બાંગ્લાદેશનાં વડાપ્રધાન શેખ હસીનાનું મોદી દ્વારા રાષ્ટ્રપતિ ભવનનાં પટાંગણમાં ભવ્ય સ્વાગત

Updated: Jun 22nd, 2024


Google NewsGoogle News
બાંગ્લાદેશનાં વડાપ્રધાન શેખ હસીનાનું મોદી દ્વારા રાષ્ટ્રપતિ ભવનનાં પટાંગણમાં ભવ્ય સ્વાગત 1 - image


- મોદીની 'પાડોશી-પહેલો' નીતિ સક્રિય રહી છે

- બંને નેતાઓ પહેલાં એક થી એક મંત્રણા કરશે પછી બંનેના પ્રતિનિધિ મંડળો પરસ્પર સાથે વિચાર-વિમર્શ કરશે

નવી દિલ્હી : બાંગ્લાદેશનાં વડાપ્રધાન શેખ હસીના ભારતની બે દિવસની મુલાકાતે આવ્યાં છે. તેઓનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવનનાં પટાંગણમાં ભવ્ય સ્વાગત કરાયું હતું. કેન્દ્રમાં એન.ડી.એ. સરકારની સ્થાપના પછી ભારતની મુલાકાતે આવેલાં શેખ હસીના સૌથી પહેલાં વિદેશી મહેમાન છે.

તેઓ રાષ્ટ્રપતિ ભવનનાં પટાંગણમાં આવી પહોંચ્યા ત્યારે ધ્વજધારી ઘોડે સ્વારોની ટુકડી સાથે તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું. રાષ્ટ્રપતિ ભવને પહોંચ્યા પછી શેખ હસીના રાજઘાટ પહોંચ્યા હતાં, જ્યાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિ ઉપર શ્રધ્ધાંજલિ અર્પી હતી. તે પછી ભવનની બાજુમાં રહેલાં હૈદરાબાદ હાઉસમાં એક થી એક મંત્રણા યોજી હતી. જેમાં પ્રાદેશિક ભાગીદારી વિષે ચર્ચા કરવામાં આવી હતી, અને બંને નેતાઓએ મેમોરેન્ડમ્ ઓફ અન્ડર સ્ટેડિંગ ઉપર હસ્તાક્ષરો કર્યા હતા. આ પછી બંને દેશોનાં પ્રતિનિધિ મંડળોએ પણ મંત્રણા કરી હતી. જેમાં બંને દેશોના વિદેશ મંત્રીઓએ નેતૃત્વ લીધું હતું.

સાંજના વડાપ્રધાન મોદીએ તેઓના માનમાં ભવ્ય ભોજન સમારંભ યોજ્યો હતો. આ પછી તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરની પણ સાંજે મુલાકાત લીધી હતી. વાસ્તવમાં શુક્રવારે સાંજે જ શેખ હસીના પાટનગર આવી પહોંચ્યા હતા, જ્યાં બાંગ્લાદેશના હાઈકમિશનની ઓફિસમાં ઉતર્યા હતાં જ્યાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે તેઓની મુલાકાત લીધી હતી.

શેખ હસીનાની આ મુલાકાતનું મહત્વ ઘણું છે. આ દ્વારા ભારત પાડોશી દેશોને ભારતનાં ખુલ્લાંપણાંનો સંદેશો પહોંચાડવા માગે છે. તેમાંએ ચીને બાંગ્લાદેશને સ્પર્શીને રહેલાં મ્યાનમારના સિત્વા બંદરે નૌકા મથક અને લશ્કરી તથા વિમાન મથક પણ સ્થાપી બંગાળના ઉપસાગર ઉપર ભીતિ ઊભી કરી દેતાં ભારતે બાંગ્લાદેશમાં ચતગાંવમાં પણ નૌકા મથક સ્થાપવા વિચાર્યું છે તે દ્રષ્ટિએ 'બંગ-બંધુ' શેખ મુજીબ-ઉર-રહેમાનનાં પુત્રી શેખ હસીનાની ભારતની મુલાકાત મહત્વની બની રહી છે.


Google NewsGoogle News