ઈઝરાયલના પીએમ નેતન્યાહુની ખુલ્લી ધમકી,કહ્યું-'હમાસ સાથે યુદ્ધ હજુ ઘણાં મહિનાઓ સુધી ચાલશે'
'હમાસ સાથેનું યુદ્ધ ચરમસીમાએ છે અને અમે તમામ મોરચે લડી રહ્યા છીએ': બેન્જામિન નેતન્યાહુ
Israel-Hamas War: ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા બે મહિનાથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં બંને પક્ષના હજારો લોકોના મૃત્યુ પામ્યા છે. હાલ આ યુદ્ધ શાંત પડે એવા અણસાર નથી. ત્યારે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઇજિપ્ત સાથેની ગાઝા પટ્ટી સરહદ પર ફરી નિયંત્રણ મેળવવાની પતિજ્ઞા લીધી છે. જેના કારણે હુમલા તેજ કરી દીધા છે.
ફિલાડેલ્ફિયા કોરિડોર અમારા નિયંત્રણમાં હોવું જોઈએ: નેતન્યાહૂ
ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ઈજિપ્ત અને ગાઝાની સરહદે ફિલોડેલ્ફિયા કોરિડોર બફર ઝોન અમારા નિયંત્રણમાં હોવું જોઈએ અને તેને બંધ કરી દેવું જોઈએ. તે સ્પષ્ટ છે કે, કોઈ અન્ય વ્યવસ્થા તેને ડિમિલિટરાઇઝેશનને સુનિશ્ચિત કરશે નહીં જે અમે ઈચ્છીએ છીએ.
નેતન્યાહૂએ જણાવ્યું હતું કે, યુદ્ધ ચરમસીમાએ છે અને અમે તમામા મોરચે લડી રહ્યા છે. જીત મેળવવા હજુ સમય લાગશે. ઈઝરાયલના સુરક્ષા દળો કહેવું છે કે, યુદ્ધ હજુ ઘણાં મહિના સુધી ચાલુ રહશે.
નેતન્યાહૂએ ઈરાનને આપી ધમકી
બેન્જામિન નેતન્યાહૂએ ઈઝરાયલ-લેબનોન સરહદે લગભગ દરરોજ થતા ગોળીબાર પર ઈરાન પર હુમલો કરવાની ધમકી આપી હતી. તેમણે કહ્યું કે,જો હિઝબુલ્લાહ યુદ્ધને આગળ વધારશે તો તેનો એવો ઝટકો લાગશે કે, જેની તેણે કલ્પના પણ નહીં કરી હોય.