જહાજ લૂંટતા ચાંચિયાઓનું અનોખું પાયરેટસ સ્ટોક એકસચેન્જ, લૂંટના માલથી માલામાલ

ફાયનાન્સરો સારી પાઇરેટ ગેંગ શોધીને રોકાણ કરે છે

લૂંટફાટ માટે કેરોસિનના બેરલ, એક -૪૭ અને પેકેજ ભોજન વગેરેની પણ બોલી

Updated: Jan 25th, 2024


Google NewsGoogle News
જહાજ લૂંટતા ચાંચિયાઓનું  અનોખું પાયરેટસ સ્ટોક  એકસચેન્જ, લૂંટના માલથી માલામાલ 1 - image


મોગાદિશુ,25 જાન્યુઆરી,2024, ગુરુવાર 

સામાન્ય રીતે શેર બજારના રોકાણકારો કંપનીનું પ્રદર્શન અને ભવિષ્યનું અનુમાન લગાવીને શેરોની ખરીદી કે વેચાણ કરે છે પરંતુ સોમાલિયામાં એક એવું સ્ટોક એકસચેન્જ છે જયાં પાયરેટસ એટલે કે સમુદ્રી ડાકુઓ પોતાનો કારોબાર ચલાવવા માટે ખાસ પ્રકારનું સ્ટોક એકસચેન્જ ચલાવે છે જેને પાયરેટસ સ્ટોક એકસચેન્જ કહેવામાં આવે છે. સોમાલિયાની રાજધાની મોગાદિશુથી ૨૫૦ માઇલ દૂર ઉત્તર પૂર્વમાં આવેલા હરાર ધેરમાં ગરીબ અને ભુખમરા સામે ઝઝુમી રહેલા લોકોએ પાયરેસીને કેપિટલાઇઝ કરવા માટે સ્ટોક એકસચેન્જ શરુ કર્યુ છે. એક સમયે આ ગામના ચાંચિયાઓએ સમગ્ર સમુદ્રી વિસ્તારમાં હાહાકાર મચાવ્યો હતો.

જહાજ લૂંટતા ચાંચિયાઓનું  અનોખું પાયરેટસ સ્ટોક  એકસચેન્જ, લૂંટના માલથી માલામાલ 2 - image

વર્ષ ૨૦૦૯માં શરુ થયેલું સ્ટોક એકસચેન્જ લુટફાટનો ધંધો કરતા લોકો માટે પૈસા એકઠા કરવાનું મંચ બન્યું છે તેની શરુઆત ૧૫ મેરી ટાઇમ કંપનીઓથી થઇ હતી.આજે ૭૨ મેરિટાઇમ કંપનીમાં રોકાણ કરી શકે છે. પાયરસી સંબંધિત વ્યવસાય નફાકારક આર્થિક પ્રવૃતિ બની ગયો છે.સમગ્ર વિસ્તારની અર્થ વ્યવસ્થા ચલાવવા માટે આ ખૂબજ અસરકારક સાબીત થયું છે. પાયરેટસ એકસચેન્જમાં બુકી અને સટોડિયા ધૂણી ધખાવીને લૂંટફાટ અને ચોરીની રીતે ફાયદાકારક હોય તેવા રુટનો સર્વે કરે છે. જયારે તેમને એવું કશુંક જણાય ત્યારે ત્યારે આ સ્ટોક એકસચેન્જ આવીને તેનું ફંડિંગ કરે છે.

જહાજ લૂંટતા ચાંચિયાઓનું  અનોખું પાયરેટસ સ્ટોક  એકસચેન્જ, લૂંટના માલથી માલામાલ 3 - image

કોઇ પણ વ્યકિત જેમ કે કેરોસિનના બેરલ,  એક -૪૭ અને પેકેજ ભોજન વગેરેની પણ બોલી લગાવી શકે છે અથવા તો સ્પોન્સર કરી શકે છે.આમ ચાંચિયાગીરીને સામુહિક બિઝનેસ બનાવી દીધો છે. ફાયનાન્સરો હંમશા સારી પાઇરેટ ગેંગ શોધે છે જેને પાઇરેટ મિશન માટે ફંડ પુરુ પાડે છે. સ્થાનિક ચાંચિયાઓ બોટ, બંદુક અને પોતાનું શસ્ત્ર દળ પણ રાખે છે જેને પગાર ચુકવવામાં આવે છે.આના બદલામાં તેને વેન્ચરમાં શેર મળે છે.

સમુદ્રી ડાકુઓ જે પણ જહાજને લૂંટે તેની વસ્તુઓ કન્ટેનર શિપને વેચી દે છે. કેટલાક સેલરને પણ બંદી બનાવી લે છે.વેસ્ટર્ન શિપિંગ ઇશ્યોરન્સને પાછા આપવા માટે સરેરાશ ૪ મિલિયન ડોલર વસૂલે છે.સોમાલિયામાં ઇસ્લામિક ઝનુન અને કટ્ટરવાદ વધવાથી સરકાર સ્થાનિક લોકોના કલ્યાણ પર ધ્યાન આપી શકતી નથી.ગરીબી,ચોરી અને આતંકવાદના ચક્કરથી બચવા માટે સોમાલિયામાં ઘણા યુવાનો પાઇરેટસ ગેંગમાં જોડાઇ જાય છે. આ પાઇરેટસ ગેંગ ખૂબજ કોમર્શિયલ રીતે કામ કરે છે. સોમાલિયાના સમુદ્રી ડાકુઓ જાણે છે કે જહાજનું અપહરણ કરવાથી બધા સ્થળે નાણા મળવાના નથી.


જહાજ લૂંટતા ચાંચિયાઓનું  અનોખું પાયરેટસ સ્ટોક  એકસચેન્જ, લૂંટના માલથી માલામાલ 4 - image

ત્યાર પછી સોમાલિયાના સમુદ્રી ડાકુઓએ ૧૩ વર્ષ પહેલા પોતાનું સ્ટોક એકસચેન્જ ખોલવાનો નિર્ણય કર્યો જેમાં કોઇ પણ વ્યકિત વેંચર કેપિટલિસ્ટ બની શકે છે અને ખંડણીની જે ટકાવારી મળે છે તેમાંથી હોસ્પિટલ, સ્કૂલ અને આંતર માળખાકિય સુવિધાઓમાં વપરાય છે. જો કે પાઇરેટ સ્ટોક એકસચેન્જમાં નિયમોનું પાલન ન થવાથી ભ્રષ્ટાચાર વધતો જાય છે.  આથી દાવ લગાવનાર વ્યકિત ઘણી વાર તેની તમામ સંપતિથી ગુમાવી બેસે છે. હરારઘેરેમાં રોકાણકારો સરકાર જયારે કડક કાર્યવાહી કરે ત્યારે મુશ્કેલીમાં મુકાય છે. એ પણ છે કે તમે પોતાના ટેકસ ફોર્મમાં પાયરસી એવું લખી શકતા નથી.



Google NewsGoogle News