Get The App

PM મોદીનો ઈઝરાયલને ઝટકો! અમેરિકામાં જુઓ કોને મળ્યાં, ટુ નેશન થિયરીનું કર્યું સમર્થન

Updated: Sep 23rd, 2024


Google NewsGoogle News
PM Modi Meets Palestinian President Mahmoud Abbas


PM Modi Meets Palestinian President Mahmoud Abbas in New York: ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે મુલાકાત કરી છે. ગાઝાની દયનીય હાલત પર ઊંડી ચિંતા વ્યક્ત કરતાં વડાપ્રધાન મોદીએ આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપના માટે ભારતનું સમર્થન વ્યક્ત કર્યું હતું. 

UNGAની બેઠકથી અલગ મુલાકાત યોજાઈ 

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસની મુલાકાતે અમેરિકા પહોંચ્યા છે. તેમના પ્રવાસના બીજા તબક્કામાં પીએમ મોદી ન્યૂયોર્ક પહોંચ્યા હતા. અહીં સંયુક્ત રાષ્ટ્રની મહાસભા (UNGA) સત્રથી અલગ તેમણે પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહેમૂદ અબ્બાસ સાથે મુલાકાત કરી હતી. 

આ પણ વાંચો: વિકસિત ભારત કેવી રીતે બનશે? PM મોદીએ અમેરિકામાં જણાવ્યો પ્લાન, 'PUSHP'ની કરી વ્યાખ્યા


પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું કે, 'ન્યૂયોર્કમાં રાષ્ટ્રપતિ મહેમૂદ અબ્બાસ સાથે મુલાકાત કરી. દરમિયાન ગાઝામાં શાંતિ બહાલી માટે ભારતનું સમર્થન વ્યક્ત કર્યું. પેલેસ્ટાઈનના લોકો સાથે લાંબા ગાળાની મિત્રતા વધુ મજબૂત કરવા માટે વિચારોનું આદાન-પ્રદાન પણ કર્યું.

પીએમ મોદીએ એવી તો કઈ વાત કહી જે ઈઝરાયલને ખૂંચશે! 

વિદેશ મંત્રાલયના નિવેદન અનુસાર ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચેના વિવાદને વડાપ્રધાન મોદીએ શાંતિપૂર્ણ રીતે ઉકેલવા, બંધકોને મુક્ત કરવા અને વાતચીત તથા કૂટનીતિ દ્વારા ઉકેલ શોધવાની તરફેણ કરી હતી. આ દરમિયાન તેમણે ટુ નેશન થિયરીનું સમર્થન કરતાં કહ્યું કે આ પ્રદેશમાં કાયમી શાંતિનો માર્ગ બનશે. ઉલ્લેખનીય છે કે ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલે છે અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી તે અલગ પેલેસ્ટાઈન રાષ્ટ્રની રચના કરવાના વિરોધી રહ્યા છે. જ્યારે પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ સાથેની મુલાકાતમાં પીએમ મોદીએ ફરી એકવાર આ મામલે સમર્થન દર્શાવીને ઈઝરાયલને ઝટકો આપ્યો હતો. 

ગાઝામાં 40 હજારથી વધુનાં મોત

ઉલ્લેખનીય છે કે ભારત હંમેશાથી પેલેસ્ટાઈનને માન્યતા આપનારા દેશોમાં આગળ રહ્યું છે. પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્રમાં પેલેસ્ટાઈનના સભ્યપદને સમર્થન આપવાનો પણ પુનરોચ્ચાર કર્યો હતો. ગયા વર્ષે 7 ઓક્ટોબરે હમાસના હુમલા બાદથી ઈઝરાયેલ ગાઝા પટ્ટીમાં સતત હુમલા કરી રહ્યું છે. ગાઝામાં અત્યાર સુધીમાં લગભગ 40 હજાર લોકો માર્યા ગયા છે.

PM મોદીનો ઈઝરાયલને ઝટકો! અમેરિકામાં જુઓ કોને મળ્યાં, ટુ નેશન થિયરીનું કર્યું સમર્થન 2 - image


Google NewsGoogle News