સીડની શોપીંગ મોલમાં છરા બાજીનો સીલસીલો પોલીસે પાછળ પડી ઠાર કર્યો : તેની સહિત 6નાં મોત

Updated: Apr 14th, 2024


Google NewsGoogle News
સીડની શોપીંગ મોલમાં છરા બાજીનો સીલસીલો પોલીસે પાછળ પડી ઠાર કર્યો : તેની સહિત 6નાં મોત 1 - image


- હત્યારો હજી ઓળખી શકાયો નથી : હત્યાઓ પાછળનો હેતુ પણ જાણી શકાયો નથી : 6 માળના મોલમાં પાંચમા માળે જતાં તેને મહિલા પોલીસે ઠાર કર્યો

સીડની : સીડનીનાં બોન્ડી જંકશન વેસ્ટફીલ્ડ સ્થિત છ માળનાં શોપિંગ સેન્ટરમાં આજે બપોરે ૪ વાગે (સીડની સમય પ્રમાણે) છરા બાજીના બનાવો બન્યા સાથે ગોળીમારી પણ થઈ, જેમાં છરાબાજી કરનાર સહિત કુલ છનાં મૃત્યુ થયાં હતાં. મરનારાઓમાં એક મહિલા અને એક બાળક પણ સમાવિષ્ટ છે.

આ છરાબાજી કરનાર શખ્સનું નામ જાણી શકાયું નથી, તેમજ છરાબાજી કરવા પાછળનો તેનો હેતુ પણ જાણી શકાયો નથી. તેમ સીડનીના આસીસ્ટન્ટ કમીશનર ઓફ પોલીસ એન્થની કૂકે જણાવ્યું હતું. સાથે કહ્યું હતું કે આ ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે, પરંતુ પ્રાથમિક વિગતો ઉપરથી તારણ મળી રહ્યું છે કે તે હત્યારો કોઈ ટોળકી કે જૂથ સાથે જોડાયેલો ન હતો તેણે માત્ર પોતાના આધારે જ આ હત્યાઓ કરી હતી. આથી હવે આ હત્યાઓની પાછળ પાછળ બીજી હત્યાઓ થવાની ભીતિ રહી નથી. તેઓએ વધુમાં કહ્યું કે આ છરાબાજી શરૂ થઇ તે સાથે શોપિંગ મોલમાં હાહાકાર મચી ગયો હતો. અફડા તફડી થઇ ગઈ હતી. ગ્રાહકો જ્યાં મળે ત્યાં બચાવ માટે છૂપાઈ રહ્યા હતા.

આ છરાબાજીથી પાંચનાં તો મોત થયાં હતાં તેમજ અન્ય કેટલાએને ઇજાઓ પણ થઇ હતી. ઘાયલ થયેલા તે સર્વેને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. આ ઘાયલ થેયેલા પૈકી ઘણાને ગંભીર ઇજાઓ થઇ હતી. તેથી છરાબાજીથી થયેલાં મૃત્યુનો આંક વધવા સંભવ છે તેમ પણ એન્થની કૂકે પત્રકારોને જણાવ્યું હતું.

આ હત્યારો કઇ રીતે ખતમ કરાયો તેની વિગતો આપતાં કૂકે જણાવ્યું હતું કે હત્યારો ચોથા માળથી પાંચમા માળે જતો હતો ત્યારે એક મહિલા પોલીસ અધિકારીએ તેનો પીછો કર્યો તેથી કેટલાંક પગથિયાં ચઢી તે હત્યારો અચાનક પાછો ફરી તે મહિલા પોલીસ અધિકારીની સામે થવા ગયો. (તેમને પણ છરો મારવા ગયો) ત્યારે તે અધિકારીએ તેમની રીવોલ્વરમાંથી ગોળી છોડતાં તે હત્યારો ત્યાં જ ખતમ થઇ ગયો.

આમ હજી સુધીમાં આ છરાબાજી અને પછી થયેલા ગોળીબારને લીધે કુલ છનાં મોત નોંધાયાં છે તેમ પણ એ.એસ.પી.એન્થની કૂકે પત્રકારોને કહ્યું હતું.


Google NewsGoogle News