VIDEO | ચકલીઓનો આવો અવાજ સાંભળી પોલીસનું ટેન્શન વધ્યું, સોશિયલ મીડિયા પર ચર્ચા છંછેડાઈ

Updated: Apr 13th, 2024


Google NewsGoogle News
VIDEO | ચકલીઓનો આવો અવાજ સાંભળી પોલીસનું ટેન્શન વધ્યું, સોશિયલ મીડિયા પર ચર્ચા છંછેડાઈ 1 - image


Image Source: Twitter

Birds has learnt to mimic the sound of a police siren: ઘણી વખત કોઈ પશુ અથવા તો કોઈ પક્ષીની બુદ્ધિ આપણને એવી રીતે ચોંકાવી દે છે કે, તે એક ચર્ચાનો વિષય બની જાય છે. કારણ કે, ઘણા પશુ-પક્ષીઓ ખૂબ જ વિકસિત બુદ્ધિ ધરાવે છે. તાજેતરમાં જ યુકેના એક ટાઉનની પોલીસ સાથે આવી જ ઘટના ઘટી હતી. પોલીસ તે સમયે હેરાન રહી ગયા જ્યારે તેમણે પોતાની એક વર્ક શોપની બહાર કેટલીક ચકલીઓને નોટિસ કરી. પોલીસ દ્વારા ટ્વીટર પર શેર કરવામાં આવેલા એક વીડિયોમાં એક વૃક્ષ પર કેટલીક ચકલીઓ બેઠી છે. આ ચકલીઓ જે અવાજ કરી રહી છે તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. કારણ કે, ચકલીઓનો આ અવાજ પોલીસના અલ-અલગ પ્રકારના સાયરનનો છે.

આ ચકલીઓએ પોલીસ સાયરનની નકલ કરી

ચકલીઓનો આ અવાજ પોલીસના અલ-અલગ પ્રકારના સાયરનનો છે. આપણે ઘણી વખત કોયલને છંછેડવા માટે તેની નકલ કરીએ છીએ. આ ચકલીઓ પણ સાયરનની એવી જ રીતે નકલ કરી રહી હતી જેમ કે, તે માણસોની મજા ન લઈ રહી હોય. વીડિયોના કેપ્શનમાં પોલીસે લખ્યું કે, અમારી વર્કશોપમાં જ્યાં અમે પોલીસકર્મચારીઓ માટે બે પ્રકારના સાયરન ટેસ્ટ કરી રહ્યા હતા ત્યાં આ ચકલીઓ અમને ચુપચાપ ઓબઝર્વ કરી રહી હતી અને હવે તે એકદમ એ જ પ્રકારનો અવાજ હવે કરી રહી છે. 

પોલીસની આ પોસ્ટ પર અનેક લોકો કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- આ તમારી પોલીસની કોઈ સ્પેશિયલ બ્રાન્ચ લાગે છે. બીજાએ લખ્યું કે, 'શંકાસ્પદ પર પોલીસની નકલ કરવાનો આરોપ લાગવો જોઈએ, અનેય એક યુઝરે લખ્યું- આ તો ટેન્શન વાળી વાત છે આ ચકલીઓ ગુનેગારોને એલર્ટ કરી શકે છે.

એક યુઝર્સે આ પક્ષીની ઓળખ સ્ટાર્લિંગ તરીકે કરી

એક યુઝર્સે નકલ કરનારા આ પક્ષીની ઓળખ સ્ટાર્લિંગ તરીકે કરી છે. તેમણે કહ્યું કે આ પક્ષીને નકલચી માનવામાં આવે છે. તેઓ અન્ય પક્ષીઓના અવાજો, મશીનના અવાજો અને મોટરસાયકલ તથા ચાની કીટલીઓ જેવી અન્ય વસ્તુઓના અવાજો પણ કાઢી શકે છે. ઓલ અબાઉટ બર્ડ્સ પ્રમાણે તેઓ ટૂંકી પૂંછડીઓ, ત્રિકોણાકાર પાંખો વાળા કાળા પક્ષીઓ છે. આ પક્ષીઓ શિયાળા દરમિયાન સફેદ ધબ્બાઓથી ઢંકાય જાય છે અને ઉનાળામાં કાળા અને ચમકદાર બની છે.



Google NewsGoogle News