અમેરિકન ઉપપ્રમુખના દીકરાના બર્થ-ડેમાં સામેલ થયા પીએમ મોદી, વેન્સે આભાર વ્યક્ત કર્યો
Image: Facebook
PM Modi France Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પેરિસમાં એઆઈ એક્શન સમિટથી અલગ અમેરિકન ઉપપ્રમુખ જેડી વેન્સ, તેમના ભારતીય મૂળના પત્ની ઉષા અને પુત્રો સાથે મુલાકાત કરી. પીએમ મોદીએ વેન્સ પરિવારની સાથે મુલાકાત કરી પોતાની તસવીરોને એક્સ પર શેર કરી, જેમાં પીએમ વેન્સના પુત્ર ઈવાન અને વિવેક સાથે ઊભા છે. સાથે જ પીએમ વેન્સના પુત્ર વિવેકના બર્થડેમાં પણ સામેલ થયા અને તેને ગિફ્ટ પણ આપી. તો વેન્સે પીએમ મોદીને દયાળુ ગણાવતાં આભાર વ્યક્ત કર્યો છે.
પીએમે અમેરિકન ઉપપ્રમુખના પરિવાર સાથે મુલાકાતની તસવીરોને એક્સ પર શેર કરી લખ્યું, 'અમેરિકન ઉપપ્રમુખ જે.ડી. વેન્સ અને તેમના પરિવારની સાથે એક અદ્ભુત બેઠક થઈ. અમે વિભિન્ન વિષયો પર ખૂબ વાતચીત કરી. તેમના પુત્ર વિવેકના જન્મદિવસની ઉજવણીમાં સામેલ થઈને ખુશી થઈ.'
'અમારા બાળકોએ ગિફ્ટ્સ...'
અમેરિકન ઉપપ્રમુખ જેડી વેન્સે પીએમ મોદી પ્રત્યે આભાર વ્યક્ત કરતાં કહ્યું, 'વડાપ્રધાન મોદી ખૂબ દયાળુ છે અને અમારા બાળકોએ હકીકતમાં ગિફ્ટ્સનો આનંદ ઉઠાવ્યો. હું આ અદ્ભુત વાતચીત માટે તેમનો આભારી છું.' આ પહેલા પીએમઓ ઈન્ડિયા દ્વારા શેર કરવામાં આવેલા એક વીડિયોમાં વડાપ્રધાન વેન્સની સાથે દ્વિપક્ષીય ચર્ચા કરતાં નજર આવ્યા હતા. પીએમ મોદી અને અમેરિકન ઉપપ્રમુખની મુલાકાત શિખર સંમેલનમાં વેન્સના સંબોધનના તાત્કાલિક બાદ થઈ. જેમાં તેમણે ફ્રાન્સની સાથે સંમેલનના સહ-અધ્યક્ષ તરીકે એઆઈ પર પીએમ મોદીના સકારાત્મક વલણનું સ્વાગત કર્યું.
વેન્સે મોદીનો આભાર વ્યક્ત કર્યો
વેન્સે કહ્યું, 'હું પીએમ મોદીની વાતની પ્રશંસા કરું છું. એઆઈ લોકોને સુવિધા આપશે અને તેમને વધુ ઉત્પાદક બનાવશે. આ માણસોનું સ્થાન લેશે નહીં. આ ક્યારેય પણ માણસોનું સ્થાન લેશે નહીં.'
વેન્સે એક્સ પર શેર કરી પર્સનલ સ્ટોરી
વેન્સે જણાવ્યું કે 'મારો પુત્ર વિવેક 12 ફેબ્રુઆરીએ 5 વર્ષનો થઈ ગયો. તે પોતાના પિતાની જેમ મોડા સૂવે છે. આ માટે બાકી તમામના સૂઈ ગયા બાદ અમે બહાર ફરવા ગયા હતા. વિવેક પાંચ વર્ષનો થવાના અમુક મિનિટ પહેલા સૂઈ ગયો. જ્યારે મે આ દિવસ પર વિચાર કર્યો, મને એવું લાગે છે કે મારું જીવન અન્ય લોકોની તુલનામાં સરળ છે. હું દેશ માટે સેવા કરવાની તક અને સૌથી વધુ પોતાના પરિવાર માટે આભારી છું.'
આ પહેલા તેમણે કહ્યું કે 'મે અત્યારે યુરોપીય અધિકારીઓની સાથે સાર્થક બેઠક કરી છે. આ બેઠકમાં ખાસ કરીને ટેક્નોલોજી અને એઆઈના મામલે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એજન્ડાને આગળ વધાર્યો છે. હંમેશાની જેમ અમેરિકાના લોકોની સેવા કરવા માટે પોતાને સન્માનિત અનુભવ કરાવી રહ્યો છું.'
આ પણ વાંચો: VIDEO: ફ્રાન્સ પ્રમુખ મેક્રોંએ પીએમ મોદીનું અપમાન કર્યું! સૌની વચ્ચે હાથ જ ન મિલાવ્યા
એસ્ટોનિયન રાષ્ટ્રપતિ સાથે પીએમ મોદીએ કરી મુલાકાત
પીએમ મોદી-વેન્સની બેઠક બાદ ફ્રાંસની રાજધાનીમાં શિખર સંમેલનમાં એસ્ટોનિયન રાષ્ટ્રપતિ અલાર કારિસની સાથે વધુ એક દ્વિપક્ષીય બેઠક થઈ. પીએમ મોદીએ ચર્ચામાં બંને નેતાઓની તસવીરો એક્સ પર શેર કરી છે. 'પેરિસમાં એઆઈ એક્શન સમિટના અવસરે એસ્ટોનિયાના રાષ્ટ્રપતિ અલાર કારિસની સાથે ખૂબ જ સાર્થક બેઠક થઈ. છેલ્લા અમુક વર્ષોમાં એસ્ટોનિયાની સાથે ભારતના સંબંધ ઉલ્લેખનીય રીતે વધી રહ્યાં છે. અમે વેપાર, ટેકનોલોજી, સંસ્કૃતિ અને અન્ય ક્ષેત્રોમાં સંબંધોને પ્રોત્સાહન આપવાની રીત પર ચર્ચા કરી.'
એક નિવેદનમાં વિદેશ મંત્રાલય (એમઈએ) એ કહ્યું કે 'વડાપ્રધાને એસ્ટોનિયન સરકાર અને કંપનીઓને ભારતની વિકાસ કહાની દ્વારા રજૂ કરવામાં આવેલી તકની જાણકારી મેળવવા અને ડિજિટલ ઈન્ડિયા જેવા કાર્યક્રમોનો લાભ ઉઠાવવા માટે આમંત્રિત કર્યાં.'
આ પહેલા એઆઈ એક્શન સમિટમાં પોતાના સમાપન ભાષણમાં મોદીએ કહ્યું કે 'ચર્ચાઓથી સ્પષ્ટ રીતે સામે આવ્યું છે કે હિતધારકોની વચ્ચે દ્રષ્ટિકોણમાં એકતા અને હેતુંમાં એકતા છે. આ એક્શન સમિટની ગતિ વધારવા માટે ભારતને આગામી સમિટની મેજબાની કરવામાં ખુશી થશે.'