અબુ ધાબીને મળ્યું પહેલું હિન્દુ મંદિર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું ઉદ્ધાટન, 1500 મંદિરોમાં થઈ એકસાથે આરતી

Updated: Feb 14th, 2024


Google NewsGoogle News
અબુ ધાબીને મળ્યું પહેલું હિન્દુ મંદિર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું ઉદ્ધાટન, 1500 મંદિરોમાં થઈ એકસાથે આરતી 1 - image

Abu Dhabi Hindu Temple : આજે બપોરે અબુ ધાબીમાં પહેલા હિન્દુ મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત UAEના પ્રવાસે છે. આજે સાંજે તેઓ અબુધાબીના પ્રથમ હિન્દુ મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેમણે BAPS મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. મહત્વનું છે કે, પોતાના પ્રવાસના પહેલા દિવસે વડાપ્રધાન મોદીએ UAEના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. ત્યારે હવે આજે અબુધાબી બાદ વડાપ્રધાન મોદી કતાર જવા રવાના થશે. કતારમાં તેઓ  શેખ તમીમ બિન હમાદ અલ થાનીને મળવાની અપેક્ષા છે. આ ઉપરાંત વડાપ્રધાન કતારમાં અન્ય કેટલાક મહાનુભાવોને પણ મળે તેવી શક્યતા છે.

વડાપ્રધાન મોદીના હસ્તે UAEના પહેલા હિન્દુ મંદિરનું ઉદ્ધાટન

વડાપ્રધાને પુષ્પાંજલિ અર્પણ કરી

વડાપ્રધાન મોદીએ BAPS મંદિરમાં ભગવાનને પોતાની પુષ્પાંજલિ અર્પણ કરી.

1500થી વધુ મંદિરોમાં એકસાથે શરૂ થઈ આરતી

વિશ્વમાં બનેલા બોચાસણવાસી શ્રી અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના 1500થી વધુ મંદિરોમાં એકસાથે આરતી થઈ રહી છે. તો BAPS મંદિરમાં વડાપ્રધાને ભગવાનની આરતી ઉતારી હતી.

અબુ ધાબીને મળ્યું પહેલું હિન્દુ મંદિર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું ઉદ્ધાટન, 1500 મંદિરોમાં થઈ એકસાથે આરતી 2 - image


અબુ ધાબીના BAPS મંદિરની અંદરની પહેલી તસવીર આવી સામે

અબુ ધાબીને મળ્યું પહેલું હિન્દુ મંદિર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું ઉદ્ધાટન, 1500 મંદિરોમાં થઈ એકસાથે આરતી 3 - image

વડાપ્રધાન મોદીએ BAPS મંદિરનું કર્યું ઉદ્ધાટન

વડાપ્રધાન મોદીએ BAPS મંદિરનું ઉદ્ધાટન કર્યું છે. આ અબુ ધાબીમાં પથ્થરોથી બનેલું પહેલું હિન્દુ મંદિર છે.

BAPS મંદિર 700 કરોડ રૂપિયાના ખર્ચે બન્યું

BAPS મંદિરને અંદાજિત 700 કરોડ રૂપિયાના ખર્ચે બનાવાયું છે. આ મંદિર અંદાજિત 27 એકર જમીન પર બનાવાયું છે.

સંતોએ વડાપ્રધાન મોદીને જણાવી BAPS મંદિરની વિશેષતા

વડાપ્રધાન મોદીને BAPS સંસ્થાના સંત દ્વારા મંદિરની વિશેષતાઓ જણાવાઈ હતી. મંદિરમાં સાત શિખર બનાવાયા છે, જે સંયુક્ત અરબ અમીરાતના સાત અમીરાતનું પ્રતિનિધિત્વ કરે છે.

અબૂ ધાબી પ્રિન્સ પણ મંદિર પહોંચ્યા

વડાપ્રધાન મોદી અબૂ ધાબીના પ્રિન્સ સાથે મંદિર પહોંચ્યા છે.

અબુ ધાબીને મળ્યું પહેલું હિન્દુ મંદિર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું ઉદ્ધાટન, 1500 મંદિરોમાં થઈ એકસાથે આરતી 4 - image

વડાપ્રધાન મોદી પહોંચ્યા મંદિર પરિસરમાં

વડાપ્રધાન મોદી મંદિર પરિસરમાં પહોંચ્યા છે. અહીં મોદીએ સંતો સાથે મુલાકાત કરી.

અબુ ધાબીને મળ્યું પહેલું હિન્દુ મંદિર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું ઉદ્ધાટન, 1500 મંદિરોમાં થઈ એકસાથે આરતી 5 - image

વડાપ્રધાન મોદીનું BAPS મંદિરની બહાર થયું જોરદાર સ્વાગત્

વડાપ્રધાન મોદી BAPS સંસ્થાના મંદિરે ઉદ્ધાટન માટે પહોંચ્યા છે. જ્યાં મંદિરની બહાર તેમનું જોરદાર સ્વાગત કરાયું હતું.

વિવેક ઓબેરોય અને અક્ષય કુમાર પણ પહોંચ્યા અબૂ ધાબી

મંદિરના ઉદ્ધાટન સમારોહમાં બોલિવુડ એક્ટર વિવેક ઓબેરોય મુખ્ય સભાગૃહમાં ઉપસ્થિત છે. એક્ટર અક્ષય કુમાર પણ ઉદ્ધટાન પહેલા અબુ ધાબી BAPS મંદિર પહોંચી ચૂક્યા છે.

અબુ ધાબીને મળ્યું પહેલું હિન્દુ મંદિર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું ઉદ્ધાટન, 1500 મંદિરોમાં થઈ એકસાથે આરતી 6 - image

સેરેમની ફંક્શન શરૂ

રામકૃષ્ણ જય જય ગોવિંદની ધુનની સાથે સેરેમની ફંક્શન શરૂ કરાયું છે.

અબુ ધાબીને મળ્યું પહેલું હિન્દુ મંદિર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું ઉદ્ધાટન, 1500 મંદિરોમાં થઈ એકસાથે આરતી 7 - image

આ ઉત્સવની ક્ષણ : સ્વામી બ્રહ્મવિહરિદાસ

અબુ ધાબીમાં BAPS સ્વામિનારાયણ મંદિરના સંત સ્વામી બ્રહ્મવિહારીદાસે કહ્યું કે, મંદિર તમામ માટે બનાવવામાં આવ્યું છે, આ ભગવાનની કૃપા અને તમામના સહયોગ અને અબૂ ધાબીના શાસકની ઉદારતા છે. આપણા વડાપ્રધાનની માન્યતા અને મહાન સંતોના આશીર્વાદનું કારણ છે. આ ઉત્સવની ક્ષણ છે અને તમામ માટે આભારનો દિવસ છે.

અબુ ધાબીને મળ્યું પહેલું હિન્દુ મંદિર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું ઉદ્ધાટન, 1500 મંદિરોમાં થઈ એકસાથે આરતી 8 - image

તિરંગાના રંગમાં રંગાયું બુર્જ ખલીફા

સંયુક્ત અરબ અમીરાતના પ્રતિષ્ઠિત બુર્જ ખલીફાને ભારતીય તિરંગાના રંગમાં રોશન કરાયું છે.

અબુ ધાબીને મળ્યું પહેલું હિન્દુ મંદિર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું ઉદ્ધાટન, 1500 મંદિરોમાં થઈ એકસાથે આરતી 9 - image

BAPS મંદિરનો વીડિયો આવ્યો સામે

અબુ ધાબી હિન્દુ મંદિર ઉદ્ધાટન કાર્યક્રમ સમય BAPS દ્વારા જાહેર કરાયો છે. BAPS હિન્દુ મંદિરનું ઉદ્ધાટન આજે થશે. કાર્યક્રમ સાંજે છ વાગ્યે શરૂ થશે. થોડીવારમાં વડાપ્રધાન મોદી મંદિરનું ઉદ્ધાટન કરશે. ત્યારે BAPS મંદિરનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

દુબઈમાં વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટમાં વડાપ્રધાન મોદીનું સંબોધન

ભારત દુનિયાનું ત્રીજી સૌથી મોટું અર્થતંત્ર બનશેઃ વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદી આજે દુબઈમાં વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટમાં વિશ્વ નેતાઓની સભાને સંબોધિત કરી હતી. જેમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત ગ્લોબલ ઈકોનોમીનું સેન્ટર છે. દુનિયા આધુનિકતાની તરફ જઈ રહી છે. આજે વિશ્વને સ્માર્ટ સરકારની જરૂર છે. દેશની પાસે નવા અવસર છે. ખૂબ જલ્દી ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે. ભારત આજે સોલર એરિયામાં પણ કામ કરી રહ્યું છે. કાર્બન એરિયામાં પણ અમારી સરકાર કામ કરી રહી છે. 

UAEના રાષ્ટ્રપતિ દુરદર્શી નેતા છેઃ વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દુબઈ વૈશ્વિક અર્થવ્યવસ્થા, વાણિજ્ય અને ઔદ્યોગિકનું કેન્દ્ર બની રહ્યું છે. UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ દુરદર્શી અને દૃઢસંકલ્પ વાળા નેતા છે. વધુમાં મોદીએ કહ્યું કે, આતંકવાદ અલગ અલગ રીતે માનવતાની સામે નવો પડકાર ઉભું કરી રહ્યું છે. જળવાયુ સંબંધિત પડકાર વધી રહ્યા છે. એક તરફ ઘરેલૂ ચિંતાઓ છે, બીજી તરફ ઈન્ટરનેશનલ વ્યવસ્થા અસ્ત-વ્યસ્ત છે. આપણે સૌ એક પરિવાર, વિશ્વને સાથે લઈને ચાલવાની જરૂર છે.

ભારતવંશી લોકોનું વડાપ્રધાન મોદીએ કર્યું અભિવાદન

વડાપ્રધાન મોદી અબુ ધાબીના જાયદ સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં 'અહલન મોદી' કાર્યક્રમમાં સામેલ થયા હતા. અહીં ભારતવંશી લોકોનું તેમણે નમસ્કાર કહીને અભિવાદન કર્યું હતું.

મંદિરમાં ઉદ્ધાટન પહેલા ઉત્સવનો માહોલ

UAEના જે હિન્દુ મંદિરનું વડાપ્રધાન ઉદ્ધાટન કરવાના છે, ત્યાં ઉત્સવ જેવો માહોલ છે. એક પ્રવાસી ભારતીયએ આ અંગે ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીત કરતા જણાવ્યું કે, અહીં આવીને સારું લાગી રહ્યું છે. આ મંદિર આધ્યાત્મિક્તાનું પ્રતિક છે. હાલ અહીં ઉત્સવનો માહોલ છે.

મંદિર ઉદ્ધાટનની તૈયારીઓ

બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ ચૂકી છે. ત્યારે હવે અબુ ધાબીના આ પ્રથમ હિન્દુ મંદિરમાં સાંજે 4:30 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનું ઉદ્ઘાટન કરશે. આ ઉદ્ધાટન પહેલાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે.

મંદિરની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ

વડાપ્રધાન મોદીના UAE પ્રવાસનો આજે બીજો દિવસ છે. વડાપ્રધાન મોદી જે મંદિરનું ઉદ્ધાટન કરશે. તે મંદિરમાં ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ સંપન્ન થઈ ચૂક્યો છે.

UAEમાં હિન્દુ મંદિર માટે મુસ્લિમ દેશે જમીન આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વસંત પંચમીના દિવસે અબુધાબીમાં બોચાસણવાસી શ્રી અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના મંદિરનું ઉદઘાટન કરનારા છે. તેઓ મંગળવારે જ અબુધાબી પહોંચી ગયા છે. આ ભવ્ય મંદિરનું નિર્માણ રાજસ્થાનના ગુલાબી સેન્ડસ્ટોનમાંથી કરવામાં આવ્યું છે અને 27 એકરમાં બનેલું આ 108 ફૂટ ઊંચું મંદિર એક સ્થાપત્યની અજાયબી માનવામાં આવે છે.

આ મંદિર પશ્ચિમ એશિયાનું સૌથી મોટું મંદિર

અરબ અમીરાતમાં બીજાં 3 મંદિરો પણ છે પરંતુ આ મંદિર પશ્ચિમ એશિયાનું સૌથી મોટું મંદિર છે. આ મંદિર દુનિયાભરના હિન્દુઓ માટે આકર્ષણ કેન્દ્ર બની રહેશે. આ ભવ્ય મંદિરમાં 7 શિખરો છે જે સાત અમીરાત દર્શાવે છે. ઉલ્લેખનીય તો તે છે કે આ મંદિર માટે એક ઈસ્લામીક દેશ UAEએ જમીન દાનમાં આપી છે. આ મંદિર ભારતીય વાસ્તુકલાનો અદ્ભૂત નમૂનો છે.

આ પણ વાંચો : UAEમાં હિન્દુ મંદિર માટે મુસ્લિમ દેશે જમીન આપી 

અબુ ધાબીને મળ્યું પહેલું હિન્દુ મંદિર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું ઉદ્ધાટન, 1500 મંદિરોમાં થઈ એકસાથે આરતી 10 - image


Google NewsGoogle News