'21 મી સદી ભારતની, દરેક દેશની સંપ્રભુતાનું સન્માન જરૂરી.. ', ASEAN સમિટને PM મોદીનું સંબોધન
Asean Summit 2024: ગુરુવારે લાઓસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસિયાન સમિટને સંબોધિત કરી હતી. જેમાં પીએમ મોદીએ રાષ્ટ્રીય અખંડિતતા અને એકબીજાના સન્માનની અપીલ પણ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસિયાન અને ભારત વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે 10 મુદ્દાની યોજના રજૂ કરી છે.
21મી સદી 'એશિયન સદી'- PM મોદી
પીએમ મોદીએ કહ્યું, “અમે પાડોશી છીએ, ગ્લોબલ સાઉથમાં ભાગીદાર છીએ અને વિશ્વના ઝડપથી વિકસતા પ્રદેશ છીએ. અમે એક શાંતિપ્રિય રાષ્ટ્ર છીએ જે એકબીજાની રાષ્ટ્રીય અખંડિતતા અને સાર્વભૌમત્વનું સન્માન કરીએ છીએ. હું માનું છું કે 21મી સદી એ 'એશિયન સદી' છે, ભારત અને આસિયાન દેશો માટે સદી છે. આજે, જ્યારે વિશ્વના ઘણા ભાગોમાં સંઘર્ષ અને તણાવ છે, ત્યારે ભારત અને આસિયાન વચ્ચે મિત્રતા, સમન્વય, સંવાદ અને સહયોગ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
Proposed ten suggestions which will further deepen India’s friendship with ASEAN. pic.twitter.com/atAOAq6vrq
— Narendra Modi (@narendramodi) October 10, 2024
પ્રધાનમંત્રીએ ભારત-આસિયાન સમિટને સફળ ગણાવી
ભારત-આસિયાન ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની 10 મુદ્દાની યોજનામાં વર્ષ 2025ને આસિયાન-ભારત પ્રવાસન વર્ષ તરીકે ઉજવવા માટે ભારત સંયુક્ત પ્રવૃત્તિઓ માટે $5 મિલિયન આપશે, નાલંદા યુનિવર્સિટીમાં શિષ્યવૃત્તિની સંખ્યા બમણી કરવી અને ભારતની કૃષિ યુનિવર્સિટીઓમાં આસિયાન વિદ્યાર્થીઓ માટે નવી શિષ્યવૃત્તિ આપવાનો સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રીએ યુથ સમિટ, સ્ટાર્ટઅપ ફેસ્ટ, 'હેકાથોન', મ્યુઝિક ફેસ્ટ, આસિયાન-ઈન્ડિયા નેટવર્ક ઓફ થિંક ટેન્ક અને દિલ્હી ડાયલોગ સહિત 'એક્ટ ઈસ્ટ' નીતિને એક દાયકો પૂરો થવા પર અનેક લોકો-કેન્દ્રિત પ્રવૃત્તિઓની જાહેરાત કરી હતી.
'એક પેડ મા કે નામ' અભિયાનમાં જોડાવા અપીલ
પીએમ મોદીએ આસિયાન-ઈન્ડિયા સાયન્સ એન્ડ ટેક્નોલોજી ડેવલપમેન્ટ ફંડ હેઠળ આસિયાન-ભારત મહિલા વૈજ્ઞાનિક પરિષદના સંગઠનની પણ જાહેરાત કરી હતી. વડા પ્રધાને આસિયાન નેતાઓને ‘મા કે લીયે એક પેડ લગાઓ' (મા માટે એક વૃક્ષ વાવો) અભિયાનમાં જોડાવા માટે પણ આહ્વાન કર્યું હતું.
આ પણ વાંચો: મહાદેવ બેટિંગ એપ દ્વારા 6000 કરોડનું ફલેકું ફેરવનાર કૌભાંડી દુબઈથી ઝડપાયો, ભારત લવાશે!
ડિજિટલ અને સાયબર સ્થિતિસ્થાપકતાને મજબૂત કરવા માટે આસિયાન-ભારત સાયબર પોલિસી સંવાદની નિયમિત મિકેનિઝમ શરૂ કરશે, 2025 સુધીમાં આસિયાન-ભારત ગુડ ટ્રેડ એગ્રીમેન્ટની સમીક્ષા, આપત્તિ સ્થિતિસ્થાપકતા વધારવા માટે ભારત $5 મિલિયન આપશે, આરોગ્ય સ્થિતિસ્થાપકતાના નિર્માણ તરફ એક નવો આરોગ્ય પ્રધાન ટ્રેક લોન્ચ કરાશે.