Get The App

PM Modi US Visit : પીએમ મોદી અમેરિકા પહોંચ્યા, ટ્રમ્પ પહેલા તુલસી ગેબાર્ડ સાથે મુલાકાત

Updated: Feb 13th, 2025


Google NewsGoogle News
PM Modi US Visit : પીએમ મોદી અમેરિકા પહોંચ્યા, ટ્રમ્પ પહેલા તુલસી ગેબાર્ડ સાથે મુલાકાત 1 - image


PM Modi America Visit Live Updates: વડાપ્રધાન મોદી બે દિવસ માટે અમેરિકાના પ્રવાસે પહોંચ્યા છે. અહીં તેમની મુલાકાત અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થવાની છે. બંને નેતાઓ વચ્ચેની બેઠકમાં વેપાર, ડિફેન્સ, ઊર્જા સહયોગ જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે ચર્ચા થશે. આ ઉપરાંત આતંકવાદ, ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર, ચીન, H1B વિઝા અને ગેંગસ્ટર જેવા મુદ્દે પણ વાતચીત થવાની શક્યતા છે. 



મસ્કને પણ મળે તેવી શક્યતા 

ટ્રમ્પના બીજી વખત અમેરિકાના પ્રમુખ બન્યા બાદ પીએમ મોદીની આ અમેરિકાની પ્રથમ યાત્રા છે જે મહત્ત્વપૂર્ણ મનાઈ રહી છે. પીએમ મોદી અબજપતિ બિઝનેસમેન ઈલોન મસ્ક સહિત અનેક અમેરિકન બિઝનેસમેન સાથે પણ મુલાકાત કરે તેવી શક્યતા છે.



પીએમ મોદીનો અમેરિકાનો કાર્યક્રમ જાણો  

પીએમ નરેન્દ્ર મોદી ગુરુવારે સવારે ભારતીય સમય મુજબ વોશિંગ્ટન પહોંચ્યા. વોશિંગ્ટન એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. તેઓ પહેલી વાર અમેરિકામાં નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગેબાર્ડને મળ્યા. આજે રાત્રે વ્હાઇટ હાઉસ ખાતે પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. અહીં તેઓ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. આ સાથે, પ્રતિનિધિમંડળ સ્તરની અનેક બેઠકો પણ થશે. બધાની નજર ઉદ્યોગપતિઓ સાથેની તેમની મુલાકાત પર પણ રહેશે.

તુલસી ગેબાર્ડ સાથે ઘણા મુદ્દાઓ પર ચર્ચા : પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે હુંવોશિંગ્ટનમાં યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગેબાર્ડને મળ્યો. આ પદ પર તેમની નિમણૂક બદલ હું તેમને અભિનંદન આપું છું. ભારત-અમેરિકા મિત્રતાના ઘણા પાસાઓ પર ચર્ચા કરવામાં આવી, જેની તેમણે હંમેશા હિમાયત કરી છે. 



PM Modi US Visit : પીએમ મોદી અમેરિકા પહોંચ્યા, ટ્રમ્પ પહેલા તુલસી ગેબાર્ડ સાથે મુલાકાત 2 - image




Google NewsGoogle News