આવો વિમાની અકસ્માત દુનિયામાં કોઇએ નહીં જોયો હોય; વિમાન સળગી ગયું 108 યાત્રીઓ બચી ગયા
- થાઈલેન્ડમાં બનેલી અદ્ભુત ઘટના
- વિમાન એર બોર્ન થયું કે કોઇને ધૂમાડાની ગંધ આવી ત્યાં આગ લાગી : સૌ લાઇફ જેકેટ પહેરી સમુદ્રમાં કૂદી પડયા
બેંગકોંક : થાઈલેન્ડના અખાતમાં આજે (ગુરૂવારે) એક વિમાની અકસ્માતે સમગ્ર દુનિયાને આશ્ચર્યમાં નાખી દીધી છે. અહીંથી ઉપડેલું વિમાન એર બોર્ન થયું કે તુર્ત જ તેમાં આગ લાગી. આગ લાગતાં યાત્રીઓના શ્વાસ થંભી ગયા. લોકો જીવ બચાવવા ચીસો પાડવા લાગ્યા. વિમાનમાં અફડાતફડી મચી ગઈ. બીજી તરફ આગ ફેલાતી ગઈ. તેથી યાત્રીઓ લાઇફ જેકેટ્સ પહેરી સમુદ્રમાં કૂદી પડયા. આશ્ચર્ય તે છે કે વિમાનમાંરહેલા ૯૭ પ્રવાસીઓ વત્તા પાયલોટ્સ સહિત ૧૧ ક્રૂ મેમ્બર્સ મળી તમામ ૧૦૮ વ્યક્તિઓના જાન બચી ગયા હતા. તે સર્વેને થાઈલેન્ડની બોટોએ બચાવી લીધા.
સૂરત-થાનીક્ષ લોકપ્રિય પર્યટન સ્થળ કોહ-તાઓ જવા માટે આ વિમાન ઉપડયું કે યાત્રીઓ પૈકીના એકને પહેલાં ધૂમાડાની ગંધ આવી. તેણે અન્યોને પૂછ્યું ધૂમાડાની વાસ આવે છે ? ત્યાં તો જબરજસ્ત ઘડાકો થયો. અને પાંચ મિનિટ કરતાં એ ઓછા સમયમાં આગ ફેલાઈ ગઈ.
આ અંગે પ્રવક્તા મૈત્રી પ્રોમજમ્પાએ જણાવ્યું કે, પહેલાં ધુમાડાની વાસ આવી, પછી પાંચ મિનિટ કરતાં એ ઓછા સમયમાં આગ ફેલાતી જોવા મળી. લોકો ચીસો પાડવા લાગ્યા. તેવો તદ્દન ગભરાઈ ગયા હતા. થોડો સમય તો અફડાતફડી મચી ગઈ. પરંતુ તુર્ત જ વિમાનમાં જ રાખવામાં આવતાં લાઇફ જેકેટ્સ પહેરી બધા સમુદ્રમાં કૂદી પડયા જેથી બચી ગયા. જો કે પછી તુર્ત જ થાઈ ગવર્નમેન્ટની બોટ્સ આવી પહોંચી અને યાત્રીઓને બચાવી લીધા. આ માહિતી આપતાં અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે આગ ઉપર તુર્ત જ કાબુ મેળવવામાં આવ્યો. આગની શરૂઆત વિમાનનાં એન્જિનમાં લાગેલી આગથી થઇ હતી.