બેગમાં રાખી, તેને ધાબળમાં વીંટી અને તેને સળગાવવાનો પ્લાન ઘડ્યો. મને લાગ્યું કે હત્યા કર્યા બાદ મને સારું ફીલ થશે. 

જ્યારે તેને કોર્ટમાંથી બહાર લઇ જવામં આવ્યો, તો પીડિતના મિત્રોએ બૂમો પાડતાં કહ્યું કે 'તારે મરી જવું જોઇએ.' સ્થાનિક મીડિયાએ જણાવ્યું કે હેપાએ પોતાના જીવ લેવા અંગે વિચાર્યું હતું, પરંતુ અંતે તેણે આમ ન કરવાનો નિર્ણય કર્યો અને પોલીસનો સંપર્ક કર્યો. તે ગત વર્ષથી કસ્ટડીમાં છે. ગ્લીવિસમાં પહેલી સુનાવણી 8 જાન્યુઆરીએ થઇ હતી અને કેસ 12 ફેબ્રુઆરીના રોજ ફરીથી શરૂ થશે, જેમાં હેપાને આજીવન કારાવાસની સજા થઇ શકે છે. 


Google NewsGoogle News