Get The App

ફિલિપાઈન્સના મિડાનાઓમાં 7.4ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ, સુનામીની ચેતવણી અપાઈ

Updated: Dec 2nd, 2023


Google NewsGoogle News
ફિલિપાઈન્સના મિડાનાઓમાં 7.4ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ, સુનામીની ચેતવણી અપાઈ 1 - image

ફિલિપાઈન્સના મિડાનાઓમાં શનિવારે 7.4ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ આવ્યો છે, જેને લઈને સુનામીની ચેતવણી જાહેર કરાઈ છે. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના અનુસાર, આ ભૂકંપ રાત્રે 8:07 વાગ્યે આવ્યો હતો. જેનું કેન્દ્ર બિંદુ જમીનમાં 50 કિલોમીટર ઊંડાઈએ હતું.

ન્યૂઝ એજન્સી રૉયટર્સના રિપોર્ટ અનુસાર, યૂરોપીય-ભૂમધ્યસાગર ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ આ ભૂકંપની તીવ્રતા 7.5 અને તેનું કેન્દ્ર 63 કિલોમીટરના ઉંડાણમાં બતાવ્યું. રિપોર્ટ અનુસાર, અમેરિકન સુનામી ચેતવણી પ્રણાલીએ ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જાહેર કરી છે.

Google NewsGoogle News