'વૈશ્વિક શાંતિ માટે સંસ્થાઓમાં ફેરફાર જરૂરી', UNથી દુનિયાને પીએમ મોદીનો સંદેશ
PM Modi Addresses UN 'Summit of the Future' : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય અમેરિકાની મુલાકાતે છે. આ દરમિયાન તેમની અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે અને ક્વાડ સમૂહના નેતાઓ સાથે બેઠક થઈ હતી. ત્યારબાદ આજે (23 સપ્ટેમ્બર 2024) વડાપ્રધાન મોદીએ UN (સંયુક્ત રાષ્ટ્ર) મહાસભામાં સંબોધન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે, ભારતમાં 25 કરોડ લોકો ગરીબીથી બહાર નીકળ્યા છે.
પીએમ મોદીએ કહ્યું કે, જૂનમાં હાલમાં માનવ ઇતિહાસની સૌથી મોટી ચૂંટણીમાં ભારતના લોકોએ મને સતત ત્રીજી વખત સેવાનો મોકો આપ્યો છે અને આજે હું આ વન સીટ ઓફ હ્યુમેનિટીનો અવાજ આપ સુધી પહોંચવા માટે આવ્યો છું. જ્યારે આપણે ગ્લોબલ ભવિષ્યની વાત કરી રહ્યા છીએ તો હ્યૂમન એપ્રોચ સર્વપ્રથમ હોવું જોઈએ. સસ્ટેનેબલ ડેવલપમેન્ટને પ્રાથમિકતા આપતા આપણે માનવ કલ્યાણ, ફૂડ, હેલ્થ, સુરક્ષા સુનિચ્છિત કરવી પડશે.
'ભારતમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર નીકળ્યા'
ભારતમાં 250 મિલિયન લોકોને ગરીબીથી બહાર કાઢીને એ બતાવ્યું છે કે, સસ્ટેનેબલ કેબ બી સક્સેસફુલ. સક્સેસમાં અમારો એ અનુભવ અમે ગ્લોબલ સાઉથની સાથે શેર કરવા માટે તૈયાર છીએ.
'વૈશ્વિક શાંતિ માટે સંસ્થાઓમાં ફેરફાર જરૂરી'
પીએમ મોદીએ કહ્યું કે, વૈશ્વિક શાંતી અને વિકાસ માટે ગ્લોબલ સંસ્થાઓમાં ફેરફાર જરૂરી છે. REFORM IS THE KEY TO RELEVANCE. આફ્રિકન યૂનિયનને નવી દિલ્હી સમિટમાં જી-20ની કાયમી સદસ્યતા આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હતું. વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે એક તરફ આતંકવાદ જેવો મોટો ખતરો છે તો બીજી તરફ સાયબર, સ્પેસ જેવા અનેક સંઘર્ષના નવા-નવા મેદાન પણ બની રહ્યા છે. આ તમામ વિષયો પર હું ભારત આપતા કહીશ કે Global Action must match Global Ambition.