નેપાળના વડાપ્રધાને ભારતનું વધાર્યું ટેન્શન, આ મુદ્દે ચીનને જાહેરમાં સમર્થન આપી જિનપિંગના કર્યા ભરપુર વખાણ
PM Oli Supported China : નેપાળના વડાપ્રધાને કેપી શર્મા ઓલીએ ફરી એક વાર ચીનું સમર્થન કરીને ભારતનું ટેન્સન વધાર્યું છે. તેમણે કહ્યું કે, 'નેપાળમાં કોઈપણ પ્રકારની ચીન વિરોધ પ્રવૃત્તિ કરવા દઈશું નહીં. કાઠમાંડૂના બલુવતાર સ્થિત આવાસ પર ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીની કેન્દ્રીય સમિતિના સદસ્ય જિનિંગના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ સાથે વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ બેઠક યોજી હતી.'
ચીન પાસેથી નિરંતર સમર્થનની આશા
વડાપ્રધાને પ્રતિનિધિમંડળની બેઠક વખતે નેપાળમાં આર્થિક વિકાસ માટે ચીન પાસેથી નિરંતર સમર્થનની આશા વ્યક્ત કરી. વડાપ્રધાનના સચિવાલયમાં બોલાવવામાં આવેલી બેઠકમાં દ્વિપક્ષી સંબંધોને મજબૂત કરવા અને ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી અને નેપાળની કમ્યુનિસ્ટ પાર્ટી વચ્ચે સહયોગ વધારવા અંગે વાતચીત કરી હતી.
આ પણ વાંચો : યુક્રેનનો રશિયા પર ઘાતક હુમલો, 100 ડ્રોનથી હુમલો કરી મૉસ્કોમાં વિસ્ફોટક પ્લાન્ટ ઉડાવ્યો
બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય મુલાકાત થાય...
વડાપ્રધાને ઓલીએ સરકાર પાસેથી લોકો અને ઐતિહાસિક સંબંધોને વધારવાની સાથે-સાથે વ્યાપારમાં વધારો કરવા માટે બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય મુલાકાતોની જરૂરિયાત પર ધ્યાન દોર્યું. આ સાથે ચીનમાં ગરીબીને ઓછી કરવા અને સમગ્ર વિકાસમાં ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી અને રાષ્ટ્પતિ જિનપિંગના નેતૃત્વની પ્રશંસા કરવાની સાથે નેપાળમાં પણ આ પ્રકારની પ્રગતિ થાય તેવી આશા વ્યક્ત કરી.
તેમણે નેપાળની બે સૌથી મોટી પાર્ટીઓ CPN (UML) અને નેપાળી કોંગ્રેસ દ્વારા રચાયેલી ગઠબંધન સરકાર વિશે પણ પ્રતિનિધિમંડળને માહિતી આપી હતી. ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય ચેને નેપાળની ખુશી અને સમૃદ્ધિ માટે ચીનના સમર્થનની વાત કરી. તેમણે કહ્યું કે, ચીન હંમેશા નેપાળના રાજકીય પક્ષો દ્વારા લેવામાં આવેલા નિર્ણયોનું સન્માન કરશે.
આ બેઠકમાં વડાપ્રધાનના મુખ્ય સલાહકાર બિષ્ણુ પ્રસાદ રિમલ, CPN (UML) સચિવ અને વિદેશ વિભાગના વડા રઘુબીર મહાસેઠ અને નેપાળમાં ચીનના રાજદૂત ચેન સોંગ ઉપસ્થિત રહ્યા હતા.