Get The App

પોલેન્ડ અને બાલ્ટિક સ્ટેટ્સનો રશિયાની સરહદે ડિફેન્સ-લાઈન રચના યુરોપીય યુનિયનને અનુરોધ

Updated: Jun 28th, 2024


Google NewsGoogle News
પોલેન્ડ અને બાલ્ટિક સ્ટેટ્સનો રશિયાની સરહદે ડિફેન્સ-લાઈન રચના યુરોપીય યુનિયનને અનુરોધ 1 - image


- પોલેન્ડ, લિયુમાનિયા, લેટવિયા અને ઇસ્ટોનિયાએ રશિયા-બેલરૂસ સરહદે સેના ગોઠવવા ઇ.યુ.ને કહ્યું

બુ્રસેલ્સ : પોલેન્ડ, લિયુયાનિયા, લેટમિયા અને ઇસ્ટોનિયાએ બુધવારે યુરોપીય યુનિયનને અનુરોધ કર્યો હતો કે તે ઇ.આ. બાલ્ટિક-રાજ્યોની રશિયા અને બેલારૂસ તરફની સરહદે ડીફેન્સ લાઈન રચી દેવી. જેથી તે રાષ્ટ્રો તેમજ યુરોપીય યુનિય પણ સંરક્ષિત રહે. તેમને તે બંને દેશો તરફથી ઊભી થતી લશ્કરી તેમની અન્ય કાર્યવાહીમાંથી બચાવ મળે. આજે બુ્રસેલ્સમાં યોજાનારી યુરોપીય યુનિયનના ૨૭ દેશોની પરિષદમાં તે ચારે રાષ્ટ્રોના પત્ર ઉપર ચર્ચા થવાની છે. તે રાષ્ટ્રોએ યુરોપીય યુનિયન પાસે લશ્કરી તેમજ નાણાંકીય સહાયની પણ માગણી કરી છે.

આ પત્રમાં તે ચારે રાષ્ટ્રોએ રશિયા અને બેલારૂસ તરફથી આવતી લશ્કરી તેમજ સંકટ (હાઈબ્રીડ) ભીતિ સામે પણ તેમને રક્ષવા એ ૪૫ કરોડ જનતાનાં જૂથને વિનંતી કરી છે.

હાઈબ્રીડ થ્રેટ એટલે લશ્કરી તથા બિન-લશ્કરી ભીતિઓનો સમુચ્ચય જેમાં ખોટી માહિતીનાં પ્રસારણ સાબર-એટકેસ, આર્થિક દબાણો અને વિસ્થાપિતોને તેમની સરહદોમાં ઘૂસાડવાની ગતિવિધિઓ આવૃત્ત છે.

આ વિનંતી અંગે યુરોપીય રાજ્યપુરૂષોએ આકલન બાંધ્યું છે કે આવી ડીફેન્સ-લાઈન માટે ઓછામાં ઓછા ૨.૫ બિલિયન ડોલર્સ જરૂરી છે.

ગ્રીસ અને પોલેન્ડ તો ઇઝરાયલે એર-ડીફેન્સ સીસ્ટીક દ્વારા રચાયેલાં આર્યન-ડોમ જેવી સંરક્ષણ વ્યવસ્થા ઉભી કરવા માટે પણ અનુરોધ કર્યો હતો.


Google NewsGoogle News