Get The App

બાઈડેન પરિવારને સૌથી મોંઘી ભેટ PM મોદીએ આપી છે, પરંતુ સરકારી તિજોરીમાં જમા કરાવી દેવી પડશે

Updated: Jan 3rd, 2025


Google NewsGoogle News
બાઈડેન પરિવારને સૌથી મોંઘી ભેટ PM મોદીએ આપી છે, પરંતુ સરકારી તિજોરીમાં જમા કરાવી દેવી પડશે 1 - image

PM Modi given most expensive gift to president Biden : દુનિયાભરના વડા બીજા દેશની મુલાકાતે જાય ત્યારે પ્રોટોકોલ મુજબ યજમાન દેશના વડા અને નજીકના પરિજનો માટે ભેટ લઈ જતા હોય છે. ક્યારેક પોતાના દેશની સંસ્કૃતિનો પડઘો પાડે એવી ભેટ આપવામાં આવતી હોય છે તો ક્યારેક બહુમૂલ્ય ગણાય એવી મોંઘેરી જણસ. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ રસમ નિભાવે છે. જૂન 2023 ની મુલાકાત દરમિયાન તેઓ અમેરિકાની મુલાકાતે ગયા હતા ત્યારે તેમણે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઈડન અને તેમના પત્નીને જિલ બાઈડનને ઘણીબધી ભેટ આપી હતી. પણ એ તમામ ભેટોમાં સૌથી મોંઘી જે ભેટ હતી એણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

વડાપ્રધાને આપી હતી આ મોંઘેરી ભેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જિલ બાઈડનને 7.5 કેરેટનો સિન્થેટિક ડાયમંડ ભેટ આપ્યો હતો. 20,000 ડોલરની કિંમતનો આ હીરો વર્ષ 2023માં યુએસ ફર્સ્ટ ફેમિલીને મળેલી સૌથી મોંઘી ભેટ બની ગયો હતો. આજની તારીખે જોઈએ તો 20,000 ડોલર એટલે 17 લાખ રૂપિયા થાય!

બાઈડેન પરિવારને સૌથી મોંઘી ભેટ PM મોદીએ આપી છે, પરંતુ સરકારી તિજોરીમાં જમા કરાવી દેવી પડશે 2 - image

જિલ બાઈડન નહીં કરી શકે મોંઘેરી ભેટનો ઉપયોગ

સામાન્ય રીતે તો ભેટ મેળવનારનો એના પર પૂરો હક હોય છે, પણ દેશના વડાને મળેલી ભેટ વડાને નહીં, બલ્કે દેશને મળેલી ગણાતી હોય છે, અને આ નિયમ મોટા ભાગના દેશોને લાગુ પડે છે. આ મહિનામાં જો બાઈડનનો અમેરિકાના પ્રમુખ તરીકેનો કાર્યકાળ પૂરો થઈ જશે એટલે બાઈડન દંપતીએ વ્હાઈટ હાઉસ છોડવું પડશે, પણ હાઉસ છોડતી વખતે જિલ બાઈડન ભેટમાં મળેલા હીરાને પોતાના ભેગો લઈ જઈ શકશે નહીં, કેમ કે એ બાઈડન પરિવારનો નહીં અમેરિકાનો છે. 

સુરતમાં બન્યો છે આ લાખેણો હીરો

આ લાખેણો સિન્થેટિક હીરો સુરતમાં બનાવવામાં આવ્યો છે, એનું પોલિશિંગ પણ સુરતમાં જ થયું છે. હાલમાં આ હીરાને વ્હાઈટ હાઉસની ઈસ્ટ વિંગમાં જાળવી રાખવામાં આવ્યો છે. ટ્રમ્પ નવા પ્રમુખ તરીકે વ્હાઈટ હાઉસમાં રહેવા આવશે એ પહેલાં હીરો નેશનલ આર્કાઈવ્સને સોંપી દેવામાં આવશે.

જિલ બાઈડેને બજાર કિંમત આપીને ખરીદવી પડે આ ભેટ 

અમેરિકાના નિયમ મુજબ જિલ બાઈડને જો એ હીરો અંગત ઉપયોગ માટે જોઈતો જ હોય તો એમની પાસે એક વિકલ્પ છે, અને તે એ કે તેમણે અમેરિકાની સરકાર પાસેથી એ હીરો તેનું બજાર મૂલ્ય ચૂકવીને ખરીદવો પડે. અલબત્ત, દેશના પ્રથમ મહિલા આ રીતે મોંઘેરી ભેટ ખરીદતા હોય એવો કિસ્સો ભાગ્યે જ બને છે.

બાઈડેન પરિવારને સૌથી મોંઘી ભેટ PM મોદીએ આપી છે, પરંતુ સરકારી તિજોરીમાં જમા કરાવી દેવી પડશે 3 - image

અમેરિકન પ્રમુખ મોંઘી ભેટનો વ્યક્તિગત ઉપયોગ ના કરી શકે

અમેરિકાના કાયદા મુજબ દેશના વડા અને એમના પરિજનોએ ભેટમાં મળેલ વસ્તુની કિંમત 480 ડોલર્સથી વધુ હોય એવી તમામ વસ્તુઓ તેમણે જાહેર કરવાની હોય છે. સાધારણ ભેટો અંગત ઉપયોગ માટે રાખી શકાય છે, પણ મોંઘી વસ્તુઓ નેશનલ આર્કાઈવ્સમાં જમા કરાવવાની હોય છે, કેમ કે એ દેશની સંપત્તિ ગણાય છે.

જિલ બાઈડનને મળેલ અન્ય કિંમતી ભેટો 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલ હીરા ઉપરાંત પણ જિલ બાઈડનને બીજી ઘણી મોંઘી ભેટો મળી છે. જેમ કે, અમેરિકામાં યુક્રેનના રાજદૂત તરફથી મળેલ 14,063 ડોલરનું બ્રોચ તથા ઈજિપ્તના રાષ્ટ્રપતિ અને પ્રથમ મહિલા પાસેથી મળેલ 4,510 ડોલરનાં બ્રેસલેટ, બ્રોચ અને ફોટોગ્રાફ આલ્બમનું કોમ્બિનેશન.

જો બાઈડનને પણ મળી છે મોંઘી ભેટો

રાષ્ટ્રપતિ બાઈડનને દક્ષિણ કોરિયાના મહાભિયોગી રાષ્ટ્રપતિ યુન સુક યેઓલ તરફથી 7,100 ડોલરનું ફોટો આલ્બમ મળ્યું છે. તેમને મળેલ અન્ય કીમતી ભેટોમાં મોંગોલિયન વડાપ્રધાનની 3,495 ડોલરની પ્રતિમા, બ્રુનેઈના સુલતાનની 3,300 ડોલરની ચાંદીની વાટકી, ઈઝરાયેલના રાષ્ટ્રપતિની 3,160 ડોલરની સ્ટર્લિંગ સિલ્વર ટ્રે અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી તરફથી મળેલ 2,400 ડોલરના કોલાજનો સમાવેશ થાય છે.બાઈડેન પરિવારને સૌથી મોંઘી ભેટ PM મોદીએ આપી છે, પરંતુ સરકારી તિજોરીમાં જમા કરાવી દેવી પડશે 4 - image



Google NewsGoogle News