Get The App

ઓસ્ટ્રેલિયામાં મોટી દુર્ઘટના, હોટેલની છત પર હેલિકોપ્ટર થયું ક્રેશ, 2નાં મોત, આગ ફેલાતા 400ને બચાવાયા

Updated: Aug 12th, 2024


Google NewsGoogle News
Australia Helicopter Crash


Australia Helicopter Crash: ઓસ્ટ્રેલિયાના કેઇર્ન્સ શહેરના હિલ્ટન વિસ્તારમાં આવેલી  ડબલ ટ્રી નામની હોટેલની છત સાથે હેલિકોપ્ટર અથડાતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. હેલિકોપ્ટર 10 હજાર ફૂટની ઊંચાઈથી અચાનક હોટલની છત પર પડ્યું હતું અને તેની સાથે જ હેલિકોપ્ટરમાં આગ લાગી હતી. દુર્ઘટના બાદ તરત જ હોટલને ખાલી કરાવવામાં આવી હતી અને 400 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં પાયલટ અને એક મુસાફરનું મૃત્યુ થયું છે. 

હોટલની છત સાથે હેલિકોપ્ટર અથડાયું

અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે હોટેલની છત પર હેલિકોપ્ટર અથડાયા બાદ હોટલના સેંકડો મહેમાનોને બહાર કાઢવામાં આવ્યા હતા. સોમવારે સવારે લગભગ 2 વાગ્યે હોટેલમાં દુર્ઘટના માટે ઇમરજન્સી ક્રૂને બોલાવવામાં આવ્યા હતા. કેસની તપાસ ચાલી રહી છે. અહેવાલ છે કે હેલિકોપ્ટરના બે પ્રોપેલર અટકી ગયા હતા, ત્યારબાદ હેલિકોપ્ટર હોટલની છત સાથે અથડાયું હતું અને ક્રેશ થયું હતું. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: ભારત ફરી માલદીવમાં : જયશંકર માલદીવના વિદેશ મંત્રી, પ્રમુખ મોઇજ્જુને પણ મળ્યા

આ પણ વાંચો: બાંગ્લાદેશમાં પૂર્વ પીએમ શેખ હસીનાના સમર્થનમાં દેખાવો હિંસક બન્યા, બેનાં મોત

હોટલની છતમાં દેખાઈ આગ

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં હોટલની છત પર આગ લાગી હોય એવું દેખાઈ છે. ઓસ્ટ્રેલિયન મીડિયા રિપોર્ટ્સ અનુસાર હેલિકોપ્ટરના બે પ્રોપેલર તૂટી ગયા છે. આમાંથી એક હોટલના પૂલમાં પડી ગયો છે.

ઓસ્ટ્રેલિયામાં મોટી દુર્ઘટના, હોટેલની છત પર હેલિકોપ્ટર થયું ક્રેશ, 2નાં મોત, આગ ફેલાતા 400ને બચાવાયા 2 - image


Google NewsGoogle News