પ્લાસ્ટિક પ્રદૂષણ વાદળો સુધી પહોંચ્યું, મળ્યા ૫ મીલિમીટર જેટલું કદ ધરાવતા સુક્ષ્મ કણો

પ્લાસ્ટિકના અંદાજે ૧ કરોડ ટન ટુકડા જમીનથી સમુદ્રમાં પહોંચે છે.

દરિયામાંથી વાયુમંડળ તરફ ગતિ કરતા હોવાનો બોલતો પુરાવો

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News


પ્લાસ્ટિક પ્રદૂષણ વાદળો સુધી પહોંચ્યું,  મળ્યા ૫ મીલિમીટર જેટલું કદ ધરાવતા સુક્ષ્મ કણો 1 - image

ટોકયો,૫ ઓકટોબર,૨૦૨૩,ગુરુવાર 

પ્લાસ્ટિક પ્રદૂષણથી દુનિયાના મહાસાગર કચરા ટોપલી જેવા બનતા જાય છે. માઇક્રો પ્લાસ્ટિકની સાબીતી અત્ર તત્ર સર્વત્ર મળે છે. માઇક્રો પ્લાસ્ટિકના કણ હવામાં પણ ઉડતા રહે છે જે શ્વાસ મારફતે શરીરમાં પ્રવેશ કરે છે. પાણી અને ખોરાક પણ પ્લાસ્ટિકના સુક્ષ્મ કણોથી બાકાત નથી. જો કે સૌથી નવાઇની વાત તો એ છે કે જયાંથી વરસાદી પાણી પૃથ્વી પર આવે છે એ વાદળોમાં પણ માઇક્રોપ્લાસ્ટિકના કણ મળી આવ્યા છે. જાપાનના વૈજ્ઞાાનિકોએ પ્રથમ વાર વાદળમાંથી પ્લાસ્ટિકના કણ પારખી લીધા છે. સંશોધકોનું માનવું છે કે માઇક્રોપ્લાસ્ટિકના કણ જળવાયુ અને સમુદ્રના પાણીના બાષ્પિભવનની સિસ્ટમ પર ગંભીર અસર પેદા કરી રહયા છે. 

પ્લાસ્ટિક પ્રદૂષણ વાદળો સુધી પહોંચ્યું,  મળ્યા ૫ મીલિમીટર જેટલું કદ ધરાવતા સુક્ષ્મ કણો 2 - image

પ્લાસ્ટિકના જે કણનો આકાર કે કદ પાંચ મિલીમીટર કે તેનાથી ઓછું હોય તેને માઇક્રો પ્લાસ્ટિક કહેવામાં આવે છે.સંશોધન અનુસાર દર વર્ષે પ્લાસ્ટિકના અંદાજે ૧ કરોડ ટન ટુકડા જમીનથી સમુદ્રમાં પહોંચે છે. જયાંથી તે વાયુમંડળ તરફ ગતિ કરે છે. વાદળોમાં તેમની હાજરી આનો મજબૂત પુરાવો છે. વાદળમાંથી પાણી સ્વરુપે  માઇક્રો કણ પૃથ્વી પર પાછા આવી શકે છે જેને ભવિષ્યમાં પ્લાસ્ટિક રેન કહેવામાં આવશે.

જર્નલ એનવાર્યમેન્ટ કેમેસ્ટ્રી લેટર્સમાં પ્રકાશિત માહિતી મુજબ સંશોધકોએ માઉન્ટ ફૂજી, માઉન્ટ ઓયામાની ટોચ અને દક્ષિણ પૂર્વી તળેટી પરથી લગભગ ૩ થી ૪ કિમીની ઉંચાઇએથી બાદળના પાણીના નમૂના લીધા હતા. ભૌતિક અને રાસાયણિક વિશ્વલેષણ કરતા પ્લાસ્ટિક સુક્ષ્મ કણ ધ્યાનમાં આવ્યા હતા. પ્લાસ્ટિકના કણ તપાસવા માટે ઇમેજિંગ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.



Google NewsGoogle News