Get The App

'POK ભારતનો અભિન્ન અંગ..', યુએઈના ડેપ્યુટી PM એ જાહેર કર્યો નકશો, પાકિસ્તાનને મોટો ઝટકો

UAEએ કાશ્મીરમાં કર્યું મોટું રોકાણ

Updated: Sep 15th, 2023


Google News
Google News
'POK ભારતનો અભિન્ન અંગ..', યુએઈના ડેપ્યુટી PM એ જાહેર કર્યો નકશો, પાકિસ્તાનને મોટો ઝટકો 1 - image


પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) કે જેને લઇ ભારત અને પકિસ્તાન વચ્ચે અવાનવાર સંધર્ષ ચાલતો જોવા મળે છે. આ મામલે હવે  સંયુક્ત આરબ અમીરાતનું પણ ભારતના સમર્થનમાં નિવેદન સામે આવાથી પાકિસ્તાનના પેટમાં દુખાવો થઇ શકે છે.  વાસ્તવમાં, સંયુક્ત આરબ અમીરાત કે જે પાકિસ્તાન સાથે સારા સંબંધ ધરાવે છે, તેણે સ્વીકાર્યું છે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) ભારતનો અભિન્ન અંગ છે. સંયુક્ત આરબ અમીરાતે નકશો બતાવીને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ જાહેર કર્યું છે જે પાકિસ્તાન માટે ઝટકો છે.

UAEએ POKને ભારતનો અભિન્ન અંગ ગણાવ્યો

એક અહેવાલ અનુસાર, UAEના નાયબ વડાપ્રધાન સૈફ બિન ઝાયેદ અલ નાહ્યાને નવી દિલ્હીમાં આયોજિત સમિટનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર બતાવવામાં આવ્યો છે. યુએઈના નાયબ વડાપ્રધાન દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં સમગ્ર કાશ્મીરને ભારતના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યું છે. તેમાં PoK અને અક્સાઈ ચીનના ભાગો પણ સામેલ છે. POK એ વિસ્તાર છે જેના પર પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબજો જમવામાં આવ્યો છે.

UAEએ કાશ્મીરમાં કર્યું મોટું રોકાણ 

UAEની એક રિયલ એસ્ટેટ કંપનીએ કાશ્મીરમાં અબજોનું રોકાણ કર્યું છે. દુબઈ સ્થિત UAEના રિયલ એસ્ટેટ ડેવલપર એમારે શ્રીનગરમાં એક મોલ બનાવવાનો કોન્ટ્રાક્ટ મેળવ્યો છે અને આ મોલ 10 લાખ ચોરસ કિલોમીટરમાં બનાવવામાં આવી રહ્યો છે.

Tags :