વડાપ્રધાન મોદી અને પુતિનની બેઠકનો મુખ્ય એજન્ડા શું છે? બંને નેતાએ કરી વંદે ભારતથી લઈને બોલિવૂડની ચર્ચા
BRICS Summit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા રશિયા પહોંચી ગયા છે. પીએમ મોદી કઝાનમાં બ્રિક્સ સમિટમાં ભાગ લીધો. આ દરમિયાન તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય બેઠક પણ થઈ. આ પહેલા પુતિને ખુદ ભારતીય વડાપ્રધાનને દ્વિપક્ષીય મંત્રણા માટે આમંત્રણ આપ્યું હતું. પુતિને કહ્યું, “અમે કઝાનમાં પીએમ મોદીની રાહ જોઈ રહ્યા છીએ. તેમજ હું એવું પણ સૂચન કરુ છું કે 22 ઓક્ટોબરે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય બેઠકનું આયોજન કરવામાં આવે જેથી મોસ્કો અને નવી દિલ્હી વચ્ચે ભવિષ્યની સંભાવનાઓ પર ચર્ચા થઈ શકે."
પીએમ નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેની દ્વિપક્ષીય બેઠકનો શું એજન્ડા છે? તેમજ બંને દેશો વચ્ચે કઈ બાબતો પર વાટાઘાટો અને ચર્ચા થઈ તેના પર એક નજર કરીએ.
1. વંદે ભારત
સૂત્રોના જણાવ્યાનુસાર પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે રશિયન કંપની ટ્રાન્સમાશોલ્ડિંગ (TMH) દ્વારા વંદે ભારત ટ્રેનના નિર્માણ પર ચર્ચા થઈ હતી. 6.5 બિલિયન ડોલરના આ સંયુક્ત પ્રોજેક્ટમાં ઘણા ટેકનિકલ અને નિયમનકારી મુદ્દાઓ હજુ સુધી ઉકેલાયા નથી. રશિયાની CJSC ટ્રાન્સમેશહોલ્ડિંગ અને રેલ વિકાસ નિગમ લિમિટેડ (TMH-RVNL)વચ્ચે માર્ચ 2023માં 200 વંદે ભારત ટ્રેનોના નિર્માણ અને આગામી 35 વર્ષ સુધી તેની જાળવણી માટે રુ. 58,000 કરોડના કરાર પર સંમતિ થઈ હતી. જો કે, સરકારે આ ઓર્ડરને ઘટાડીને 120 ટ્રેન સેટ કરી દીધી. જેની કિંમત 36,000 કરોડ રૂપિયા છે.
Провел прекрасную встречу с президентом Путиным. Отношения между Индией и Россией имеют глубокие корни. Во время переговоров сосредоточились на дальнейшем укреплении двустороннего партнерства в различных отраслях. pic.twitter.com/gOi3qT4Q9v
— Narendra Modi (@narendramodi) October 22, 2024
કેન્દ્ર સરકારે 2021-22ના બજેટમાં 2024-25ના અંત સુધીમાં ભારતમાં 400 વંદે ભારત ટ્રેનોનું ઉત્પાદન કરવાનો મહત્વાકાંક્ષી લક્ષ્ય રાખ્યો હતો. સૂત્રોના જણાવ્યાનુસાર PM મોદીની છેલ્લી મુલાકાત દરમિયાન રશિયન પક્ષે પણ આ પ્રોજેક્ટનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમજ TMH એ રશિયન કંપનીઓમાંથી એક છે, જેના પર પશ્ચિમી દેશોએ પ્રતિબંધો લગાવ્યા છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર હવે ટ્રેન સેટની સંખ્યામાં વધુ ઘટાડો કરવાની યોજના બનાવી રહી છે.
2. બોલિવૂડ મુદ્દે ચર્ચા
પીએમ મોદી અને પુતિન વચ્ચે બોલિવૂડને લઈને પણ ચર્ચા થઈ હતી. સૂત્રોના જણાવ્યાનુસાર પુતિને કહ્યું હતું, કે તેઓ મોદી સાથે રશિયામાં ભારતીય ફિલ્મોને પ્રમોટ કરવા માંગે છે. બ્રિક્સ સમિટ પહેલા રશિયામાં ભારતીય સિનેમાની લોકપ્રિયતાનો ઉલ્લેખ કરતા પુતિને કહ્યું કે,"રશિયામાં એક ચેનલ છે જે રાત- દિવસ બોલિવૂડ ફિલ્મો બતાવે છે." પુતિને સંકેત આપ્યો કે મોસ્કો ભારતીય ફિલ્મ નિર્માતાઓને રશિયામાં શૂટિંગ કરવા માટે 'પ્રોત્સાહન' આપવા બાબતે ચર્ચા થઈ હતી. તેમણે કહ્યું કે "રશિયા અને નવી દિલ્હી આના માટે સામાન્ય ગ્રાઉન્ડ શોધશે. કારણ કે બોલિવૂડ એક એવા ઉદ્યોગોમાંથી કે જેને નજર અંદાજ કરી શકાય નહી.
આ પણ વાંચો : VIDEO: જાણો રશિયન પ્રમુખ પુતિને શું મજાક કરી કે, વડાપ્રધાન મોદી ખડખડાટ હસી પડ્યા...
3. આર્કટિક ક્ષેત્ર
સૂત્રોના જણાવ્યાઅનુસાર મોદી અને પુતિન રશિયાના રશિયન આર્કટિક ક્ષેત્ર અને ઉત્તરીય સમુદ્ર માર્ગ (NSR)માં ભારતની ભૂમિકા પર પણ ચર્ચા થઈ હતી. ઉલ્લેખનીય છે કે આ મહિને NSRમાં સહકાર પર ભારત-રશિયા વર્કિંગ ગ્રૂપની પ્રથમ બેઠક યોજાઈ હતી. જેમાં ભારતીય નાવિકોને ધ્રુવીય નેવિગેશન અને આર્ક્ટિકમાં સંયુક્ત જહાજ નિર્માણની તાલીમ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
4. યુક્રેન મુદ્દે ચર્ચા
પુતિન અને પીએમ મોદી વચ્ચે યુક્રેન મુદ્દે પણ ચર્ચા થઈ હતી હતી. બ્રિક્સ સમિટ પહેલા પુતિને મોદીને મિત્ર ગણાવ્યા હતા અને શાંતિ વાટાઘાટોમાં ભારતની રુચિની પ્રશંસા કરવામાં આવી હતી. પુતિને યુક્રેન યુદ્ધ અંગેની ચિંતા અને સંઘર્ષને ઉકેલવાના તેમના પ્રયાસો બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. આવી સ્થિતિમાં બંને નેતાઓ 3 વર્ષથી ચાલી રહેલી લડાઈને સમાપ્ત કરવા માટે ચર્ચા કરી હતી.