કેટલી છે રશિયન પ્રમુખ પુતિનની સંપત્તિ, PM મોદીની તુલનામાં કેટલો છે પગાર? ગણાય છે દુનિયાના સૌથી ધનિક નેતા
Wealth of Russian President Putin : વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના પ્રવાસે છે. મોસ્કો પહોંચતા જ પીએમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેની મુલાકાત પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે. વ્લાદિમીર પુતિનનું અંગત જીવન ફિલ્મ સ્ટોરી જેવી છે. વર્ષ 1952માં જન્મેલા પુતિનને બાળપણથી જ જાસૂસી ફિલ્મો જોવાનો શોખ હતો. પુતિનનો પ્રાયમેરી અભ્યાસ લેનિનગ્રાડમાં થયો છે ત્યાર બાદ કાયદાનો અભ્યાસ કરવા લેનિનગ્રાડ સ્ટેટ યુનિવર્સિટીમાં ગયા હતા. કેટલાક મીડિયાએ કરેલા દાવા પ્રમાણે ત્યારે પુતિનનું કામ અભ્યાસ નહીં પરંતું જાસૂસીનું હતું. લેનિનગ્રાડ સ્ટેટ યુનિવર્સિટીમાં આવતા વિદેશી વિદ્યાર્થીઓ અને પ્રોફેસર પર નજર રાખવા માટે તેમને રશિયન ગુપ્તચર સંસ્થા KGB દ્વારા જવાબદારી સોંપવામાં આવી હતી.
જ્યારે રશિયા મરવા માટે છોડી દીધા
લેનિનગ્રાડ છોડ્યા પછી વ્લાદિમીર પુતિન (Vladimir Putin) કેજીબીમાં આગળ વધતા ગયા. વર્ષ 1985માં તેમની સામ્યવાદીના કબજાવાળી પૂર્વ જર્મનીના ડ્રેસ્ડનમાં તહેનાત કરવામાં આવ્યા હતા. તે સમયે પુતિનની ઉંમર 33 વર્ષની હતી. ડ્રેસ્ડનમાં ફરજ દરમિયાન તેઓ માંડ માંડ બચ્યા હતા. એક રીતે રશિયાએ તેમને મરવા માટે છોડી દીધા હતા. 9 નવેમ્બર 1989ના રોજ બર્લિનની દીવાલ પડી ગયા પછી આંદોલનકારી સામ્યવાદીઓ અને રશિયન જાસૂસી સંસ્થા સામે ગુસ્સે થયા અને ડ્રેસ્ડનમાં કેજીબીના ઠેકાણા સુધી પહોંચી ગયા હતા. ત્યારે પુતિનના તમામ સહયોગીઓ ભાગી ગયા, પરંતુ પુતિને નક્કી કર્યું કે તેઓ અંત સુધી લડશે.
સંઘર્ષ દરમિયાન એક સમય એવો આવે છે કે, તેમને લાગ્યું કે, હવે બચવું મુશ્કેલ છે, ત્યારે તેણે નજીકના સોવિયેત સૈન્ય કમાન્ડની મદદ માંગી, પરંતુ તેને સ્પષ્ટપણે કોઈ મદદ કરવાની ના પાડી કહ્યું કે, જ્યાં સુધી મોસ્કોથી કોઈ આદેશ ન આવે ત્યાં સુધી તેમને કોઈ મદદ નહીં મળે. એ દિવસે પુતિને કોઈક રીતે ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો. વર્ષ 1990 સુધીમાં તેઓ કેજીબીમાં કર્નલના પદ સુધી પહોંચ્યા હતા, પરંતુ તે પછી તેમણે રાજીનામું આપીને રાજકારણમાં જોડાઈ ગયા હતા.
કેટલી સંપત્તિના માલિક છે પુતિન
વ્લાદિમીર પુતિનની ગણતરી વિશ્વના સૌથી ધનિક નેતાઓમાં થાય છે. પુતિનને વાર્ષિક 14,0000 ડોલર એટલે કે, લગભગ 11.7 કરોડ રૂપિયાનો પગાર મળે છે. ત્યારે જો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પગાર જોઈએ તો તેમને વાર્ષિક 1,992,000 લાખ રૂપિયા મળે છે. પુતિન અને મોદીની સંપત્તિમાં ઘણો તફાવત છે. પીએમ મોદી પાસે 3.02 કરોડ રૂપિયાની સંપત્તિ છે, જ્યારે પુતિન $200 બિલિયન એટલે કે 16 લાખ કરોડ રુપિયાની સંપત્તિના માલિક હોવાનું કહેવાય છે.
વર્ષ 2007 માં યુએસ સેનેટ ન્યાયતંત્રને સોપવામાં આવેલા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, પુતિન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની પાસે 200 અબજ ડોલરની સંપત્તિ છે. જોકે, 2015માં ફોર્બ્સ મેગેઝિને કહેવામાં આવ્યું હતું કે, પુતિનની પ્રોપર્ટી વેરિફિકેશન કરી શકાતી નથી, તેથી અમીરોના લિસ્ટમાં તેમનું નામ સામેલ કરવું મુશ્કેલ છે.
દરિયા કિનારે આવેલ મહેલ
રશિયાના વિપક્ષી નેતા એલેક્સી નવલ્નીએ દાવો કર્યો હતો કે, પુતિન પાસે એક આલીશાન મહેલ જેવું ઘર છે, જે કાળા સમુદ્રના કિનારે 190,000 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે. આ બંગલાની કિંમત 1 બિલિયન યુએસ ડોલર આંકવામાં આવી છે. પુતિનના આ ભવ્ય ઘરમાં એક અંડરગ્રાઉન્ડ બંકર પણ છે. આ ઉપરાંત પૂલ, જિમ, કેસિનો, સિનેમા હોલ જેવી સુવિધાઓ પણ છે. આ સિવાય પુતિન પાસે ઓછામાં ઓછા 19 વધુ ઘર, 700 ગાડીઓ, એક ડઝનથી વધુ ખાનગી જેટ અને હેલિકોપ્ટર પણ છે. જોકે સત્તાવાર રીતે પુતિનના નામે માત્ર 800 ચોરસ ફૂટનો એપાર્ટમેન્ટ, એક ટ્રેલર અને ત્રણ કાર છે.
પુતિનને પોતાની ખાનગી ટ્રેન છે
વ્લાદિમીર પુતિન મોટે ભાગે તેમની પ્રાઈવેટ ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે, જેનું નામ 'ઘોસ્ટ ટ્રેન' છે. 22 કોચવાળી આ ટ્રેન સંપૂર્ણપણે બુલેટ પ્રૂફ છે, તેના દરવાજા અને બારીઓ પણ બુલેટ પ્રૂફ છે. એક રિપોર્ટ પ્રમાણે ટ્રેનમાં 7 સ્ટાર હોટલ જેવી સુવિધાઓ છે. તેમાં આધુનિક જિમ, સ્કિન કેર અને મસાજ પાર્લર, ટર્કિશ બાથ અને સ્ટીમ રૂમ જેવી વસ્તુઓ પણ છે. ટ્રેનના બે કોચમાં એક હોસ્પિટલ પણ છે. આ ટ્રેનને તૈયાર કરવામાં 74 મિલિયન ડોલરનો ખર્ચ થયો છે. અને ટ્રેનના મેન્ટેનન્સમાં દર વર્ષે લગભગ 15.8 મિલિયન ડોલરનો ખર્ચ થાય છે.
કોણ છે, વ્લાદિમીર પુતિનની પૂર્વ પત્ની, પુત્રીઓ
પુતિને 1983માં એર હોસ્ટેસ લ્યુડમિલા ઓચેર્ટનાયા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંને લગભગ 30 વર્ષ સુધી સાથે રહ્યા. માહિતી પ્રમાણે વર્ષ 2014માં તેઓ બન્ને અલગ થઈ ગયા. તેમને બે પુત્રીઓ છે, મારિયા વોરોન્ટોવા અને કેટેરીના તિખોનોવા. જોકે, આ બંનેની કોઈ તસવીર ઉપલબ્ધ નથી. અને પુતિનના અંગત જીવન વિશે બહુ જ ઓછા લોકો જાણે છે.