વિકસિત ભારત કેવી રીતે બનશે? PM મોદીએ અમેરિકામાં જણાવ્યો પ્લાન, 'PUSHP'ની કરી વ્યાખ્યા
PM Modi Addressed Indian Diaspora In New York: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે (22મી સપ્ટેમ્બર) ન્યૂયોર્કમાં નાસાઉ કોલિઝિયમ ખાતે ભારતીય સમુદાયને સંબોધિત કરતાં જણાવ્યું કે PUSHPની પાંચ પાંખડીઓ સાથે આપણે વિકસિત ભારત બનાવીશું. લોંગ આઇલેન્ડ કોલિઝિયમ ખાતે તેમના આગમન પહેલા ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે આજે ભારત વિશ્વના સૌથી મોટા યુવા દેશોમાંનો એક છે. ભારત ઊર્જાથી ભરેલો છે, સપનાઓથી ભરેલો છે.
વડાપ્રધાન મોદીએ PUSHPની કરી વ્યાખ્યા
તેમણે કહ્યું કે આજે જ વધુ એક સારા સમાચાર મળ્યા છે. ભારતને પુરુષ અને મહિલા ચેસ ઓલિમ્પિયાડ બંનેમાં ગોલ્ડ મળ્યો છે. લગભગ 100 વર્ષના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે. તેમણે કહ્યું કે તમને એક શબ્દ યાદ રહેશે... PUSHP… P for Progressive ભારત, U for Unstoppable ભારત. S for Spiritual ભારત, H for Humanity First ને સમર્પિત ભારત, P for Prosperous ભારત. PUSHP- પુષ્પની આ પાંચ પાંખડીઓ મળીને જ વિકસિત ભારત બનાવશે.
આ પણ વાંચો: ...તો PM મોદી રાજકારણમાં એન્ટ્રી જ નહોતા કરવાના? અમેરિકામાં ભારતીયો સમક્ષ કર્યો ખુલાસો
ભારત જલદી જ ત્રીજા ક્રમનું અર્થતંત્ર બનશે
તેમણે કહ્યું કે ભારત અને અમેરિકા લોકતંત્રના ઉત્સવમાં એકજૂટ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને મને આમંત્રિત કર્યા. આ 140 કરોડ ભારતીયો માટે સન્માનની વાત છે. એક દાયકાથી ભારત 10માં ક્રમેથી 5માં ક્રમનું અર્થતંત્ર બની ગયું છે. હવે દરેક ભારતીય ઈચ્છે છે કે ભારત જલદી જ ત્રીજા ક્રમનું અર્થતંત્ર બને.