Get The App

VIDEO : બ્રાઝિલમાં ભીના રન-વેને કારણે બાઉન્ડ્રી તોડી અગનગોળો બન્યું વિમાન, 1નું મોત, 7 ઈજાગ્રસ્ત

Updated: Jan 10th, 2025


Google NewsGoogle News
Brazil Plane Crash


Brazil Plane Crash: બ્રાઝિલમાં મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. સાઓ પાઉલોના શહેર ઉબાતુબામાં એક નાનું વિમાન ભીના રન-વેને કારણે બાઉન્ડ્રી તોડીને રોડ પર ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં એકનું મોત અને સાત લોકો ઈજાગ્રસ્ત થયા હતા. વિમાન દુર્ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

વરસાદ અને ભીના રન-વેને કારણે દુર્ઘટના સર્જાઈ

અહેવાલો અનુસાર, વિમાન દુર્ઘટનામાં પાયલોટનું મૃત્યુ નિપજ્યું હતું અને વિમાનમાં સવાર ચાર મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઉફરાંત આ અકસ્માતમાં ક્રુઝેરો બીચ રિસોર્ટમાં અન્ય ત્રણ લોકો પણ ઈજાગ્રસ્ત થયા હતા. ઉબાતુબા એરપોર્ટની કન્સેશન કંપની રેડે વોઆના જણાવ્યા અનુસાર, 'હવામાનની સ્થિતિ સારી નહોતી. આ અકસ્માત વરસાદ અને ભીના રન-વેના કારણે સર્જાયો હતો.' જો કે, બ્રાઝિલની વાયુસેનાએ અકસ્માતનું કારણ જાણવા માટે ટેકનિશિયન અને નિષ્ણાતોની ટીમ ઘટનાસ્થળે મોકલી છે.

આ પણ વાંચો: પ્રજાસત્તાક દિવસના ચીફ ગેસ્ટનો કોયડો ગુંચવાયો, આમંત્રણ બાદ પાકિસ્તાની કનેક્શન ભારતને નામંજૂર!


24મી ડિસેમ્બરે બ્રાઝિલમાં વિમાન દુર્ઘટના થઈ હતી

અગાઉ 24મી ડિસેમ્બર 2024ના રોજ બ્રાઝિલના સાઓ પાઉલો રાજ્યના રહેણાંક વિસ્તારમાં વિમાન ક્રેશ થતાં એક સગીર સહિત પાંચ લોકોના મૃત્યુ નિપજ્યાં હતા.  આ વિમાન સિંગલ-એન્જિન RV-10 હતું જેમાં પાઇલટ અને ત્રણ મુસાફરો માટે બેઠક વ્યવસ્થા હતી. સપ્ટેમ્બર (2024)ની શરૂઆતમાં એમેઝોનાસ રાજ્યના બાર્સેલોસ શહેર નજીક એક વિમાન ક્રેશ થયું હતું, જેમાં 14 લોકો માર્યા ગયા હતા.

VIDEO : બ્રાઝિલમાં ભીના રન-વેને કારણે બાઉન્ડ્રી તોડી અગનગોળો બન્યું વિમાન, 1નું મોત, 7 ઈજાગ્રસ્ત 2 - image


Google NewsGoogle News