મને દુઃખ થયું કે અમારા મિત્ર પણ...', નેતન્યાહૂએ ભારતને લઈને આપ્યું મોટું નિવેદન

Updated: Oct 31st, 2023


Google NewsGoogle News
મને દુઃખ થયું કે અમારા મિત્ર પણ...', નેતન્યાહૂએ ભારતને લઈને આપ્યું મોટું નિવેદન 1 - image

Image Source: Twitter

- નેતન્યાહૂએ 27 ઓક્ટોબરના રોજ સંયુક્ત રાષ્ટ્રમાં લાવવામાં આવેલા પ્રસ્તાવને ગંભીર રીતે ખામીયુક્ત ગણાવ્યો

નવી દિલ્હી, તા. 31 ઓક્ટોબર 2023, મંગળવાર

હમાસે 7 ઓક્ટોબરના રોજ ઈઝરાયેલ પર અચાનક હુમલો કર્યો હતો અને ત્યારબાદ ઈઝરાયેલે યુદ્ધનું એલાન કર્યું હતું. આ યુદ્ધ હવે ગંભીર બનતું જઈ રહ્યુ છે. ત્યારે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે દુશ્મની સમાપ્ત કરવા તાત્કાલિક સંઘર્ષ વિરામનું આહવાન કરવામાં આવ્યુ હતું. ભારતે આ પ્રસ્તાવથી અંતર જાળવી રાખ્યુ હતું. ત્યારબાદ હવે ઈઝરાયેલના વડા પ્રધાન નેતન્યાહૂએ ભારતના વલણ અંગે મોટું નિવેદન આપ્યુ છે. ગઈ કાલે તેમણે કહ્યું હતું કે, કોઈ પણ સભ્ય દેશ જેમાં ભારત પણ સામેલ છે તેઓ આ પ્રકારની બર્બરતાને સહન નહીં કરે.

ઈઝરાયેલના વડાપ્રધાને 27 ઓક્ટોબરના રોજ સંયુક્ત રાષ્ટ્રમાં લાવવામાં આવેલા પ્રસ્તાવને ગંભીર રીતે ખામીયુક્ત ગણાવ્યો છે.

ઈઝરાયેલ દુશ્મની સમાપ્ત કરવા માટે ક્યારેય સહમત નહીં થશે: નેતન્યાહૂ

પ્રસ્તાવ પર ભારત જેવા મિત્ર દેશોના વલણની ટીકા કરતા વડાપ્રધાન નેતન્યાહૂએ કહ્યું કે, મને લાગે છે કે, આ પ્રસ્તાવમાં ઘણી ખામીઓ હતી. અને મને એ જોઈને દુ:ખ થયુ કે, અમારા અનેક મિત્રોએ પણ એ વાત પર ભાર નથી મૂકી રહ્યા કે, ઈઝરાયેલમાં જે કંઈ પણ થયુ તેની સખત નિંદા થવી જોઈએ. આ એવું હતું કે, જેને ભારત જેવો કોઈ પણ સભ્ય દેશ સહન ન કરી શકે. તેથી મને આશા છે કે, આ પ્રકારના પ્રસ્તાવ બીજી વખત લાવવામાં ન આવે.

નેતન્યાહૂએ આગળ કહ્યું કે, જે રીતે અમેરિકા પર્લ હાર્બર પર બોમ્બમારા બાદ અથવા 9/11ના આતંકવાદી હુમલા બાદ યુદ્ધવિરામ માટે સહમત નહીં થાય એજ રીતે ઈઝરાયેલ પણ હમાસ સાથે દુશ્મનીનો અંત આણવા માટે સહમત નહી થશે. ઈઝરાયેલ દુશ્મની સમાપ્ત કરવા માટે ક્યારેય સહમત થશે નહીં. 

આ યુદ્ધનો સમય છે: નેતન્યાહૂ

યુદ્ધ વિરામ પર કડક વલણ અપનાવતા ઈઝરાયેલી વડાપ્રધાને કહ્યું કે, યુદ્ધવિરામનું આહવાન ઈઝરાયેલ માટે હમાસ સામે આત્મસર્પણ, આતંકવાદ સામે આત્મસર્પણ અને બર્બરતા સામે આત્મસર્પણ કરવાનું આહવાન છે. અને તે ક્યારેય નહીં થશે. બાઈબલમાં લખ્યુ છે કે, એક શાંતિનો સમય હોય છે અને યુદ્ધનો પણ સમય હોય છે. આ યુદ્ધનો સમય છે. 

પ્રસ્તાવમાં 'હમાસ' અને 'બંધક' શબ્દનો ઉલ્લેખ નથી કરાયો

ઈઝરાયેલ-હમાસ યુદ્ધ અંગે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં રજૂ કરવામાં આવેલ પ્રસ્તાવમાં પેલેસ્ટિનિયન સંગઠન 'હમાસ' અને 'બંધક' શબ્દનો ઉલ્લેખ નથી કરાયો. પ્રસ્તાવના પક્ષમાં 120 મત પડ્યા છે અને 14 દેશોએ તેના વિરોધમાં મતદાન કર્યું છે. ભારતે આ પ્રસ્તાવથી દૂરી બનાવી હતી.



Google NewsGoogle News