હવે અમને ધમકાવ્યા તો દરિયામાં 'આગ' લગાવી દઇશું: ચીન પર કેમ લાલચોળ થયું ફિલિપાઈન્સ?
China vs Philippines News: ફિલિપાઈન્સે ચીનને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુ છે કે, હવે બસ.. જો ચીન અમને ફરીથી ડરાવવાનો કે ધમકાવવાનો પ્રયાસ કરશે તો તેના પરિણામ ખરાબ આવશે. ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ માર્કોસે ગુરુવારે ખૂબ જ કડક શબ્દોમાં આ કહ્યું હતું. તેમણે ફેસબુક પર લખ્યું કે 'અમે કોઈ પણ દેશ સાથે સંઘર્ષ નથી ઈચ્છતા અને ખાસ કરીને એ લોકો જોડે જેઓ અમારા મિત્ર હોવાનો દાવો કરે છે અને ઢોંગ કરે છે. પરંતુ અમને ડરાવી-ધમકાવીને ચૂપ ન કરાવી શકાય. માર્કોસે કહ્યું કે, તેમનો દેશ ક્યારેય કોઈની આધીન રહેવાનો સ્વીકાર નહીં કરશે. તેમની આ લલકાર દક્ષિણ ચીન સાગરમાં ચીનના કોસ્ટ ગાર્ડની તાજેતરની કાર્યવાહી બાદ આવી છે. થોડા દિવસો પહેલા ચીને ફિલિપાઈન્સના સપ્લાય જહાજ પર વોટર કેનન ચલાવ્યું હતું. મનીલાએ વારંવાર તેના એક્સક્લુઝિવ ઈકોનોમિક ઝોનમાં ચીનની દખલગીરી સામે અવાજ ઉઠાવ્યો છે. હવે રાષ્ટ્રપતિ માર્કોસે એલાન કરી દીધું છે કે ચીનની દરેક હરકતનો તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે. તેમણે કહ્યું કે, હવે અમને ધમકાવ્યા તો દરિયામાં 'આગ' લગાવી દઈશું.
ગત અઠવાડિયે ચીનના કોસ્ટ ગાર્ડે ફિલિપાઈન્સમાં રિસપ્લાય મિશન પર હુમલો કર્યો હતો. એક રીફ પર હાજર યુદ્ધ જહાજની સુરક્ષા માટે તૈનાત સૈનિકો પર વોટર કેનન છોડવામાં આવ્યું હતું. ચીન જે સમગ્ર દક્ષિણી ચીન સાગર પર દાવો કરે છે તેણે ફિલિપાઈન્સ પર જ ચીનના વિસ્તારમાં અતિક્રમણ કરવાનો આરોપ લગાવ્યો હતો. ચીને કહ્યું કે તે તેના જહાજોની સુરક્ષા માટે પગલાં લઈ રહ્યું છે.
ચીનની ધમકીનો ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિએ આપ્યો જવાબ
ચીને સોમવારે ધમકીભર્યા અંદાજમાં ફિલિપાઈન્સથી સંભાળીને રહેવા માટે કહ્યું હતું. ચીનનું કહેવું હતું કે, બંને દેશોના કોસ્ટ ગાર્ડોની વચ્ચે વારંવાર અથડામણથી સબંધો આ સ્થિમાં છે. માર્કોસે ગુરૂવારે ફેસબુક પોસ્ટમાં જવાબ આપતા કહ્યું કે, તેઓ આતંરરાષ્ટ્રીય સમુદાયમાં ફિલિપાઈન્સના મિત્રોના સંપર્કમાં છીએ. તેમણે ઈન્ડો-પેસેફિકમાં શાંતિ અને સ્થિરતાની સાથે-સાથે અમારી સંપ્રભુતા, અધિકારો અને ન્યાયક્ષેત્રોની રક્ષા માટે ફિલિપાઈન્સની મદદની ઓફર કરી છે.