Get The App

ભારત ગૂગલ સાથે મળીને AI પર કરશે કામ, ફ્રાન્સમાં PM મોદી અને સુંદર પિચાઈ વચ્ચે મુલાકાત

Updated: Feb 12th, 2025


Google NewsGoogle News
ભારત ગૂગલ સાથે મળીને AI પર કરશે કામ, ફ્રાન્સમાં PM મોદી અને સુંદર પિચાઈ વચ્ચે મુલાકાત 1 - image


PM Modi France Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ફ્રાન્સ પ્રવાસ પર છે. આ દરમિયાન તેમણે ફ્રાન્સના રાષ્ટ્ર પ્રમુખ ઇમેનિલ મેક્રૉન સાથે ભોજન લીધું હતું. વડાપ્રધાન મોદી ફ્રાન્સની રાજધાની પેરિસમાં AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) એક્શન સમિટમાં સામેલ થયાં હતાં, જ્યાં તમામ મોટા-મોટા દેશના નેતા પણ હાજર હતાં. અહીં વડાપ્રધાન મોદીએ ગૂગલના CEO સુંદર પિચાઇ અને સ્કેલ AI ના ફાઉન્ડર એલેક્ઝેંડર વાંગ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન AI ઈન્ડસ્ટ્રી પર ચર્ચા પણ કરવામાં આવી હતી.

સુંદર પિચાઈએ વડાપ્રધાન સાથે શું વાત કરી?

ગૂગલ સીઈઓ સુંદર પિચાઈએ AI સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત બાદ કહ્યું કે, 'પેરિસમાં AI એક્શન સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને ખુશી થઈ. અમે AI ના ભવિષ્ય પર અને એવી તક વિશે ચર્ચા કરી જે ભારત માટે ફાયદાકારક હશે. અમે મળીને ભારતમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન લાવી શકીએ છીએ'.


આ પણ વાંચોઃ '4 દિવસમાં તમામ બંધક ન છોડ્યાં તો નરક ભેગા થવા તૈયાર રહેજો..', ટ્રમ્પની હમાસને ધમકી

સુંદર પિચાઈ સિવાય સ્કેલ AI ના સંસ્થાપક અને સીઈઓ એલેક્ઝેંડર વાંગએ પણ વડાપ્રધાન મોદીની મુલાકાત બાદ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે, 'પેરિસમાં નરેન્દ્ર મોદી અને ઇમેન્યુઅલ મેક્રોનને મળીને ખૂબ સારૂ લાગ્યું'. 


કોણ છે એલેક્ઝેંડર વાંગ?

એલેક્ઝેંડર વાંગ 1997માં અમેરિકાના લૉસ અલામોસમાં પેદા થયા હતાં. તેઓએ મેસાચુસેટ્સ ઇન્સ્ટીટ્યુટ ઑફ ટેક્નોલોજી (MIT)માં થોડો સમય અભ્યાસ કર્યો. પરંતુ, 2016માં સ્કેલ AIની સ્થાપના માટે અભ્યાસ મૂકી દીધો. તે 2021માં ફક્ત 24 વર્ષની ઉંમરે દુનિયાની સૌથી નાની ઉંમરમાં સેલ્ફ-મેડ અબજપતિ બની ગયા હતાં.

આ પણ વાંચોઃ રશિયાની શેતાન-2 મિસાઈલનું સુરસુરિયું, લૉન્ચ થતા જ વિસ્ફોટ, પુતિનને આવ્યો ગુસ્સો

જણાવી દઈએ કે, આ પહેલાં વડાપ્રધાન મોદીએ પેરિસમાં ઈન્ડિયા-ફ્રાન્સ ફોરમને સંબોધિત કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે, 'આ મંચ આર્થિક સંબંધોને મજબૂત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. આ ફોરમ ભારત-ફ્રાન્સના બેસ્ટ બિઝનેસ માઇન્ડ્સનું ઠેકાણું છે. આ ફોરમ દ્વારા બંને દેશની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂતી મળશે'.



Google NewsGoogle News