ઇટાલીની મહિલા વડાપ્રધાન જયોર્જિયા મેલોની સાથે ડેટની તસ્વીરો, એલન મસ્કે આપ્યો આવો જવાબ
મેલોની જેટલી બહારથી સુંદર છે એટલી જ અંદરથી સુંદર છે.
મસ્કે એવોર્ડ સમારંભમાં મેલોનીને વખાણતા હંગામો મચી ગયો
ન્યૂયોર્ક,૨૫ સપ્ટેમ્બર,૨૦૨૪,બુધવાર
સ્ટાર્ટઅપ કિંગ અને દુનિયાના સૌથી ધનાઢય બિઝનેસમેન એલન મસ્ક તેમના નિવેદનો અને લાઇફ સ્ટાઇલના લીધે ચર્ચામાં રહે છે. જો કે સોશિયલ મીડિયામાં આજકાલ ઇટાલીની મહિલા પીએમ મેલોની સાથે ડેટ કરી રહયા હોવાની અફવાનું બજાર ગરમ છે. બિઝનેસ ટાઇફૂન જુદા જ કારણથી તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી હતી. તસ્વીરમાં મસ્ક અને જર્યોજીયા મેલોની એક ઇવેન્ટ દરમિયાન સાથે બેઠેલા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ૨૪ સપ્ટેમ્બરના રોજ ન્યૂયોર્કના એક એવોર્ડ સમારંભમાં મેલોની અને મસ્કની મુલાકાત થઇ હતી.
એટલાન્ટિક કાઉન્સિલ ગ્લોબલ સિટીઝન એવોર્ડ સમારંભમાં બંને હાજર રહયા હતા. મેલોની અને મસ્ક બંનેએ એક બીજાને ખૂબ પસંદ કર્યા હતા. મસ્કે મેલોનીની કરેલી પ્રશંસાથી સોશિયલ મીડિયામાં હલચલ મચી ગઇ હતી. મસ્કે કહયું હતું કે મેલોની જેવી શખ્સિયત જેટલી બહારથી સુંદર છે એટલી જ અંદરથી પણ સુંદર છે.
બંને વચ્ચેની હળવાશ અને હાવભાવ જોઇને મસ્ક અને મેલોની એક બીજાને ડેટ કરી રહયા હોવાની ચર્ચાએ જોર પકડયું. જોત જોતામાં તો મસ્ક અને મેલોનીની તસ્વીરો દુનિયા ભરમાં પ્રસારિત થવા માંડી.જો કે ટેસ્લાની સીઇઓ એલન મસ્કે ખુદ રિએકશન આપીને સોશિયલ મીડિયા એકસ પર સ્પષ્ટતા કરી છે કે અમે ડેટ કરી રહયા નથી.