VIDEO: બ્રાઝિલમાં વધુ એક મોટી દુર્ઘટના, પ્લેન બિલ્ડિંગ સાથે ટકરાયા બાદ દુકાનો પર પડ્યું, 10ના મોત
Plane Crashes In Brazil: દક્ષિણ બ્રાઝિલમાં ટૂરિસ્ટોને આકર્ષિત કરનારા શહેર ગ્રમાડોમાં રવિવાર (22 ડિસેમ્બર, 2024)ના રોજ એક મોટી દુર્ઘટના બની હતી. જેમાં એક નાનું વિમાન ક્રેશ થયું હતું. મળતી માહિતી અનુસાર, વિમાનમાં સવાર 10 લોકોના મોત થયા છે.
રિયો ગ્રાંડે ડો સુલ રાજ્યના સાર્વજનિક સુરક્ષા કાર્યાલય અનુસાર, ઓછામાં ઓછા 15 લોકોને શહેરની હોસ્પિટલમાં લઈ જવાયા છે. જેમાંથી વધુ પડતાં લોકો દુર્ઘટનાથી લાગેલી આગના કારણે દાઝ્યા હતા.
'વિમાનમાં સવાર લોકો જીવિત ન બચ્યા'
વિસ્તારના અધિકારીઓએ જણાવ્યું કે, વિમાન કથિત રીતે પહેલા એક બિલ્ડિંગની ચિમનીથી ટકરાયું હતું બાદમાં તે એક ઘરના બીજા માળે જઈ પડ્યું. ત્યારબાદ બાદ તે ફર્નિચરની દુકાન સાથે ટકરાયું. દુર્ઘટના બાદ વિમાનનો કાટમાળ નજીકની એક ધર્મશાળામાં પણ પહોંચ્યો. ત્યારે, શહેરના ગવર્નર એડુઆર્ડો લેઇટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં કહ્યું કે, દુર્ભાગ્યથી, પ્રાથમિક રિપોર્ટથી સંકેત મળે છે કે વિમાનમાં સવાર લોકો જીવિત ન બચ્યા.
આ પણ વાંચો: 9/11ની જેમ, યુક્રેનનાં ડ્રોન્સ રશિયાનાં કાઝાનના એપાર્ટમેન્ટ ટાવર પર ત્રાટક્યાં
ક્રિસમસના સમયે બની દુર્ઘટના
રિયો ગ્રાંડે ડો સુલમાં ગ્રામાડો બ્રાઝિલનું સૌથી લોકપ્રિય પર્યટન સ્થળ છે. આ વર્ષની શરૂઆતમાં આ શહેર પુરથી અસરગ્રસ્ત હતું, જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર નષ્ટ થઈ ગયું અને રાજ્યની અર્થવ્યવસ્થાને ખુબ નુકસાન થયું. આ દુર્ઘટના એવા સમયે બની છે, જ્યારે ક્રિસમસ માટે થોડા દિવસો જ બચ્યાં છે. એવા સમય પર શહેર માટે વિશેષ રીતે ભીડ હોય છે.
બ્રાઝિલમાં ભીષણ અકસ્માત, બસ અને ટ્રક વચ્ચે ટક્કર થતા 41 લોકોના મોત
આ અગાઉ શનિવારે બ્રાઝિલમાં એક બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 41 લોકોના મોત થયા છે. આ ઉપરાંત ઘણાં લોકો ઇજાગ્રસ્ત થયા છે. મીડિયા અહેવાલ મુજબ અધિકારીઓએ જણાવ્યું કે, શનિવારે (21 ડિસેમ્બર) સવારે દક્ષિણ-પૂર્વ બ્રાઝિલના એક રાજ્ય મિનાસ ગેરેસમાં એક નેશનલ હાઇવે પર એક મુસાફર બસ અને ટ્રક વચ્ચે ટક્કર થતા ભયંકર અકસ્માત થયો હતો.
આ પણ વાંચો: VIDEO: જર્મની બાદ નાઈઝીરીયામાં ક્રિસમસ દરમિયાન નાસભાગ, 32ના મોત, અનેક લોકો ઈજાગ્રસ્ત