Get The App

પ્લેન નહીં ટ્રેનથી યુક્રેન પહોંચશે PM મોદી: હોટલના રૂમ જેવી સુવિધા, અનેક નેતાઓ કરી ચૂક્યા છે સફર, જાણો ખાસિયત

Updated: Aug 22nd, 2024


Google NewsGoogle News
PM Modi travel in Train



PM Narendra Modi Ukraine Train Journey: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ પોલેન્ડની મુલાકાતે છે. પોલેન્ડમાં આજે (22 ઓગસ્ટ) વડાપ્રધાન મોદીનો બીજો દિવસ છે. પોલેન્ડ બાદ તેઓ યુક્રેનની એક દિવસીય મુલાકાત લેશે. છેલ્લા 30 વર્ષોમાં પહેલીવાર કોઇ ભારતીય પીએમ યુક્રેનની મુલાકાત લેશે. વડાપ્રધાનની યુક્રેન મુલાકાતની એક ખાસ વાત એ છે કે, તેઓ પ્લેનના બદલે 'રેલ ફોર્સ વન' નામની ટ્રેનમાં મુસાફરી કરશે. આ પાછળનું કારણ રશિયા-યુક્રેન યુદ્ધ છે. યુદ્ધ દરમિયાન બંને દેશો વચ્ચે સતત ડ્રોન અને રોકેટ હુમલા થતાં હોય છે. આ સ્થિતિમાં કોઇપણ વૈશ્વિક નેતા માટે પ્લેનમાં મુસાફરી કરવી જોખમી છે, આ કારણસર વડાપ્રધાન મોદી ટ્રેનથી યુક્રેન જશે.

દિગ્ગજ વૈશ્વિક નેતાઓ કરી ચૂક્યા છે મુસાફરી

વડાપ્રધાન મોદી જે ટ્રેનમાં મુસાફરી કરી યુક્રેન જવાના છે, તે કોઇ સામાન્ય ટ્રેન નથી. આ એક વિશેષ રૂપે ડિઝાઇન કરાયેલી લક્ઝુરિયસ ટ્રેન છે. પીએમ મોદી પહેલા વિશ્વના ઘણાં દિગ્ગજ નેતાઓ આ ટ્રેનમાં મુસાફરી કરી ચુક્યા છે. જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન, ફાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને જર્મનીના ચાન્સેલર ઓલ્ફ સ્કોલ્ઝ પણ સામેલ છે.

આ પણ વાંચોઃ 'ભારત પર પરમાણુ બોમ્બ ઝીંકીશ...', બ્રિટનના યુટ્યુબરે ધમકી આપતાં સોશિયલ મીડિયા પર થયો ટ્રોલ

2014માં શરૂ થઇ હતી આ ટ્રેન

રેલ ફોર્સ વન ટ્રેન વર્ષ  2014માં શરૂ થઇ હતી. શરૂઆતમાં આ ટ્રેનનો ઉપયોગ લોકો ક્રીમિયા જવા કરતા હતા. આ એક લક્ઝુરિયસ પેસેન્જર ટ્રેન છે, જે દરેક પ્રકારની સુવિધાઓથી સજ્જ છે, પરંતુ બાદમાં રશિયાએ ક્રીમિયા પર કબજો જમાવતા આ ટ્રેન હવે માત્ર વૈશ્વિક નેતાઓની મુસાફરી માટે ઉપયોગમાં લેવાય છે.

આ પણ વાંચોઃ ગાઝામાં યુદ્ધ વિરામ માટે મધ્યસ્થીઓ સાથે જોડાવા એન્ટની બ્લિન્કેન કતારમાં દોહા પહોંચ્યા

શું છે ખાસિયત?

ટ્રેનનું કેબિન એક વિશેષ પ્રકારની લાકડીમાંથી બનાવવામાં આવ્યું છે.

બેઠકો માટે મોટી ટેબલો અને સોફાની વ્યવસ્થા કરવામાં આવી છે.

મનોરંજન માટે ટીવી અને આરામ કરવા માટે કમ્ફર્ટેબલ બેડ છે.

આ ટ્રેન 60 કિમી પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરે છે, આ ટ્રેન ટ્રેક કરી શકાતી નથી.

ટ્રેનમાં સશસ્ત્ર બારીઓથી સજ્જ છે, જેનાથી ઉચ્ચ સ્તરની સુરક્ષા મળે છે.


Google NewsGoogle News