VIDEO : 600 ફૂટની ઊંચાઈ પર પ્લેનનું એન્જિન થયું ફેલ, પછી જે થયું તે જોઈને હચમચી જશો
પ્લેનમાં મુસાફરી કરવી જેટલી સરળ અને સુવિધાજનક છે, એટલી જ તે ખતરનાક પણ હોય છે. એવું અનેકવાર બને છે કે, વચ્ચે આકાશમાં જ પ્લેનમાં કોઈ ખરાબી આવી જાય છે અને તેવામાં મુસાફરોના જીવને પણ ખતરો ઉભો થાય છે. જોકે, એવું ખુબ ઓછું બને છે, પરંતુ તેમ છતા આવી દુર્ઘટનાઓ અનેકવાર જોવા મળે જ છે. કેટલીક વખત તો એવું પણ બને છે કે, ઉડતા ઉડતા પ્લેનનું એન્જિન ફેલ થઈ જાય છે અને તે સ્થિતિ સૌથી વધારે જીવલેણ હોય છે. સોશિયલ મીડિયા પર આજકાલ તેનાથી જોડાયેલ એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક એવા દ્રશ્યો જોવા મળે છે કે લોકોના રૂંવાટા ઉભા થઈ જાય.
જોકે, 600 ફૂટની ઊંચાઈ પર અચાનક જ પ્લેનનું એન્જિન ફેલ થઈ જાય. તેવામાં પાયલટ અને કો-પાયલટનો તો જીવ તાળવે ચોંટી જાય છે. જોકે, તેમણે સૂઝબૂઝ બતાવી અને પ્લેનને ક્રેશ થતા બચાવી લીધું. બંનેએ મળીને પ્લેનનું જમીન પર સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું. આ કદાચ એક નાનું પ્લેન હતું. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, પ્લેન ઉડી રહ્યું છે, આ વચ્ચે તેમાં કેટલીક ખરાબી આવી જાય છે, જ્યારબાદ પાયલટ અને કો-પાયલટની ચિંતા વધી જાય છે. તેઓ ફટાફટ અનેક બટન દબાવવા લાગે છે અને પ્લેનને કાબૂ કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તે પ્લેનને કાબૂમાં નથી લાવી શકતા, પરંતુ તેને સુરક્ષિત જમીન પર લેન્ડ કરાવવામાં સફળ થાય છે. સદનસીબે પ્લેન ક્રેશ ન થયું.
શ્વાસ અદ્ધર કરી દેનારો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @Madvidss નામની આઈડી પરથી શેર કરવામાં આવ્યો છે. અંદાજિત 51 સેકેન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે.