Get The App

ડોલરનો દબદબો ખતમ કરવા સજ્જ BRICS! મોદી, પુતિન અને જિનપિંગની મીટિંગમાં લેવાઈ શકે છે નિર્ણય

Updated: Oct 22nd, 2024


Google NewsGoogle News
BRICS Summit 2023


PM Modi is visiting Russia for the BRICS Summit: આજથી રશિયાના કઝાન શહેરમાં 16મી બ્રિક્સ સમિટનું આયોજન થઈ રહ્યું છે. જેમાં પીએમ મોદી પણ આ સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે. G-7 જેવા પ્રભાવશાળી સમૂહની સરખામણીએ બ્રિક્સનો ઈતિહાસ ભલે બહુ જૂનો ન હોય, પરંતુ આ સમિટમાં એવા મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે જેની ભવિષ્યમાં મોટી અસર થઈ શકે છે. જેમાંથી એક છે બ્રિકસ કરન્સી. 

બ્રિકસ દેશો દ્વારા રિઝર્વ કરન્સી શરુ કરવા બાબતે ચર્ચા થઈ શકે છે 

બ્રિકસ નવ દેશોનો સમૂહ છે. આ નવ દેશમાં બ્રાઝિલ, ચીન, ઇજિપ્ત, ઇથોપિયા, ભારત, ઈરાન, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) નો સમાવેશ થાય છે. એવામાં બ્રિકસ દેશ એક એવી રિઝર્વ કરન્સી શરુ કરવા ઈચ્છે છે જે ડોલરનો દબદબો ખતમ કરી શકે. 22 થી 24 ઓક્ટોબર દરમિયાન યોજાનારી BRICS સમિટમાં સભ્ય દેશો દ્વારા આ અંગે ચર્ચા કરવામાં આવી શકે છે. 

જેથી સભ્ય દેશોની આર્થિક તાકાત પણ વધારી શકાય 

હાલમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થામાં યુએસ ડોલરનું વર્ચસ્વ છે. વિશ્વભરમાં લગભગ 90 ટકા વેપાર યુએસ ડોલરમાં થાય છે. અત્યાર સુધી 100 ટકા ઓઇલ ટ્રેડિંગ માત્ર યુએસ ડોલરમાં જ થતું હતું, પરંતુ ગયા વર્ષે અહેવાલ મુજબ કેટલાક ઓઇલ ટ્રેડિંગ નોન-યુએસ ડોલરમાં પણ થવા લાગ્યા છે.

આ ઉપરાંત ચીન સાથે અમેરિકાના ટ્રેડ વોર અને ચીન અને રશિયા પર અમેરિકાના પ્રતિબંધો વચ્ચે જો બ્રિક્સ દેશો આ નવા ચલણ પર સહમત થાય છે તો આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થાને પડકારવાની સાથે સાથે તે આ સભ્ય દેશોની આર્થિક તાકાત પણ વધારી શકે છે.

BRICS દેશો શા માટે નવી કરન્સી ઈચ્છે છે?

તાજેતરના વૈશ્વિક નાણાકીય પડકારો અને અમેરિકાની આક્રમક વિદેશી નીતિઓને લીધે, BRICS દેશોને એક નવી કરન્સીની જરૂર છે. જેના કારણે યુએસ ડોલર અને યુરો પર વૈશ્વિક નિર્ભરતા ઘટાડી શકાય. 

2022માં 14મી BRICS સમિટ દરમિયાન આ નવી કરન્સીની જરૂરિયાત પર સૌપ્રથમ ચર્ચા કરવામાં આવી હતી. આ પછી, એપ્રિલ 2023 માં, બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ પણ બ્રિક્સ ચલણના પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું. 

આ પણ વાંચો: યુક્રેન યુદ્ધમાં મધ્યસ્થી થઈ શકે તેટલી ભારતની વિશ્વસનીયતા છે : ડેવિડ કેમેરોન

બ્રિક્સ કરન્સીની યુએસ ડોલરને કેવી રીતે અસર થશે?

યુએસ ડૉલરનું વિશ્વ પર દાયકાઓથી એકપક્ષીય વર્ચસ્વ રહ્યું છે. યુએસ ફેડરલ રિઝર્વ મુજબ, 1999 અને 2019 ની વચ્ચે, યુએસમાં 96% આંતરરાષ્ટ્રીય વેપાર ડોલરમાં થયો હતો, એશિયા પેસિફિક ક્ષેત્રમાં 74% વેપાર અને બાકીના વિશ્વમાં 79% વેપાર યુએસ ડોલરમાં હતો.

જો કે, તાજેતરના વર્ષોમાં યુરો અને યેનમાં પણ આર્થિક લેવડદેવળ થઈ રહી છે. પરંતુ તેમ છતાં ડોલર હજુ પણ વૈશ્વિક સ્તરે સૌથી વધુ વપરાતું ચલન છે. 

નિષ્ણાતોના માટે જો બ્રિક્સ દેશો વેપાર માટે ડોલરને બદલે નવી બ્રિક્સ કરન્સીનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે, તો તે પ્રતિબંધો લાદવાની અમેરિકાની શક્તિને અસર કરી શકે છે. જેના કારણે ડોલરનો દબદબો ખતમ કરી શકાય છે. 

ડોલરનો દબદબો ખતમ કરવા સજ્જ BRICS! મોદી, પુતિન અને જિનપિંગની મીટિંગમાં લેવાઈ શકે છે નિર્ણય 2 - image



Google NewsGoogle News