ઇન્દિરા ગાંધી પછી કોઈ પ્રધાનમંત્રી આ દેશ નથી ગયું ત્યાં PM મોદી સાતમી વખત જશે
PM Modi UAE Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી(મંગળવાર) બે દિવસ સુધી યુએઈના પ્રવાસે રહેશે. 13 અને 14 ફેબ્રુઆરીએ જ્યારે વડાપ્રધાન યુએઈ જઈ રહ્યા છે તો એ નોંધાવું જોઈએ કે 2014માં વડાપ્રધાન બન્યા બાદ તેમની યુએઈની સાતમી મુલાકાત હશે. આ સિવાય છેલ્લા 8 મહિનાઓમાં વડાપ્રધાન ત્રીજી વખત મધ્ય પૂર્વના આ દેશમાં જઈ રહ્યા છે.
આ દરમિયાન વડાપ્રધાનની મુલાકાત યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે થશે. હાલમાં દુનિયામાં જે ઘટનાક્રમ રહ્યો છે, જેને જોતા બંને દેશ દ્વિપક્ષીય સંબંધોને નવી ધાર આપવાનો પ્રયાસ કરશે. સરકારી નિવેદનોનું માનીએ તો, બંને દેશો વચ્ચે કુટનીતિક ભાગીદારી, બંનેના હિતથી જોડાયેલ ક્ષેત્રીય અને ઇન્ટરનેશનલ મુદ્દાઓ પર ગહન અને વિસ્તૃત વાતચીત કરાશે.
વડાપ્રધાન મોદીની મુલાકાત રાષ્ટ્રપતિ સિવાય યુએઈના ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને રક્ષા મંત્રી સાથે પણ થશે. વડાપ્રધાન દુબઈમાં વિશ્વ સરકાર શિખર સંમેલનમાં પણ ભાગ લેશે અને પછી એક ભાષણ આપશે. દુબઈ બાદ વડાપ્રધાનનો કાર્યક્રમ અબૂધાબીનો છે. અહીં તે અબૂધાબીના પહેલા હિન્દૂ મંદિર BAPSનું ઉદ્ધાટન કરશે. અહીં તેમનો વધુ એક કાર્યક્રમ ભારતીય સમુદાયને સંબોધિત કરવાનો પણ છે.
ભારત-યુએઈઃ બિઝનેસ, રોકાણ, લોકો
ભારત-યુએઈ સંબંધ રાજકીય, સાંસ્કૃતિક અને આર્થિક મુદ્દાઓ પર ટકેલો છે. ભારત-યુએઈની નિકટતાનો સૌથી મજબુત આધાર દ્વિપક્ષીય વેપાર છે. 2020-23ના સત્તાવાર આંકડાઓ પર નજર કરીએ તો ભારત અને યુએઈ વચ્ચે લગભગ 85 બિલિયન અમેરિકન ડોલરનો વેપાર થયો.
આ તો બિઝનેસ ભાગીદારી થઈ. ભારત માટે યુએઈ એટલા માટે પણ જરૂરી છે કારણ કે તેઓ 2022-23 દરમિયાન ભારતમાં એફડીઆઈ રોકાણ કરનારા ટોપ 4 દેશોમાં સામેલ રહ્યા. સંયુક્ત અરબ અમીરાતમાં ભારતીય સમુદાયના અંદાજિત 35 લાક લોકો રહે છે. ભારતીય સમુદાય યુએઈનો સૌથી મોટો પ્રવાસી સમૂહ છે. બંને દેશો વચ્ચે ફેબ્રુઆરી 2022માં એક વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (સીઈપીએ) પર હસ્તાક્ષર થયા. તેને સંબંધોમાં મીલનો પથ્થર માનવામાં આવ્યો.
ઈન્દિરા ગાંધીથી લઈને મોદી સુધી
ભારત અને યુએઈ સંબંધોનો એક મજબુત આધાર 1976માં તત્કાલિન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહમદે રાખ્યો. તેઓ યુએઈ ત્યારે ગયા હતા. ત્યારબાદ પણ 2003 અને 2010ના તત્કાલિન રાષ્ટ્રપતિ યુએઈના સત્તાવાર પ્રવાસે ગયા. પરંતુ વડાપ્રધાનને લઈને આ સિલસિલો કંઈ ખાસ નજરે ન પડ્યો.
ઈન્દિરા ગાંધી વડાપ્રધાન રહેતા મે, 1981માં યુએઈ ગયા. ત્યારબાદ કોઈ પણ વડાપ્રધાન આગામી અંદાજિત સાડા ત્રણ દાયકા સુધી યુએઈ ન ગયા. વડાપ્રધાન મોદી વડાપ્રધાન બન્યા બાદ યુએઈ સાથે નવેસરથી સંબંધોની શરૂઆત થઈ.
વડાપ્રધાન 2015, 2018, 2019, 2022, 2023માં બે વખત અને હવે 2024ની શરૂઆતમાં જ યુએઈના પ્રવાસે જશે. આ રીતે પોતાના દસ વર્ષના કાર્યકાળમાં વડાપ્રધાન મોદીએ કુલ 7 વખત યુએઈની મુલાકાત લીધી છે. વડાપ્રધાનની આ મુલાકાત યુએઈ સિવાય કતારને પણ કવર કરશે. કતારે હાલમાં જ 8 ભારતીઓની સજા માફ કરી છે.
ભારત-યુએઈ સંબંધઃ પડકાર
એ ઠીક વાત છે કે, છેલ્લા દાયકામાં ભારત-યુએઈ વચ્ચ સંબંધ મજબુત થયા હોય, પરંતુ બંને દેશો વચ્ચે કેટલાક પડકારો પણ છે. પહેલા- ચીનનો યુએઈ સાથે વધતો આર્થિક પ્રભાવ હંમેશાથી ભારત માટે ખતરો રહ્યો અને હાલના વર્ષોમાં ચીને જે રીતે આખા વિસ્તારમાં ખાસ કરીને યુએઈ પોતાની ચેક બુક ડિપ્લોમસી દ્વારા ઓછા વ્યાજ પર લોન દેવાનું શરુ કર્યું છે, ભારત માટે આનાથી લડવું એક મોટો પડકાર રહેશે.
બીજો- યુએઈના કફાલા સિસ્ટમની પણ ખુબ ટિકા થાય છે. સંયુક્ત અરબ અમીરાતની આ વ્યવસ્થા, જે નોકરી આપનારા માલિક છે, તેમના મજૂરો અને કર્મચારીઓને વધુ તાકાત આપે છે. તે કારણે યુએઈ પર માનવાધિકાર ઉલ્લંઘનના પણ ગંભીર આરોપ લાગતા રહે છે. કારણ કે મોટી સંખ્યામાં ત્યાં ભારતીય કામદાર છે, આ ચિંતા ભારતીયથી પણ ઘણી હદ સુધી જોડાયેલ છે. આ સિવાય પાકિસ્તાનને યુએઈની મોટા પ્રમાણમાં મદદ અને ક્ષેત્રીય સંઘર્ષો વચ્ચે સંબંધોમાં સંતુલન બેસાડવું ભારત-યુએઈ માટે ખુબ મહત્વનું હશે.