PM Modi Kuwait Visit: 'કુવૈત અને ગુજરાતના વેપારીઓ વચ્ચે અનોખો સંબંધ', હાલા મોદી ઇવેન્ટમાં બોલ્યા વડાપ્રધાન
PM Modi Kuwait Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે (21 ડિસેમ્બર, 2024) રાજ્યના અમીર શેખ મેશલ અલ-અહમદ અલ-જબર અલ-સબાબના નિમંત્રણ પર બે દિવસીય યાત્રા પર કુવૈત પહોંચ્યા. 43 વર્ષમાં કુવૈતની યાત્રા કરનારા નરેન્દ્ર મોદી પહેલા ભારતીય વડાપ્રધાન છે, જેમનું ખાડી દેશના વરિષ્ઠ અધિકારીઓએ ઉત્સાહભેર સ્વાગત કર્યું.
'કુવૈત અને ગુજરાતના વેપારીઓ વચ્ચે અનોખો સંબંધ'
વડાપ્રધાન મોદી ગલ્ફ સ્પિક લેબર કેમ્પ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ભારતીય શ્રમિકો સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ વડાપ્રધાન મોદીએ હાલા કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે સંબોધન કરતા કહ્યું કે, 'કુવૈત અને ગુજરાતના વેપારીઓ વચ્ચે અનોખો સંબંધ છે. કુવૈતના ઘણાં વેપારીઓએ મુંબઈ, કોલકાતા અને પોરબંદરમાં ઓફિસ ખોલી છે. કુવૈતના ઘણાં પરિવાર મોહમ્મદ અલી રોડ પર રહે છે. લોકોને જાણીને આશ્ચર્ય થશે કે 60-65 વર્ષ પહેલા કુવૈતમાં ભારતીય રૂપિયો એવી જ રીતે ચાલતો હતો જેવી રીતે ભારતમાં ચાલે છે.'
'આજે કુવૈતમાં મિની હિન્દુસ્તાન જોવા મળી રહ્યું છે'
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'આજે કુવૈતમાં મિની હિન્દુસ્તાન જોવા મળી રહ્યું છે. ભારત અને કુવૈતનો સંબંધ સભ્યતાઓનો છે, સાગરનો છે... વેપાર-કારોબારનો છે. ભારત અને કુવૈત, અરબ સાગરના બે કિનારાઓ પર વસે છે. આપણે માત્ર ડિપ્લોમેસીએ જ નહીં, પરંતુ દિલોથી એકબીજા સાથે જોડ્યા છે. આપણો વર્તમાન જ નહીં, પરંતુ આપણો અતીત પણ આપણને જોડે છે.'
આ પણ વાંચો: મણિપુરના લોકો રાહ જોતાં રહી ગયા અને PM મોદી કુવૈત રવાના: કોંગ્રેસનો કટાક્ષ
'ભારતે કુવૈતની આઝાદી બાદ આપી હતી માન્યતા'
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'ભારત, દુનિયાના તે પહેલા દેશોમાંથી એક છે, જેણે કુવૈતની સ્વતંત્રતા બાદ તેને માન્યતા આપી હતી. એટલા માટે દેશથી જે સમાજથી આટલી બધુ યાદો જોડાયેલી છે. ત્યાં મારું આવવું મારા માટે ખુબ યાદગાર છે. હું કુવૈતના લોકો અને અહીંની સરકારનો ખુબ આભારી છું.'
'કુવૈતે હિન્દુસ્તાનને ઓક્સિજન સપ્લાય કર્યું હતું'
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'ભારત અને કુવૈતે હંમેશા એકબીજાની મદદ કરી છે. જ્યારે ભારતને સૌથી વધુ જરૂર પડી તો કુવૈતે હિન્દુસ્તાનને Liquid Oxygenની સપ્લાય કરી. His Highness The Crown Princeએ ખુદ આગળ આવીને સૌને ઝડપથી કામ કરવા માટે પ્રેરિત કર્યા. મને સંતોષ છે કે ભારતે પણ કુવૈતને વેક્સિન અને મડિકલ ટીમ મોકલીને આ સંકટથી લડવાનું સાહસ આપ્યું.'
'કુવૈતે જે મદદ કરી, જે માત્ર ભાઈ જ કરી શકે'
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'આ વર્ષે જૂનમાં કુવૈતમાં આટલી મોટી દુર્ઘટના બની- જે અગ્નિકાંડ થયો, તેમાં અનેક ભારતીયોએ પોતાનો જીવ ગુમાવ્યો, જ્યારે મને આ સમાચાર મળ્યા તો ખુબ ચિંતા થઈ, કુવૈતે જે મદદ કરી તે માત્ર ભાઈ જ કરી શકે છે.'
'આજે ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી ઈકોનોમી છે'
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'આજે ભારત એક નવા મિજાજથી આગળ વધી રહ્યું છે. આજે ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી ઈકોનોમી છે. આજે દુનિયાનું નંબર વન ફિનટેક ઇકોસિસ્ટમ ભારતમાં છે. આજે દુનિયાનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ભારતમાં છે. આજે ભારત દુનિયાનો બીજો સૌથી મોટો મોબાઇલ નિર્માતા દેશ છે. ભવિષ્યનું ભારત દુનિયાના વિકાસનું હબ હશે, દુનિયાનું ગ્રોથ એન્જિન હશે.'
'કોઈ વડાપ્રધાનને કુવૈત આવવામાં ચાર દાયકા લાગી ગયા'
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'હાલ તમે ક્રિસમસ અને ન્યૂ યરની તૈયારી કરી રહ્યા છો. હું આપ સૌને ક્રિસમસ, ન્યૂ યર અને દેશના ખૂણેખૂણામાં મનાવાતા તમામ તહેવારોની શુભેચ્છા આપું છું. આજે અંગત રીતે મારા માટે આ ક્ષણ ખુબ ખાસ છે, કારણ કે 43 વર્ષ એટલે કે ચાર દાયકાથી પણ વધુ સમય બાદ ભારતના કોઈ વડાપ્રધાન કુવૈત આવ્યા છે. તમને ભારતથી અહીં આવવામાં માત્ર ચાર કલાક લાગે છે, પરંતુ કોઈ વડાપ્રધાનને અહીં આવવામાં ચાર દાયકા લાગી ગયા.'